વડાપ્રધાનશ્રીનો કાશ્મીર પ્રેમ, જેનાથી થઇ કાશ્મીરની કાયાપલટ
સાલ 1992થી વર્ષ 2022 સમયનું ચક્ર જે હદે ફર્યું લોકો પણ જોતા રહી ગયા, વાત છે કાશ્મીર ઘાટીની. હિન્દુસ્તાનનો એક ભાગ હોવા છતાં રાષ્ટ્રધ્વજ ફરકાવવી શકાતો ન હતો ત્યારે એક એવા વ્યક્તિના સાહસે લોકોના દિલમાં એક નવા ઉત્સાહનો સંચાર કર્યો. જે શ્રીનગરના લાલ ચોકમાં ભારત વિરોધી નારા લાગતા હતા ત્યાં ભારતનો ઝંડો ફરક્યો. સપનેય ના વિચારી શકાય એ શક્ય બન્યું. એ વિરલ વ્યક્તિ હતી ભારતના હાલના વડાપ્રધાન શ્à
સાલ 1992થી વર્ષ 2022 સમયનું ચક્ર જે હદે ફર્યું લોકો પણ જોતા રહી ગયા, વાત છે કાશ્મીર ઘાટીની. હિન્દુસ્તાનનો એક ભાગ હોવા છતાં રાષ્ટ્રધ્વજ ફરકાવવી શકાતો ન હતો ત્યારે એક એવા વ્યક્તિના સાહસે લોકોના દિલમાં એક નવા ઉત્સાહનો સંચાર કર્યો. જે શ્રીનગરના લાલ ચોકમાં ભારત વિરોધી નારા લાગતા હતા ત્યાં ભારતનો ઝંડો ફરક્યો. સપનેય ના વિચારી શકાય એ શક્ય બન્યું. એ વિરલ વ્યક્તિ હતી ભારતના હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી. એ વ્યક્તિત્વના ભગીરથ પ્રયાસને પગલે જે લાલચોકમાં તિરંગો ફરકાવવાનું વિચારાતું પણ નહોંતું ત્યાં કોઇપણ સુરક્ષા વિના વટભેર આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાય છે અને લાલચોકમાં તિરંગાનું સન્માન પણ કરાય છે. દેશના વડાપ્રધાનશ્રીના જન્મદિવસે આવો જાણીએ વડાપ્રધાનશ્રીના કાશ્મીર પ્રેમ વિશે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના દિલમા હંમેશા કાશ્મીર માટે આગવું સ્થાન રહ્યું છે. તેઓ હંમેશા જમ્મુ કશ્મીરની જે સ્થિતી હતી તેનાથી વ્યથિત હતા. અહીં પાકિસ્તાનના ઇશારે લાગતા નારા અને આતંકવાદીઓ હરકતો હંમેશા વડાપ્રધાનશ્રીને ખુંચતી. જન્નત સમાન વેલીમાં લાગેલા આતંકી ગ્રહણથી કેવી રીતે છુટકારો મળે તેના માટે સતત મંથન કરતા નરેન્દ્રભાઇ મોદીએ પહેલી વાર આતંકીઓને ચેલેન્જ આપી હતી.
વર્ષ 1992 જ્યારે ભાજપ દ્વારા નિકળેલી એકતા યાત્રાનો હિસ્સો હતા નરેન્દ્રભાઇ મોદી. એ સમયે આતંકવાદીઓએ પડકાર ફેંક્યો હતો કે જે માતાનો સાચો દિકરો હોય તે શ્રીનગરના લાલ ચોક પર ભારતીય ધ્વજ ત્રિરંગો ફરકાવવાની હિંમત કરે, અમે જોઇે છે કે કેવી રીતે જીવતા પાછા જવાય છે, નરેન્દ્ર ભાઇએ પણ સામો જવાબ આપ્યો હતો કે તેની માતાનો અસલી પુત્ર કોણ છે તેનો નિર્ણય 26 જાન્યુઆરીએ શ્રીનગરના લાલ ચોકમાં થશે અને 26 જાન્યુઆરી 1992ના રોજ શ્રીનગરના લાલ ચોકમાં રાષ્ટ્રધ્વજ ફરક્યો.
