Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જ્યારે લોકો નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત હતા ત્યારે જ દિલ્હીની ધરતી ધ્રુજી

31મી ડિસેમ્બરે રાત્રે 1.19 વાગે ભૂકંપના આંચકાભૂકંપની તીવ્રતા 3.8 નોંધાઇદિલ્હી અને હરિયાણામાં અનુભવાયા આંચકાનવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. 31 ડિસેમ્બરની રાત્રે લોકો નવા વર્ષની ઉજવણીમાં મગ્ન હતા, ત્યારે દેશની રાજધાની દિલ્હી (Delhi) અને તેની આસપાસના વિસ્તારો તથા હરિયાણા (Haryana)માં ભૂકંપ (Earthquake)ના આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં મધરાતે 1.19 વાગ્યે ભૂકંપના આંચકા અà
જ્યારે લોકો નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત હતા ત્યારે જ દિલ્હીની ધરતી ધ્રુજી
  • 31મી ડિસેમ્બરે રાત્રે 1.19 વાગે ભૂકંપના આંચકા
  • ભૂકંપની તીવ્રતા 3.8 નોંધાઇ
  • દિલ્હી અને હરિયાણામાં અનુભવાયા આંચકા
નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. 31 ડિસેમ્બરની રાત્રે લોકો નવા વર્ષની ઉજવણીમાં મગ્ન હતા, ત્યારે દેશની રાજધાની દિલ્હી (Delhi) અને તેની આસપાસના વિસ્તારો તથા હરિયાણા (Haryana)માં ભૂકંપ (Earthquake)ના આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં મધરાતે 1.19 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 3.8 માપવામાં આવી હતી. આ ભૂકંપમાં હજુ સુધી કોઈ નુકસાન કે જાનહાનિ અંગે કોઈ માહિતી નથી.

 ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના ઝજ્જરમાં
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના ઝજ્જરમાં હતું. તેની ઊંડાઈ જમીનથી 5 કિમી નીચે હતી. આ પહેલા 29 નવેમ્બરે દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 2.5 માપવામાં આવી હતી. નવી દિલ્હીનો પશ્ચિમ વિસ્તાર ભૂકંપનું કેન્દ્ર હતું, જેની ઉંડાઈ 5 કિમી હતી. આ પહેલા પણ 12 નવેમ્બરે દિલ્હી-NCR અને ઉત્તરાખંડમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.
Advertisement

 મહેન્દ્રગઢ-દહેરાદૂન ફોલ્ટ લાઇનની નજીક ઘણીવાર ભૂકંપ 
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી એ દેશમાં સિસ્મિક ગતિવિધિઓ પર નજર રાખવા માટે ભારત સરકારની નોડલ એજન્સી છે.  રોહતક-ઝજ્જરમાંથી પસાર થતી મહેન્દ્રગઢ-દહેરાદૂન ફોલ્ટ લાઇનની નજીક ઘણીવાર ભૂકંપ આવે છે, જેના પર નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી સીધી નજર રાખે છે. આજે વહેલી સવારે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે હરિયાણામાં જમીનથી માત્ર 5 કિલોમીટર નીચે ભૂકંપનો આંચકો નોંધાયો હતો, જેના કારણે ઘણા વિસ્તારોમાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો.

 નવા વર્ષના પહેલા દિવસે ભૂકંપના આંચકા 
ઉલ્લેખનીય છે કે નવા વર્ષના પહેલા દિવસે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હરિયાણાના ઝજ્જર જિલ્લા સહિત દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 9 નવેમ્બરે પણ દિલ્હી-NCRમાં ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ ભારત, ચીન અને નેપાળમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 6.3 હતી. ભારતમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ સહિત 7 રાજ્યોમાં ભૂકંપ આવ્યો હતો. તે જ સમયે, નેપાળમાં ભૂકંપના કારણે સૌથી વધુ વિનાશના સમાચાર સામે આવ્યા હતા. ભૂકંપના કારણે ઘણા મકાનો ધરાશાયી થયા હતા અને 6 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.