Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

માતૃશોક વચ્ચે પણ PM MODIની ફરજનિષ્ઠા, વંદે માતરમ ટ્રેનને આપી લીલી ઝંડી

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ની માતા હીરાબા (Hira ba)નું 100 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે માતાની અંતિમ વિધીમાં ભાગ લઇને માતાને મુખાગ્ની આપ્યો હતો. જો કે ત્યાર બાદ પીએમ મોદીની ફરજનિષ્ઠા જોવા મળી હતી અને શો મસ્ટ ગો ઓનને અનુસરીને તેમણે વિડીયો કોન્ફરન્સથી પશ્ચિમ બંગાળમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. તેમણે પશ્ચિમ બંગાળમા
માતૃશોક વચ્ચે પણ pm modiની ફરજનિષ્ઠા  વંદે માતરમ ટ્રેનને આપી લીલી ઝંડી
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ની માતા હીરાબા (Hira ba)નું 100 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે માતાની અંતિમ વિધીમાં ભાગ લઇને માતાને મુખાગ્ની આપ્યો હતો. જો કે ત્યાર બાદ પીએમ મોદીની ફરજનિષ્ઠા જોવા મળી હતી અને શો મસ્ટ ગો ઓનને અનુસરીને તેમણે વિડીયો કોન્ફરન્સથી પશ્ચિમ બંગાળમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. 
તેમણે પશ્ચિમ બંગાળમાં વિકાસકાર્યોની ભેટ આપી
માતૃશોક વચ્ચે પણ વડાપ્રધાનની આજે ફરજનિષ્ઠા જોવા મળી હતી. માતાની અંતિમ વિધી પૂર્ણ થયા બાદ  વીડિયો કોન્ફરન્સથી તેઓ પશ્ચિમ બંગાળના કાર્યક્રમમાં સામેલ થયા હતા. તેમણે પશ્ચિમ બંગાળમાં વિકાસકાર્યોની ભેટ આપી હતી અને  રેલવે પરિયોજનાઓએ દેશને સમર્પતિ કરી હતી. વડાપ્રધાને વંદે ભારત એક્સપ્રેસને લીલીઝંડી બતાવી હતી તથા કોલકાતા મેટ્રોની પર્પલ લાઈનનું ઉદ્ધાટન કર્યું હતું અને જોકા-તારાતલા પર્પલ લાઈનનું ઉદ્ધાટન કર્યું હતું. તેમણે સ્વચ્છ ગંગા માટે પરિયોજનાનું લોકાર્પણ-શિલાન્યાસ કર્યો હતો. 
હું અંગત કારણોસર અહીં આવી શક્યો નથી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતામાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રિમોટ બટન દબાવીને અનેક રેલવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદીએ કહ્યું, "આજે મારે તમારા બધાની વચ્ચે આવવું હતું, હું અંગત કારણોસર અહીં આવી શક્યો નથી, હું આ માટે માફી માંગુ છું. આજે મને બંગાળની પવિત્ર ભૂમિને નમન કરવાનો મોકો મળ્યો છે. બંગાળના દરેક કણમાં આઝાદીનો ઈતિહાસ તેમાં જડાયેલો છે. જે ભૂમિ પરથી 'વંદે માતરમ'નો નારા લગાવવામાં આવ્યો હતો, ત્યાંથી 'વંદે ભારત'ને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું."
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધન દરમિયાન કહ્યું કે 21મી સદીમાં ભારતના ઝડપી વિકાસ માટે, ભારતીય રેલ્વેના ઝડપી વિકાસ માટે, ભારતીય રેલ્વેમાં ઝડપી સુધારા પણ એટલા જ મહત્વપૂર્ણ છે.
Advertisement


મમતા બેનર્જીએ પણ દુ:ખ પ્રગટ કર્યું
કોલકાતામાં કાર્યક્રમ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું, "વડાપ્રધાનજી,  આજનો દિવસ તમારા માટે ખૂબ જ દુઃખદ છે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. હું તમને આ કાર્યક્રમ ટૂંકો કરવા વિનંતી કરીશ. " કારણ કે તમે હમણાં જ તમારી માતાના અંતિમ સંસ્કારમાંથી આવ્યા છો."

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.