Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોલકાતા હાઈકોર્ટમાંથી પરેશ રાવલને મળી મોટી રાહત, જાણો શું હતો સમગ્ર મામલો

બોલિવૂડ (Bollywood) એક્ટર અને બીજેપી નેતા પરેશ રાવલ (Paresh Rawal) ગયા વર્ષે ગુજરાત ચૂંટણી દરમિયાન એક રેલીમાં આપેલા નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા હતા. તેમણે એવી વાત કહી હતી જેના પર બંગાળના લોકો ખૂબ નારાજ થયા હતા. આ મામલે લોકો પરેશ રાવલને હાઈકોર્ટમાં ખેંચી ગયા હતા. હવે તેમને કોલકાતા હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે અને હવે કોર્ટે તેમની સામેનો કેસ ડિસમિસ કરવાનો આદેશ આપ્યો છે.અભિનેતા પરેશ રાવલને કો
કોલકાતા હાઈકોર્ટમાંથી પરેશ રાવલને મળી મોટી રાહત  જાણો શું હતો સમગ્ર મામલો
બોલિવૂડ (Bollywood) એક્ટર અને બીજેપી નેતા પરેશ રાવલ (Paresh Rawal) ગયા વર્ષે ગુજરાત ચૂંટણી દરમિયાન એક રેલીમાં આપેલા નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા હતા. તેમણે એવી વાત કહી હતી જેના પર બંગાળના લોકો ખૂબ નારાજ થયા હતા. આ મામલે લોકો પરેશ રાવલને હાઈકોર્ટમાં ખેંચી ગયા હતા. હવે તેમને કોલકાતા હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે અને હવે કોર્ટે તેમની સામેનો કેસ ડિસમિસ કરવાનો આદેશ આપ્યો છે.
અભિનેતા પરેશ રાવલને કોલકાતા હાઈકોર્ટમાંથી રાહત મળી
અભિનેતા પરેશ રાવલને કોલકાતા હાઈકોર્ટમાંથી રાહત મળી છે. બંગાળીઓ પરના તેમના નિવેદનને લઈને કોલકાતા પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી, જેને કોર્ટે રદ કરવાનો આદેશ આપ્યો છે. CPI(M) ના રાજ્ય સચિવ મોહમ્મદ સલીમ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરના આધારે તેમને પોલીસ સ્ટેશનમાં હાજરીની નોટિસ આપવામાં આવી હતી. આ વખતે તેમણે કોર્ટનો દરવાજો ખટખટાવતા તાલતાલા પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાની નોટિસને પડકારી હતી. તેમની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે તેમની સામે નોંધાયેલ કેસને ફગાવી દીધો હતો.
કોલકાતા પોલીસે તેમને સમન્સ મોકલ્યું હતું
પરેશ રાવલ સામે સીપીઆઈ(એમ)ના નેતા એમડી સલીમે કોલકાતાના તાલતાલામાં કેસ દાખલ કર્યો હતો. આના પર કોલકાતા પોલીસે તેમને સમન્સ મોકલ્યું હતું, પરંતુ તે હાજર થયા ન હતા. બાદમાં પરેશ રાવલે સમન્સ અને કેસ સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટના જસ્ટિસ મંથાએ કેસની સુનાવણી કરતા કહ્યું કે પરેશ રાવલે ગુજરાતી ભાષામાં સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને માફી માંગી છે. કોર્ટે આ કેસને ફગાવી દીધો હતો અને પરેશ રાવલ સામેની તમામ તપાસ પર રોક લગાવી દીધી હતી.
વલસાડમાં પ્રચાર દરમિયાન નિવેદન આપ્યું હતું
તમને જણાવી દઈએ કે વલસાડમાં પ્રચાર દરમિયાન અભિનેતા અને બીજેપી નેતા પરેશ રાવલે કહ્યું હતું કે 'ગેસ સિલિન્ડર મોંઘા છે, પરંતુ તેની કિંમત ઓછી થશે. લોકોને રોજગારી પણ મળશે. પરંતુ જો રોહિંગ્યા સ્થળાંતર કરનારા અને બાંગ્લાદેશીઓ દિલ્હીની જેમ તમારી આસપાસ રહેવા લાગે તો? તમે ગેસ સિલિન્ડરનું શું કરશો? બંગાળીઓ માટે માછલી રાંધશો? આ ટીપ્પણીને લઈને બંગાળીઓમાં રોષ ફેલાયો હતો અને પરેશ રાવલની આકરી ટીકા થઈ હતી. આ નિવેદન સામે, CPI(M)ના રાજ્ય સચિવ મોહમ્મદ સલીમે અભિનેતા વિરુદ્ધ તાલતાલા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. આ જ જોઈને અભિનેતા પરેશ રાવલને લાલબજાર બોલાવવામાં આવ્યા હતા. પરેશ રાવલ વિરુદ્ધ દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા, ઈરાદાપૂર્વક અપમાન કરવા, જાહેરમાં ઉપહાસ કરવાના અનેક આરોપો પર કેસ નોંધવામાં આવ્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.