Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ખાટલો

'હવે મનોજની વહુને નિરાંત! બાપાનું કર્યું, માજીએ તો કસ કાઢ્યો, પંદર વર્ષે ખાટલો ખાલી કર્યો. વહુ પોતે ડોશી થઈ ગઈ! પાતળી પરિસ્થિતિ, ઘરનો માણસેય ઓટીવાર!' સવુમાને કાઢી ગયાં પછી સ્ત્રીઓ વાતે ચડી.'ચાલો, આ ખાટલાને ખાલી કરો. હમણાં સ્મશાનેથી સંદેશો આવશે એટલે ન્હાવાધોવાનું પતે. જો ફૉનેય આવ્યો!' 'હેં! અરર! અલીઓ, ઝટ ખાટલો ઢાળો! મનોજને લકવાનો બીજો હુમલો આવ્યો છે!' વહુ થોડીવાર માટે કાઢેલી ઘૂંટણની કૅપ પàª
04:39 AM Jul 03, 2022 IST | Vipul Pandya
"હવે મનોજની વહુને નિરાંત! બાપાનું કર્યું, માજીએ તો કસ કાઢ્યો, પંદર વર્ષે ખાટલો ખાલી કર્યો. વહુ પોતે ડોશી થઈ ગઈ! પાતળી પરિસ્થિતિ, ઘરનો માણસેય ઓટીવાર!" સવુમાને કાઢી ગયાં પછી સ્ત્રીઓ વાતે ચડી.
"ચાલો, આ ખાટલાને ખાલી કરો. હમણાં સ્મશાનેથી સંદેશો આવશે એટલે ન્હાવાધોવાનું પતે. જો ફૉનેય આવ્યો!" 
"હેં! અરર! અલીઓ, ઝટ ખાટલો ઢાળો! મનોજને લકવાનો બીજો હુમલો આવ્યો છે!" 
વહુ થોડીવાર માટે કાઢેલી ઘૂંટણની કૅપ પહેરીને કમરે હાથ દબાવતી ઉભી થવા મથી.
- દિના રાયચુરા
Tags :
GujaratFirstPoemShortStory
Next Article