કોંગ્રેસ પ્રમુખ પદ માટે હવે આ બે નેતા વચ્ચે કાંટાની ટક્કર
કોંગ્રેસ (Congress) પ્રમુખપદની ચૂંટણીમાં હવે મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Khadge) અને શશી થરૂર (Shashi Tharoor) વચ્ચે સીધો મુકાબલો થશે. અશોક ગેહલોત (Ashok Gehlot) બાદ દિગ્વિજય સિંહ (Digvijay Singh) પણ રેસમાંથી બહાર થઈ ગયા છે. થરૂર અને મલ્લિકાર્જુન ખડગે બંનેમાં મલ્લિકાર્જુન ખડગે રેસમાં આગળ જણાઇ રહ્યા છે કારણ કે માનવામાં આવે છે કે તેઓ હાઈકમાન્ડની સંમતિ પછી જ મેદાનમાં ઉતર્યા છે. તેથી તેમને વધુ સમર્થન મળવાની શક્યતા છે. ઝારખંડàª
09:08 AM Sep 30, 2022 IST
|
Vipul Pandya
કોંગ્રેસ (Congress) પ્રમુખપદની ચૂંટણીમાં હવે મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Khadge) અને શશી થરૂર (Shashi Tharoor) વચ્ચે સીધો મુકાબલો થશે. અશોક ગેહલોત (Ashok Gehlot) બાદ દિગ્વિજય સિંહ (Digvijay Singh) પણ રેસમાંથી બહાર થઈ ગયા છે. થરૂર અને મલ્લિકાર્જુન ખડગે બંનેમાં મલ્લિકાર્જુન ખડગે રેસમાં આગળ જણાઇ રહ્યા છે કારણ કે માનવામાં આવે છે કે તેઓ હાઈકમાન્ડની સંમતિ પછી જ મેદાનમાં ઉતર્યા છે. તેથી તેમને વધુ સમર્થન મળવાની શક્યતા છે.
ઝારખંડના કોંગ્રેસ નેતા કે.એન.ત્રિપાઠીએ પણ આજે ઉમેદવારી નોંધાવી હતી. હવે ત્રીકોણીય મુકાબલો થઇ શકે છે
બંને નેતાઓએ ફોર્મ ભર્યા
મલ્લિકાર્જુન ખડગે અને શશી થરુરે આજે પ્રમુખ પદની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી દીધી છે. બંને નેતાઓએ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચીને ઉમેદવારી ફોર્મ ભરી લીધુ હતું. મલ્લિકાર્જુન ખડગેએ ફોર્મ ભર્યું ત્યારે ઘણા વરિષ્ટ નેતાઓ પણ હાજર હતા.
છેલ્લી ઘડીએ ખડગેની એન્ટ્રી
આ રેસમાં મલ્લિકાર્જુન ખડગેની એન્ટ્રી પણ છેલ્લે થઈ હતી. અશોક ગેહલોત પ્રમુખ પદની રેસમાંથી બહાર થયા બાદ દિગ્વિજય સિંહના નામની સૌથી વધુ ચર્ચા થઈ હતી. તેમણે ગઈકાલે કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયમાંથી ફોર્મ લીધું હતું અને કહ્યું હતું કે તેઓ કદાચ આવતીકાલે 30 સપ્ટેમ્બરે ઉમેદવારી નોંધાવશે. પરંતુ છેલ્લી ઘડીએ મલ્લિકાર્જુન ખડગેનું નામ સામે આવ્યું અને દિગ્વિજય સિંહે ખડગેના સમર્થનમાં ઉમેદવારી ના કરવાની જાહેરાત કરી હતી
ખડગેજી મારા નેતા, મારા વરિષ્ઠ - દિગ્વિજય સિંહ
દિગ્વિજય સિંહે કહ્યું કે તેઓ પાર્ટી અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે નહીં, પરંતુ તેમના સહયોગી મલ્લિકાર્જુન ખડગેના નામાંકનમાં પ્રસ્તાવક હશે. સિંહે કહ્યું કે તેમણે આખી જિંદગી કોંગ્રેસ માટે કામ કર્યું છે અને કરતા રહેશે. સિંહે કહ્યું, કે ખડગેજી મારા નેતા અને મારા વરિષ્ઠ છે. મેં ગઈ કાલે તેમને પૂછ્યું હતું કે શું તેઓ ચૂંટણી લડવા માગે છે. તેમણે ના પાડી દીધી હતી. આજે હું તેમને ફરીથી મળ્યો. મેં તેમને કહ્યું કે જો તે ચૂંટણી લડશે તો હું તેમને સંપૂર્ણ સમર્થન આપીશ. હું તેમની સામે ચૂંટણી લડવાનું વિચારી પણ શકતો નથી. તે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે અને હું તેમનો પ્રસ્તાવક બનીશ.
ગાંધી પરિવાર પ્રત્યેની મારી પ્રતિબદ્ધતા સાથે કોઈ સમાધાન નહીં
તેમણે કહ્યું, કે હું જીવનમાં કેટલીક બાબતોમાં સમાધાન કરી શકતો નથી. હું દલિત, આદિવાસી અને અન્ય પછાત વર્ગના મુદ્દાઓ પર સમાધાન કરી શકતો નથી. હું સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડનારાઓ સાથે સમાધાન કરી શકતો નથી અને ગાંધી પરિવાર પ્રત્યેની મારી પ્રતિબદ્ધતા સાથે સમાધાન કરતો નથી.
આજે નોમિનેશનનો છેલ્લો દિવસ છે
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુરુવારે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ સિંહે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરતા ઉમેદવારી પત્રોના 10 સેટ લીધા હતા. કોંગ્રેસના 'એક વ્યક્તિ, એક પદ'ના નિયમ હેઠળ ચૂંટણી લડવા માટે ગેહલોતને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું હતું. આજે ઉમેદવારી કરવાનો છેલ્લો દિવસ છે અને ઉમેદવારો સવારે 11 થી બપોરના 3 વાગ્યા સુધી ઉમેદવારી પત્રો ભરી શકશે. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે 17 ઓક્ટોબરે મતદાન થશે અને 19 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે.
Next Article