Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

એ હાલો! ક્યાંક પુષ્પા, તો ક્યાંક આલિયા સ્ટાઇલ,અજરખ પ્રિન્ટ દુપટ્ટા ટેમ્પલ જ્વેલરી ટ્રેન્ડમાં

ત્રણ વર્ષબાદ ફરી એકવાર નવરાત્રિ( Nvratri 2022) નું પર્વ વિશ્વભરમાં ધામધૂમથી ઉજવાઇ રહ્યું છે. ત્યારે યુવાઘન હિલોળે ચડ્યું છે. અમદાવાદી ખૈલેયાનું કાઉન્ડ ડાઉન શરુ થઇ ચૂક્યું છે. વિવિધ પાર્ટી પ્લોટ, ક્લબ અને શેરી સોસાયટીમાં ખેલૈયાઓના થનગનાટ હવામાં વર્તાય છે. તો જોઇએ આ વર્ષે નવરાત્રિમાં શેની છે બોલબાલા.. ગુજરાત ફર્સ્ટે પણ ત્રણ વર્ષ બાદ અમદાવાદ હાર્ટ ખાતે આવેલ નવારાત્રિ માર્કેટની મુલાકાત લàª
09:37 AM Sep 25, 2022 IST | Vipul Pandya
ત્રણ વર્ષબાદ ફરી એકવાર નવરાત્રિ( Nvratri 2022) નું પર્વ વિશ્વભરમાં ધામધૂમથી ઉજવાઇ રહ્યું છે. ત્યારે યુવાઘન હિલોળે ચડ્યું છે. અમદાવાદી ખૈલેયાનું કાઉન્ડ ડાઉન શરુ થઇ ચૂક્યું છે. વિવિધ પાર્ટી પ્લોટ, ક્લબ અને શેરી સોસાયટીમાં ખેલૈયાઓના થનગનાટ હવામાં વર્તાય છે. તો જોઇએ આ વર્ષે નવરાત્રિમાં શેની છે બોલબાલા.. ગુજરાત ફર્સ્ટે પણ ત્રણ વર્ષ બાદ અમદાવાદ હાર્ટ ખાતે આવેલ નવારાત્રિ માર્કેટની મુલાકાત લઇ માર્કેટ ટ્રેન્ડ જાણવાનો પ્રયત્ન કર્યો, જો તમે પણ રહી ગયાં છો તો ચાલો શોપીંગ કરવા થઇ જાઓ તૈયાર .. 

500 રુપિયાથી લઇને 1.5 લાખ સુધીના ચણિયાચોળી
નવરાત્રિની હવે ઘડીઓ ગણાઈ રહી છે. પરંતુ ચણિયા ચોળીના બજારમાં યુવતીઓ છેલ્લી ઘડીએ પણ ચણિયા ચોળીની સાથે સાથે આભૂષણોની ખરીદી કરી રહી છે. આમ તો દર વર્ષે નવરાત્રિમાં ચણીયા ચોળીમાં વિવિધ ટ્રેન્ડ જોવા મળે છે. ત્યારે શહેરના રાણીના હજીરા, નહેરુનગર સાથે અમદાવાદ હાર્ટ, લો ગાર્ડનમાં આવેલા ચણીયા ચોળીના બજારમાં છેલ્લી ઘડીએ કચ્છી અને ડિજિટલ પ્રિન્ટ વાળી ચણિયા ચોળીની હોટ ડિમાન્ડ છે. ગ્રાહકોની સાથે  વેપારીઓ પણ ખુશખુશાલ જોવાં મળી રહ્યાં છે. ખેલૈયાયાની ચણિયાચોળીમાં આ વર્ષે 500 રુપિયાથી લઇને 5 લાખસુધીના ચણિયાચોળી વેપારીઓ દ્વારા બનાવાય છે. 

પહેરવામાં સરળ સાથે, બજેટમાં પણ વ્યાજબી કચ્છી ઇન ટ્રેન્ડ, પુષ્પાની ધૂમ
8 મીટર, 10 મીટર અને સૌથી વધુ 12મીટમાં માં તૈયાર કરાયેલી કચ્છી અને ડિજિટલ પ્રિન્ટ વાળી આ ચણિયા ચોળી, સાથે જ મિરર વર્ક કૂર્તા, હેન્ડ મેડ રબારી વર્ક ચણિયાચોળી આ વર્ષે ઇન ડિમાન્ડ છે. સાથે જ છેલ્લાં દિવસે સૌથી વધુ પોપટિયા અને પુષ્પા સ્ટાઇલ ચણિયાચોળી પણ માનૂની પહેલી પસંદ છે. પુષ્પા સ્ટાઇ થ્રી ઇન વન સ્ટાઇલ વેર પીસ છે. જે 2000થી 4000માં બજારમાં ધૂમ વેચાય છે.


કચ્છનો વારસો ચણિયા ચોળીમાં આજે પણ જીવંત
કચ્છી ચણિયાચોળી પહેરવામાં ખૂબ જ હળવી  અને દેખાવમાં સુંદર હોવાની સાથે સાથે યુવતીઓના બજેટમાં આવી જાય તેવી માત્ર રૂ 500 થી રૂ. 1500 સુધીમાં વેચાઈ રહી છે. કચ્છનો વારસો ચણિયા ચોળીમાં આજે પણ જીવંત છે.  સાથે જ રબારી ભરત, ગામઠી, કોડી મોતી, પેચવર્ચ એલ ટાઇમ હિટ છે.