વર્ષ 1992માં નરેન્દ્રભાઇ ભાજપના એક આગેવાન માત્ર હતા પરંતુ ત્યારથી એમના દિલમાં અપાર કાશ્મીર પ્રેમ હતો. જેવા દેશના વડાપ્રધાન બન્યા કે તરત કાશ્મીરના ઉધ્ધારને મીશન મોડમાં લઇ કામ શરૂ થયું. વડાપ્રધાનશ્રીએ પહેલાંતો કાશ્મીરના મુદ્દાઓ નક્કી કરી એક બાદ એક કામ શરૂ કર્યાં પણ પ્રાથમિકતા આપી આતંકવાદ નાથવા અને કાશ્મીરી પ્રજાને એ અહેસાસ કરાવવો કે હિંદુસ્તાન હંમેશા કાશ્મીરની સાથે છે અને કાશ્મીર ભારતનો મહત્વનો હિસ્સો છે. તેના માટે જરૂર પડી તો પોતાના વિચારો સાથે સહમત ના તેવી વૈચારિક હરીફો, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી સાથે ગઠબંધન કરી લોકોના દિલ સુધી પહોંચવા પ્રયત્ન કર્યો. મુફ્તી મુહમ્મદ સઈદને મુખ્યમંત્રી બનાવ્યા જાન્યુઆરી 2016માં તેમનું અવસાન થતાં તેમની પુત્રી મહેબૂબા મુફ્તી મુખ્યમંત્રી બન્યા હતા, પરંતુ જે કારણસર PDP સાથે વૈચારીક મતભેદ ભૂલીને પણ સરકાર ચલવતા હતા તેનો ઉદ્શ્ય રહેતો નહોતો કારણ કે મહેબુબાની આતંકીઓને છાવરવાની નીતીને કારણે ગઠબંધન તોડવું પડ્યું અને જૂન 2018માં ભાજપ મહેબૂબા મુફ્તી સરકારમાંથી બહાર નીકળી ગયા હતા. સરકાર ભલે લાંબુ ના ચાલી પણ લોકોના દિલમાં હવે વડાપ્રધાન જગ્યા બનાવવા લાગ્યા હતા. હવે વડાપ્રધાન શ્રી એ કાશ્મીરીઓના હામી બનવાનો ડોળ કરતા અને પ્રજાના ટેક્ષના રૂપીયાથી જાહોજલાલી ભોગવતા અલગતાવાદી નેતાઓ પ્રત્યેની નીતિમાં સુધારા કરવાના શરૂ કર્યા અને ભારત વિરૂધ્ધ ઝેર ઓકતા આવા નેતાઓને મળતા સરકારી લાભો અને વિશેષાધીકારો ઉપર કાતર ફરવવાની શરૂ કરી એટલુંજ નહી તેમની સુરક્ષા ઘટાડવાથી લઇ ટેરર ફંડિંગની તપાસ પણ શરૂ કરવામાં આવી.
વડાપ્રધાનશ્રી દ્વારા કાશ્મીરી પ્રજાની સાથે ધીરીધીરે પોતીકા પણું વધારવા એકબાદ એક પગલાં લેવાની શરૂઆત થઇ ચૂકી હતી અને તેના સારા પરિણામો પણ દેખાવા લાગ્યા હતા ત્યારે હવે જરૂર હતી એક મોટા નિર્ણયની. અને જેની કોઇએ કલ્પના પણ નહોતી કરી એ ઘડી આવી પહોંચી અને તે ઘડી એટલે મોદી સરકારે એક નિર્ણય દ્વારા કલમ 370 ખતમ કરી નાખી. અનુચ્છેદ 370ના કારણે રાજ્યને વિશેષ દરજ્જો મળતો હતો તે દરજ્જો હવે છીનવાઈ ગયો.
