Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'પાર્વતી'ને એક લાખની બાઇક પર બેસાડી મોંઘવારીનો વિરોધ કરવા નીકળ્યા 'શિવજી', પહોંચ્યા જેલ

વિવાદ શનિવારની સાંજે શરૂ થયો જ્યારે એક મહિલા અને એક પુરુષ શિવ અને પાર્વતીના વેશમાં મોંધવારીનો વિરોધ કરવા રોડ પર નીકળી પડ્યાં હતા. દેશમમાં પેટ્રોલ ડિઝલ, ખાદ્યપદાર્થો અને અન્ય વસ્તુઓની વધતી કિંમતોના વિરોધમાં રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યાં હતાં. હિન્દુ સનાતન ધર્મની ભાવનાઓને ઠેસ એક તરફ દેશભરમાં દિગ્દર્શક લીના મણિમેકલાઈની ફિલ્મ 'કાલી'ના પોસ્ટર પર દેશવ્યાપી આક્રોશ છેતેની વચ્ચà«
 પાર્વતી ને એક લાખની બાઇક પર બેસાડી મોંઘવારીનો વિરોધ કરવા નીકળ્યા  શિવજી   પહોંચ્યા જેલ
વિવાદ શનિવારની સાંજે શરૂ થયો જ્યારે એક મહિલા અને એક પુરુષ શિવ અને પાર્વતીના વેશમાં મોંધવારીનો વિરોધ કરવા રોડ પર નીકળી પડ્યાં હતા. દેશમમાં પેટ્રોલ ડિઝલ, ખાદ્યપદાર્થો અને અન્ય વસ્તુઓની વધતી કિંમતોના વિરોધમાં રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યાં હતાં. 

હિન્દુ સનાતન ધર્મની ભાવનાઓને ઠેસ 
એક તરફ દેશભરમાં દિગ્દર્શક લીના મણિમેકલાઈની ફિલ્મ 'કાલી'ના પોસ્ટર પર દેશવ્યાપી આક્રોશ છેતેની વચ્ચે આસામના નાગાંવમાં એક પુરુષ અને એક મહિલાએ ભગવાન શિવ અને દેવી પાર્વતીના રૂપમાં પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જેને લઈને વિવાદ સર્જાયો છે. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના નાગાંવ જિલ્લા એકમો દ્વારા આ ઘટનાની સખત નિંદા કરવામાં આવી છે. તેમણે આરોપ લગાવ્યો કે હિન્દુ સનાતન ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચી છે.વિવાદ શનિવારની સાંજે શરૂ થયો હતો જ્યારે શિવ અને પાર્વતીના વેશમાં એક મહિલા અને એક પુરુષ  વધતી મોંધવારીનો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા.  જો કે નવાઇની વાત એ હતી કે બંને લાખ રુપિયાની બાઇક પર સવાર હતા. તેઓ આ બાઇક પર નાગાંવના કોલેજ ચોક પહોંચ્યા. અહીં તેમણે એક નાટક ભજવ્યું હતું. 
 
Advertisement

વધતી મોંઘવારીનો વિરોધ 
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા, ભગવાન શિવનો વેશ ધારણ કરેલા અભિનેતાએ કહ્યું કે સરકાર ફક્ત મૂડીવાદીઓના હિતમાં કામ કરી રહી છે અને સામાન્ય લોકોના પ્રશ્નોની ચિંતા કરતી નથી. ત્યારબાદ તેમણે હાજર શેરીના  સ્થાનિક લોકોને શેરીઓમાં આવીને વધતી મોંઘવારીનો વિરોધ કરવા વિનંતી કરી.

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે વિરોધ કર્યો 
આ પછી કલાકાર બડા બજાર વિસ્તારમાં પહોંચ્યા અને આવા જ શેરી નાટક કર્યા. આ સ્ટંટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનું ધ્યાન ખેંચ્યું હતું. તેમણે આ નાટકની ટીકા કરી અને યુવા કપલ પર હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો. આ પછી અભિનેતા જોડી (બિરિંચી બોરા અને કરિશ્મા) વિરુદ્ધ નાગાંવ સદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.  ફરિયાદ બાદ પોલીસે આ બંન્ને કાલાકારોની ધરપકડ કરી લીધી છે.
Assam, Assam Police, National News 
Tags :
Advertisement

.