અમદાવાદ હાર્ટમાં વીકેન્ડમાં  કચ્છી એક્ઝિબિશનમાં  ભીડ 
આમ તો, કચ્છના આભલા અને ભરત કામની કળા આજે માત્ર કચ્છ પુરતી ન રહેતા હવે તે વિશ્વમાં પ્રસિદ્ધ થઈ રહી છે.  સાથેજ  મોટા ભાગની યુવતીઓ કચ્છના પટોળા પેટર્ની ચણિયાચોળી પણ ખૂબ જ વેચાઈ રહ્યાં છે. સાથે જ પ્રિન્ટેડ અને બોર્ડર ચણિયાચોળીની પણ  સાથે જ  ડિજિટલ પ્રિન્ટ વાળી ચણિયાચોળી પણ ખૂબ જોવા મળી રહી છે. 
 
ખાસ 5 દિવસ અમદાવાદ હાર્ટમાં વીકેન્ડમાં  કચ્છી એક્ઝિબિશનમાં નવરાત્રિ ખરીદીની ભીડ જોવા મળી હતી, જેમાં ભૂજથી આવેલ વેપારી અજમલે જણાવ્યું કે બે વર્શ બાદ આ વર્ષે બજારમાં સારી ઘરાકી છે.અણે ખાસ કચ્છથી અહીં આવ્યાં છીએ. મીરર વર્ક અને કચ્છી બંધેજ અમારો પરંપારગત વ્યવસાય છે. 

શહેરના બજારમાં નવરાત્રિનો માહોલ છવાઈ ગયો છે. આ વર્ષે ખાસ ડિઝાઇનર ચણિયાચોળી જોવા મળી રહ્યા છે. એમાં પણ આભલા અને અરીસા વાળા ચણીયા ચોળીની માંગ સૌથી વધુ છે. તદુપરાંત સેમી ટ્રેડિશનલ ચણીયા ચોળી છોકરીઓને વધુ પસંદ આવી રહી છે. 1500 થી લઈને 5,000 રૂપિયા સુધીના ચણિયાચોળી બજારમાં મળી રહ્યા છે. ઘણા દુકાનદારોનો સ્ટોક પણ ખાલી થઈ ગયો છે.


ટેમ્પલ જ્વેલરી ઇન ટ્રેન્ડ
એસેસરીમાં આ વર્ષે માર્કેટમાં ટેમ્પલ જ્વેલરી ઇન ટ્રેન્ડ છે. હાથી ઘોડા,ગણપતિ, સાથે ખૈલાયો સાથે ની હેવી જ્વેલેરી સૌથી વધુ વેચી રહ્યાં છે. તો લાઇટ વેઇટ જ્વેલરીમાં મોતી, કુંદન, દોરાની પોમપોમ જ્વેલરી પણ ફેવરિટ છે. સાથે જ પેચ વર્ક અને મોતી કામની જ્વેલરી ઇન- ટ્રેન્ડ છે. જેમાં અછોડા,નેકપીસ, બંગડી, કંદોરા, એન્કલ જ્વેરી ઇન છે. 
 

અમદાવાદ હાટમાં ગ્રામીણ ઉદ્ધોગ સાથે સંકળાયેલા શારદા બહેને ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરતાં કહ્યું કે હું છેલ્લા 12 વર્ષથી અહીંયા કામ કરું છું, મારું ગામ સાણંદ છે. પરંતુ મારો પરિવાર અહીં આવનાર તમામ માટે ચૂલ્હાભોજન સાથે ગ્રામીણ આર્ટ કલાનું કામ કરે છે. આ વર્ષે બે વર્ષ બાદ અહીં સારા ગ્રાહકો જોવાં મળી રહ્યાં છે.
 


બોયસ ટીમ ખાસ એસેરસરી ખરીદીમાં નથી પાછળ
ન માત્ર માનૂનીઓ બોયસ પણ નવરાત્રિની ખરીદીમાં પાછળ નથી, કોટન, શિલ્ક કૂર્તા, એમ્બ્રોડરી કૂર્તા સાથે જ કેડિયા અને એલ.ઇ.ડી પાધડીની પણ ડિમાન્ડ છે. એટલું જ નહીં બોયસ ટીમ ખાસ એસેરસરીમાં રંગબેરંગી લાકડીયો, સાયકલ વ્હીલ, ભાતીગળ છત્રીની પણ સારી ખરીદી કરે છે.

 
આ પણ વાંચો- મહાશક્તિનું મહાપર્વ નવરાત્રિ: આવતી કાલથી પ્રાંરભ, જાણો ઘટસ્થાપન પૂજનવિધિ, શુભ મુહૂર્ત
Tags :
AjarakPrintDupattaAliyaStylesareeGujaratFirstNavratrimarketTrendPushpaStylechniyacholiTempleJewelerytemplejwellery
Next Article