વડાપ્રધાનશ્રીએ જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ લાવી જમ્મુ અને કાશ્મીરમાંથી લદ્દાખનું વિભાજન પણ કર્યું જેની રાહ લદ્દાખની પ્રજા વર્ષોથી જોતી હતી. આ સાથે જ બીજી પણ એક મોટી ઘટના એ બની આ પહેલી વાર બન્યું કે દેશમાં કોઇ રાજ્યને કેન્દ્રશાસિત રાજ્યમાં ફેરવવામાં આવ્યું. કલમ 370 હટાવવાથી જનતા તો ખુશ હતી પરંતુ કેટલાક એવા લોકો જે જમ્મુ કાશ્મીર પર એકાધીકાર ભોગવતા હતા જેમની સત્તા હવે છીનવાઇ એવા કેટલાક નેતાઓ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો ફારુક અબ્દુલ્લા, તેમના પુત્ર ઓમર અબ્દુલ્લા અને પીડીપી વડા મહેબૂબા મુફ્તી સહિત મુખ્ય પ્રવાહના મોટાભાગના નેતાઓકે વાતાવણર બગાડી શકે એમ હતા તેમને નજરકેદ કરવામાં આવ્યા હતા અને અલગતાવાદી નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી.
નવા કાશ્મીર સાથે ઘણુ બધું બદલાવા લાગ્યું હતું, પ્રજા અને સરકાર સાથે મળી કાશ્મીરને એક નવી દીશામાં લઇ જવા મક્કમ બન્યા છે ત્યારે નવા કાશ્મીર માટે વડાપ્રધાનશ્રી એ તમામ કોશીષ કરી રહ્યા છે જે શક્ય છે. કલમ 370 હટ્યા બાદ કાશ્મીર ખરા અર્થમાં જન્નત બન્યું છે. એક બાદ એક નવા આયામો કાશ્મીર સર કરી રહ્યું છે. અત્યાર સુધી વિકાસથી વંચિત અને તિરસ્કૃત રહેલું કાશ્મિર હવે વિકાસની ગતી પકડી રહ્યું છે તેને વડાપ્રધાનશ્રીના સકારાત્મક પ્રયાસો વધું ઉર્જા પુરી પાડી રહ્યા છે. કલમ 370 હટ્યા બાદ હમણા જ કાશ્મીર ગયેલા વડાપ્રધાનશ્રીએ જમ્મુ કાશ્મીર માટે રૂ 20,000 કરોડની વિવિધ યોજનાઓના શિલાન્યાસ અને ઉદ્ધાટન કર્યાં. સાથે જ વડાપ્રધાનશ્રીએ દેશની પહેલી કાર્બન ન્યુટ્રલ પંચાયત રાષ્ટ્રને સમર્પિત કરી. આ સાથે કાશ્મીર વિકાસની વાત કરીએ તો છ મોટા બદલાવ આપણે જોઇ શકીએ છીએ
ધારા 370 હટ્યા બાદ જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા એક ડેટા જારી કરવામાં આવ્યો હતો તેના પરથી ચોક્કસ કહી શકાય કે આતંકી ગતીવીધીઓ પર અંકુશ મુકી શકાયો છે, 5 ઓગષ્ટ 2016 થી 4 ઓગષ્ટ 2019 નો ડેટા અને 5 ઓગષ્ટ 2019 થી 4 ઓગષ્ટ 2022મો ડેટા આપવામાં આવ્યો છે તે મુજબ 5 ઓગષ્ટ 2016 થી 4 ઓગષ્ટ 2019 વચ્ચે 930 આતંકી ઘટનાઓ ઘટી જેમાં 290 જવાન શહીદ થયા અને 191 આમ નાગરીકો મર્યા. આ આંકડાની સરખામણીએ 5 ઓગષ્ટ 2019 થી 4 ઓગષ્ટ 2022ના ડેટામાં ખુબ મોટો ઘટાડો નોંધાયો છે.
