કોરોનાની સંભવિત લહેર સામે તંત્ર સજ્જ, તમામ હોસ્પિટલોમાં યોજાઈ મોકડ્રિલ
કોવીડ-19ની બીજી લહેર જેવી સ્થિતિ ઉભી ન થાય તે માટે તંત્ર સજ્જ અમદાવાદ શહેરમાં તમામ હોસ્પિટલો યોજાઈ મોકડ્રિલ દેશમાં ફરી ધીમે ધીમે કોરોના (Corona) પગ પેસારો કરી રહ્યો છે તેવામાં કોરોનાની તમામ સ્થિતિની આજે સમિક્ષા કરવામાં આવી હતી. દેશમાં જો એકાએક કોરોનાના કેસ વધે તો શું તંત્ર એ પરિસ્થિતિ સામે લડવા સજ્જ છે કે કેમ તેની ચકાસણી કરવા આજે મોક ડ્રિલ (Mock Drill) યોજવામાં આવી હતી. અમદાવાદ ની વાત કરીયે તà
07:52 AM Dec 27, 2022 IST
|
Vipul Pandya
- કોવીડ-19ની બીજી લહેર જેવી સ્થિતિ ઉભી ન થાય તે માટે તંત્ર સજ્જ
- અમદાવાદ શહેરમાં તમામ હોસ્પિટલો યોજાઈ મોકડ્રિલ
દેશમાં ફરી ધીમે ધીમે કોરોના (Corona) પગ પેસારો કરી રહ્યો છે તેવામાં કોરોનાની તમામ સ્થિતિની આજે સમિક્ષા કરવામાં આવી હતી. દેશમાં જો એકાએક કોરોનાના કેસ વધે તો શું તંત્ર એ પરિસ્થિતિ સામે લડવા સજ્જ છે કે કેમ તેની ચકાસણી કરવા આજે મોક ડ્રિલ (Mock Drill) યોજવામાં આવી હતી. અમદાવાદ ની વાત કરીયે તો એક સમયે લોકોને કોરોના સામે લડવા માટે ઓક્સિજનના ફાંફા પડી ગયા હતા. હવે સંભવિત કોરોના લહેરના પગલે રાજ્યમાં તમામ વ્યવસ્થા કરવામા આવી છે.
તમામ મોટી હોસ્પિટલ ખાતે મોકડ્રિલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ આજે શહેરની તમામ મોટી હોસ્પિટલ ખાતે હેલ્થ વિભાગ અને કોર્પોરેશન તંત્ર દ્વારા મોકડ્રિલ કરવામાં આવી.શહેરની સોલા સિવિલ હોસ્પિટલ, એલ.જી હોસ્પિટલ અને SVP ખાતે તમામ નાનામાં નાની ચીજની સમિક્ષા કરાઈ જેમાં અમદાવાદના વિવિધ બેઠકના ધારાસભ્યો તેમજ રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ SVP હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.
SVP હોસ્પિટલ ખાતે ચકાસણી
SVP હોસ્પિટલ ખાતે ઓકસીજન બેડ, આઇ.સી યુ બેડની વ્યવસ્થાનું નિરીક્ષણ કરાયું છે. ઓક્સિજન અને દવાઓની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. કોઇ મુશ્કેલીના પડે તેની તૈયારીઓની સમિક્ષા કરાઈ છે. ડોકટરો અને હોસ્પિટલ સ્ટાફ સાથે પણ ચર્ચા કરાઇ છે અને ગઈ લહેર વખતે જે મુશ્કેલી પડી તે આ વખતે ન પડે તે પ્રમાણે તૈયારીઓ કરાઇ છે.
સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પણ મોકડ્રિલ
સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પણ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓક્સિજન પ્લાન્ટની સ્થિતિની પણ ચકાસણી કરવામાં આવી.કલેકટર દ્વારા 3 ઓક્સિજન ઉત્પાદન કરતા પ્લાન્ટ ની સમીક્ષા કરવામાં આવી.સોલા સિવિલમાં 56 બેડ માંથી 16 ICU બેડ તૈયાર કરવામાં આવ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article