Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

થર્ટી ફર્સ્ટને લઈને સરહદી ક્ચ્છ જિલ્લામાં પોલીસનું ચેકિંગ

થર્ટી ફર્સ્ટને લઈને સરહદી ક્ચ્છ (Kutch) જિલ્લામાં પોલીસ (Police)નું ચેકિંગ શરુ કરાયું છે. ભુજ તાલુકાના સેખપીર ચેક પોસ્ટ પર થર્ટી ફર્સ્ટને લઈને વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.તમામ વાહનોનું ઝીણવટભર્યું ચેકીંગ કચ્છમાં પ્રવેશ કરતા તમામ વાહનોનું ઝીણવટભર્યું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. ક્ચ્છ પોલીસ દ્વારા પ્રવેશ કરતા નાના મોટા તમામ વાહન ચાલકોને પોલિસ સ્ટાફ દ્વારા બ્રેથ એનેલાઇઝર મશીન
થર્ટી ફર્સ્ટને લઈને સરહદી ક્ચ્છ જિલ્લામાં પોલીસનું ચેકિંગ
થર્ટી ફર્સ્ટને લઈને સરહદી ક્ચ્છ (Kutch) જિલ્લામાં પોલીસ (Police)નું ચેકિંગ શરુ કરાયું છે. ભુજ તાલુકાના સેખપીર ચેક પોસ્ટ પર થર્ટી ફર્સ્ટને લઈને વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.

તમામ વાહનોનું ઝીણવટભર્યું ચેકીંગ 
કચ્છમાં પ્રવેશ કરતા તમામ વાહનોનું ઝીણવટભર્યું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. ક્ચ્છ પોલીસ દ્વારા પ્રવેશ કરતા નાના મોટા તમામ વાહન ચાલકોને પોલિસ સ્ટાફ દ્વારા બ્રેથ એનેલાઇઝર મશીનની મદદથી વાહન ચાલકોના મોંઢા મૂકી દારૂ અથવા કોઈ પણ પ્રકારનું કેફી પ્રદાર્થનું સેવન કર્યું છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી છે.જો કોઈ વાહન ચાલક અથવા મુસાફર મશીનમાં બતાવ્યા પ્રમાણે દારૂનું સેવન કરેલ જણાય તો તેના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
 પોલિસ બંદોબસ્ત વધારવામાં આવ્યો
રોજિંદા રુટિંગ ચેકીંગ કરતા થર્ટી ફર્સ્ટને લઈને પોલિસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે. હથિયારધારી જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે અને અસામાજિક તત્વો દ્વારા દારૂ અથવા કોઈ કેફી પ્રદાર્થને ઘુસાડે તે માટે ક્ચ્છ પોલિસ એલર્ટ બની છે.
આડેસર,સામખીયાળી તથા સુરજબારી ચેક પોસ્ટ પર વાહન ચેકીંગ વધારી દેવાઈ છે. સરહદી રેન્જ આઇ. જી જે.આર. મોથલિયા માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છમાં એસ.પી.મહેન્દ્ર બગડીયા, અને પશ્ચિમ કચ્છમાં એસ.પી.સૌરભ સિંઘના માર્ગદર્શન હેઠળ ચેકીંગ સધન બનાવાયુ છે. કચ્છમાં દારૂ રાજસ્થાન તેમજ મહારાષ્ટ્રથી આવતો હોય છે ત્યારે પોલીસે ચેકીંગ વધુ સધન બનાવી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.