ગૃહમંત્રાલયે રાજ્યસભામાં આપેલા આંકડા મુજબ જમ્મુ કાશ્મીરમાં 29,806 લોકોને પબ્લિક સેક્ટરમાં ભરતી કરવામાં આવી આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવેલી યોજનાઓના કારણે પણ યુવાનોને રોજગારી મળી સાથે જ જમ્મુ કાશ્મીરમાં સ્વ રોજગાર યોજનાઓથી 5.2 લાખ લોકોને રોજગાર મળ્યો. સાથે શાંતિ સ્થપાતાં વધેલા પ્રવાસીઓના ઘસારાનાને કારણે પણ ઘણાબધા યુવાનો આત્મ નિર્ભર થયા, સાથે વડાપ્રધાનશ્રીના પ્રયાસોને કારણે અનેક ઉદ્યોગગૃહ કાશ્મીર તરફ આકર્ષાયા છે જેના કારણે ખુબ મોટી સંખ્યામાં નોકરી અને ધંધાની તકો ઉભી ખવાની શક્યતાઓ જોવાઇ રહી છે.
કલમ 370ના કારણે ઘણાબધા એવા નિયમો હતા જે કાશ્મીરના વિકાસ માટે બાધક હતા તેમાંનો એક નીયમ એટલે રાજ્ય બહારની વ્યક્તિ જમીન ખરીદી શકે નહીં પરંતુ ધારા 370 હટ્યા બાદ હવે અહી રાજ્ય બહારનો કોઇપણ વ્યક્તિ જમીન ખરીદી શકે છે, અને ઘણા બધા લોકોએ જમીનો ખરીદી ત્યાં ખેતી વાડી અને ધંધા રોજગાર શરુ કર્યા છે તેને કારણે યુવાનોને હવે કામ મળવા લાગ્યુ છે. તેથી ફક્ત થોડા રૂપીયા માટે પત્થર બાજી કરતા યુવાનો સ્વમાનભેર પોતાનું અને પરીવારનું ગુજરાન ચલાવી શકે છે.
વડાપ્રધાનશ્રીના મક્કમ નિર્ધારને પગલે ધારા 370 હટવાથી આ પ્રદેશમાં આમુલ પરિવર્તન આવ્યું. પહેલાં અહી કેન્દ્ર સરકારના ઘણા બધા કાયદાઓ લાગુ પડતા નહોતા, અને કેન્દ્રના કાયદના અમલ માટે રાજ્યસરકારની મંજૂરીની જરૂર હતી પરંતુ હવે કેન્દ્રના તમામ નિયમો લાગું થઇ ગયા છે. સાથે જ કેન્દ્રની યોજનાઓનો લાભપણ સીધો જ મળવા લાગ્યો છે. બજેટ રજૂ કરતા સમયે કેન્દ્રિય નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે કલમ 370 હટ્યા બાદ કેન્દ્રના 890 કાયદાઓ જમ્મુ કાશ્મીરમાં અમલી બન્યા છે. ઉલ્લેખનીય છે કે પહેલાં બાળ વિવાહ કાનુન, જમીન સુધાર કે પછી શીક્ષણના અધિકાર જેવા મહત્વપુર્ણ કાનુંન અમલી અહી અમલી નહોતા જે હવે અમલી છે. પહેલાં જમ્મુ કાશ્મીરમાં દલીત, વાલ્મીકી અને ગોરખા સમુદાય સાથે ખુબજ અન્યાય થતો હતો તેમની પાસે મત આપવાનો પણ અધીકાર નહોતો જે હવે મળી ગયો છે.
