Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કચ્છમાં યોજાનારી G-20 સમિટ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિનું આયોજન

કચ્છ (Kutchh)ના આંગણે આંતરરાષ્ટ્રીય G-20 સમિટ (G-20 Summit)યોજાવા રહી છે ત્યારે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે રહીને વિવિધ આયોજનમાં વ્યસ્ત હોવાની સાથે કચ્છની ભાતીગળતા દુનિયાના નકશામાં અંકિત થાય અને આવનારા ઉચ્ચાયુક્તો તેમના દેશોમાં મૌખિક પ્રચાર સાથે કચ્છના પ્રવાસનની પ્રશંસા કરી છૂટે તેવા પરિમાણો ઉમેરાયા છે. સાતમી ફેબ્રુઆરીના જ્યારે G-20ના જુદા જુદા  દેશના ઉચ્ચ અધિકારીઓ ધોરડો પહોંચે અને ત્
કચ્છમાં યોજાનારી  g 20 સમિટ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિનું આયોજન
કચ્છ (Kutchh)ના આંગણે આંતરરાષ્ટ્રીય G-20 સમિટ (G-20 Summit)યોજાવા રહી છે ત્યારે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે રહીને વિવિધ આયોજનમાં વ્યસ્ત હોવાની સાથે કચ્છની ભાતીગળતા દુનિયાના નકશામાં અંકિત થાય અને આવનારા ઉચ્ચાયુક્તો તેમના દેશોમાં મૌખિક પ્રચાર સાથે કચ્છના પ્રવાસનની પ્રશંસા કરી છૂટે તેવા પરિમાણો ઉમેરાયા છે. સાતમી ફેબ્રુઆરીના જ્યારે G-20ના જુદા જુદા  દેશના ઉચ્ચ અધિકારીઓ ધોરડો પહોંચે અને ત્યાર બાદ સફેદ રણની મુલાકાત લેવા જાય ત્યારે બે કિલોમીટરનો રોડ શો યોજાશે.
વિવિધ કાર્યક્રમોનું આયોજન 
 કચ્છી રોગાન કળા, આહિર ભરત, અરીસાનું ભરત, અન્ય પ્રકારનું ભરતગૂંથણ ઉપરાંત વિવિધ હસ્તકળાઓની એકસાથે પ્રસ્તુતિ કરવાના પ્રયાસો કરાશે. લોકસંગીતમાં જોડિયા પાવા, મોરચંગ, સુરંદો, ગડા ગમેલાના લોકસંગીત કલાકારો, કચ્છના નૃત્યો, ખરકી, મડવર્ક, ચર્મવર્ક, ઉનના કાપડની કારીગરી તથા અન્ય કળાઓનો સમાવેશ કરાયો છે. આ કળાઓના ફ્લોટ્સ તથા રસ્તાની બાજુમાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
કાર્યક્રમને લઈને વસુધૈવ કુટુમ્બકમના પોસ્ટર તૈયાર કરાયા છે
G-20ના સ્વચ્છ ભારત સાથે પણ કચ્છનું કલ્ચર દર્શાવવાનું છે અને સાથે સરકારી યોજનાઓ પણ લોકો સુધી પોસ્ટર, હોર્ડિંગ્સ સહિતના માધ્યમો સાથે પહોંચાડવામાં આવશે. પોસ્ટર, ભીંતચિત્રોની કામગીરીને આખરી ઓપ અપાઇ રહ્યો છે. તેમાં સ્વાગત,પાણી, સફાઇના સંદેશાઓ ઉપરાંત હસ્તકલા, ભુજની છતરડી, લખપતનો કિલ્લો, વિજય વિલાસ પેલેસ સહિતનો સમાવેશ કરાયો છે.
રંગોળી સહિતની પ્રવૃત્તિ યોજાઇ
કચ્છ જિલ્લાના ૧૯ ઘટકની આંગણવાડીમાં મહિલા અને બાળ વિભાગ દ્વારા જી- ૨૦ સમિટની થીમ આધારિત ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કિશોરીઓ દ્વારા જી-૨૦ સમિટના લોગોની રંગોળી ,ચિત્ર સ્પર્ધા ,સલાડ ડેકોરેશન, વકતૃત્વ સ્પર્ધા જેવી વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી હતી. વિશ્વના લોકોને વસુધૈવ કુટુંમ્બનો તથા એક જમીન ,એક કુટુંમ્બનો તેમજ વિશ્વના લોકોની સુખાકારી વિષે વિવિધ સંદેશ આપવામાં આવ્યા હતા. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.