Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

G-20 માટે વિદેશી ડેલીગેટ્સને આવકારવા ભૂજ એરપોર્ટ પર તૈયારીઓ

ધોરડો ખાતે યોજાનારી જી-20 સમીટ (G-20 Summit)ને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.વિદેશી ડેલીગેટ્સ દિલ્હીથી ખાસ વિમાનમાં ભુજ એરપોર્ટ પર આવી પહોંચશે ત્યારે એરપોર્ટને શણગારવામાં આવી રહ્યું છે.ટર્મિનલ બિલ્ડિંગને ખાસ સજાવવામાં આવશેભુજ એરપોર્ટ પર બધા જ વિદેશી ડેલીગેટ્સના સ્વાગત સાથે કચ્છની ધરતી પર ઊતરતાં જ તેઓને કચ્છની સંસ્કૃà
07:49 AM Feb 06, 2023 IST | Vipul Pandya
ધોરડો ખાતે યોજાનારી જી-20 સમીટ (G-20 Summit)ને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.વિદેશી ડેલીગેટ્સ દિલ્હીથી ખાસ વિમાનમાં ભુજ એરપોર્ટ પર આવી પહોંચશે ત્યારે એરપોર્ટને શણગારવામાં આવી રહ્યું છે.

ટર્મિનલ બિલ્ડિંગને ખાસ સજાવવામાં આવશે
ભુજ એરપોર્ટ પર બધા જ વિદેશી ડેલીગેટ્સના સ્વાગત સાથે કચ્છની ધરતી પર ઊતરતાં જ તેઓને કચ્છની સંસ્કૃતિનો પરિચય થાય તેવી તૈયારી એરપોર્ટ પર ચાલી રહી છે.એરપોર્ટના એપ્રન વિસ્તારમાં સ્વાગત કરી સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે. ટર્મિનલ બિલ્ડિંગને ખાસ સજાવવામાં આવશે તેમજ લાલ જાજમ પાથરવા સાથે ડોમ પણ ઉભા થશે. એરપોર્ટના સિટી સાઈડના ભાગમાં G20 સબંધિત વિવિધ બેનર અને ડેલીગેટ્સની તસવીરો મૂકવામાં આવશે તેમજ દીવાલ પર ભીંતચિત્રો દોરવા સાથે નર્સરીને પણ ડેવલોપ કરાઈ છે.હાલમાં રંગરોગાન,સાફ સફાઈ સાથે ખાસ મેન્ટેનેન્સ કામ પણ હાથ ધરાઇ રહ્યું છે.એરપોર્ટની અંદર ડેલીગેટ્સના આરામ માટે બે વિશેષ લોન્જ તૈયાર થશે.ભુજ એરપોર્ટ ડાયરેકટર નવીન સાગરે જણાવ્યું કે,હાલમાં વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે.7 તારીખે સવારે ડેલીગેટ્સ આવી પહોંચશે.જેઓને કચ્છની સંસ્કૃતિ, પરંપરા દર્શાવી અતિથિ સત્કાર માટે એરપોર્ટ સજ્જ થઈ રહ્યું છે.

ખાસ વિમાનમાં વિદેશના આમંત્રિત મહેમાનો ભુજ એરપોર્ટ પર આવી પહોંચશે.
દિલ્હી એરપોર્ટથી ખાસ વિમાનમાં વિદેશના આમંત્રિત મહેમાનો ભુજ એરપોર્ટ પર આવી પહોંચશે.તેઓ અહીંથી ખાસ લક્ઝુરિયસ બસમાં ધોરડો જશે.વીઆઇપી મહેમાનોને ઝેડ પ્લસ સિક્યુટિરી હોવાથી રસ્તામાં પોલીસ સહિતની એજન્સીઓ પણ બંદોબસ્તમાં તૈનાત રહેશે.
એરપોર્ટ પર અવસર સ્ટોલ શરૂ કરવામાં આવ્યો
કચ્છના સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન મળે તેવા આશય સાથે એરપોર્ટ પર અવસર સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે.
જેમાં કચ્છની વિવિધ હસ્તકળાઓનું વેચાણ થશે.મુલાકાતીઓ માટે તે મહત્વનું સાબિત થશે.તે પણ એક હકીકત છે,ભુજ વિમાની મથકે હાલ તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ છે.
આ પણ વાંચો--અપોલો હોસ્પિટલ્સે સમગ્ર ભારતમાં ડૉક્ટર્સ માટે ક્લિનિકલ ઇન્ટેલિજન્સ એન્જિન પ્રસ્તુત કર્યું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BhujAirportForeignDelegatesG-20G-20SummitGujaratFirst
Next Article