જેની કોઇએ કલ્પના પણ નહી કરી હોય તેવું કામ કલમ 370 હટ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં થયું. પહેલી વાર આ પ્રદેશમાં ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમીટ યોજાઇ જેમાં રૂ. 13, 732 કરોડના એમ.ઓ.યુ. થયાં. આ થોડા મહિનાઓ અગાઉ વડાપ્રધાન શ્રીએ જણાવ્યું હતું કે આઝાદી પછીના 70 વર્ષોમાં પહેલી વાર આ જમ્મુ કાશ્મીરમાં ઇન્વેસ્ટર્સ દ્વારા 17 હજાર કરોડ રૂપીયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું અને ઓગષ્ટ 2019 પછીથી આંકડા જોઇએ તો આ રોકાણ રૂ. 38હજાર કરોડને આંબી જાય છે. સાથે જ આ વિસ્તારને પ્રધાનમંત્રી ડેવલપમેન્ટ પેકેજ અંતર્ગત રૂ.58,477 કરોડના ખર્ચે રોડ, પાવર, હેલ્થ, એજ્યુકેશન, ટૂરીઝમ, ખેતી અને સ્કીલ ડેવલપમેન્ટના 53 પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે.
એક સમય હતો જ્યારે રોડ કનેક્ટીવીટી ઠીક નહી હોવાને કારણે જમ્મુ થી શ્રીનગર જવામાં 12થી 14 કલાક લાગતા હતા પરંતુ હવે તે એટલું જ અંતર કાપતાં હવે માત્ર 6થી 7 કલાક જ લાગે છે, પહેલાં રોજ 6.4 કિલોમીટર રોડ બની શકતો હતો તે અત્યારે રોજ 20.6 કિલોમીટર રોડ બની રહ્યા છે. તેથી કહી શકાય કે વડાપ્રધાનશ્રીના કશ્મીર પ્રત્યેના લગાવને કારણે કાશ્મીરની જાણે કાયા પલટ થઇ રહી છે.
ફક્ત રોડ ક્ષેત્રેજ નહી દરેક ક્ષેત્ર જમ્મુ કાશ્મીર વિકાસની નવી ઉંચાઇઓ હાસલ કરી રહ્યું છે. કાશ્મીરને ભારતના અન્ય ભાગો સાથે જોડતો વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે બ્રિજ ચિનાબ નદી પર તૈયાર થયો છે જે થોડા જ સમયમાં વડાપ્રધાનશ્રી રાષ્ટ્રને સમર્પિત કરશે, બીજો મહાત્વાંકાંક્ષી પ્રોજેક્ટ એટલે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ શીલાન્યાસ કરેલો દિલ્હી અમૃતસર કટરા એક્સપ્રેસ વે, આ એક્સપ્રેસ વે કેન્દ્ર સરકારનો એક સ્વપ્નદ્રષ્ટા પ્રોજેક્ટ છે, જેનું નિર્માણ ભારતમાલા પરિયોજના હેઠળ કરવામાં આવ્યું છે. એમ માની શકાય કે 670 કિલોમીટર લાંબો એક્સપ્રેસ વે તૈયાર થઈ જતાં દિલ્હી અને અમૃતસર વચ્ચેનું અંતર 4 કલાકમાં કાપી શકાશે જ્યારે દિલ્હી અને કટરા વચ્ચેનું અંતર પણ ઘટી જશે જેથી માતા વૈષણો દેવીના દર્શને જતા ભક્તોને ખુબ મોટો ફાયદો થશે.
સાથે જ વડાપ્રધાનશ્રીએ ઘાટી માટેનું ફ્યુચર વિઝન સમાન રતલે જલ વિદ્યુત પરીયોજના ક્વાર જલ વિદ્યુત પરીયોજનાઓ પણ સમર્પિત કરી ધાટીને આગળ વધવાની દીશા આપી છે. સાથે જ દુનિયાની સૌથી લાંબી ‘અટલ ટનલ’ની ભેટ પણ વડાપ્રધાનશ્રીએ કાશ્મીર વાસીઓ અને દેશને આપી છે. સુરક્ષાની દ્રષ્ટીએ અતિમહત્વની એવી આ 9.02 કિલોમીટર લાંબી ટનલ મનાલીને વર્ષભર લાહૌલ સ્પીતિ ઘાટી સાથે જોડીને રાખશે. પહેલા આ ઘાટી લગભગ છ મહિના સુધી ભારે બરફવર્ષાને કારણે બાકી ભાગોથી કપાઈ જતી હતી.
વડાપ્રધાન શ્રી દ્વારા જમ્મુ અને કાશ્મીરનો વધું અને વધું વિકાસ થાય તે માટે સતત ચિંતન અને પ્રયત્ન થઇ રહ્યા છે તેને પરિણામેજ લોકશાહી હોય કે વિકાસ આજે જમ્મુ-કાશ્મીર એક નવું ઉદાહરણ બન્યું છે, અહીંથી કલમ 370 હટ્યાબાદ વિકાસે જાણે હરણફાળ ભરી છે, હવે જમ્મુ કાશ્મીર વિજળી ક્ષેત્રે કમાણીનું નવું હબ બનવા જઇ રહ્યું છે ત્યારે એ વાત તો ચોક્કસ છે કે આ ક્ષેત્રના વિકાસની નવી ગાથા લખાશે. પોતાના સ્વાર્થ માટે કાશ્મીરનો વિકાસ રૂંધતા એ નેતાઓ અને અલગાવવાદીઓના ગાલે તમાચા સમાન અને અવસરો અત્યારે કાશ્મિરમાં ઉભા થઇ રહ્યા છે. વડાપ્રધાનશ્રીના પ્રયત્નોથી સાઉદી અરબ અને યુ.એ.ઇનું બીઝનેસ ડેલીગેશન હમણા જ કાશ્મીરની મુલાકાતે આવ્યું હતું જેમાં મોટી મોટી કંપનીઓનાઓ સી.ઇ.ઓ. પણ સામેલ હતા તે ઉપરાંત હોંગકોંગનું એક ડેલીગેશન પણ શ્રીનગરની મુલાકાતે આવીને ગયું છે. તેથી એક વાત તો ચોક્કસ છે કે વડાપ્રધાનશ્રીના કાશ્મિર પ્રેમને કારણે અહિના યુવાઓની બદલાયેલી માનસિકતાના કારણે એક નયા કશ્મીર બનતાં કોઇ નહી રોકી શકે.
થોડા વર્ષો પહેલાં અહિયાં આર્મીનો મોટાભાગનો સમય આતંકીઓ સાથે મુઠભેડ, અલગાવવાદી રેલીઓ કંટ્રોલ કરવામાં, રાષ્ટ્રધ્વજનું અપમાન રોકવા, બોર્ડર પર ઘુસણખોરી રોકવા અને આતંકી ઠેકાણા શોધવામાં જ જતો હતો કારણ કે અહીંના બાળકના હાથમાં પેન નહોતી અને યુવાનના હાથમાં રોજગાર નહોતો. બાળકો ભણવા નહોતા જઇ શકતા કે યુવાન રોજગાર અર્થે નહોતો જઇ શકતો તેથી મજબુરીમાં યુવાનોને હથિયાર ઉપાડવા પડતા હતા.
પરંતુ વડાપ્રધાનશ્રીની મહેનત રંગ લાવી અને કાશ્મીર ઘાટીમાં જાણે સોનાનો સુરજ ઉગ્યો, અશક્ય લાગતું કામ એટલે કલમ 370 હટાવી અને જાણે કશ્મીરીઓ માટે દુનીયાના દ્વાર ખોલી નાખ્યા તેને કારણે સારા પરિણામો હવે દેખાતા થયાં છે. આતંકી ગતીવીધીઓ ઓછી થતાં હવે સેના પણ આ વિસ્તારના નવનિર્માણમાં જોડાઇ છે. આજે સેના અને કાશ્મીરીઓ એક બીજાના પુરક બન્યા છે. સેના આજે આ વિસ્તારમાં દરેક ક્ષેત્રમાં મદદરૂપ થઇ રહી છે. વડાપ્રધાનશ્રી એ બદલેલી કાશ્મીરની આ તસવીરને કારણે આજે કાશ્મીરીઓ પણ પડાપ્રધાન શ્રીને આદર્શ તરીકે સ્વિકારતા થયા છે અને નવુ કાશ્મીર આપવા બદલ આભાર પણ માની રહ્યા છે.
Advertisement