Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગાઢ ધુમ્મસ અને ઠંડી લહેરોની લપેટમાં ઉત્તર ભારત ,ઓછી વિઝિબિલિટીના કારણે ઘણી ટ્રેનો મોડી પડી

પંજાબ, હરિયાણા અને ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનથી પૂર્વી ઉત્તર પ્રદેશ બુધવારે તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસની ઝપેટમાં હતા. રાષ્ટ્રીય રાજધાની અને પડોશી વિસ્તારોમાં વિઝીબિલીટીમાં થોડો સુધારો થયો હોવા છતાં, સવારે ભારે ધુમ્મસને કારણે રેલ અને માર્ગ વાહનવ્યવહાર ખોરવાયો હતો અને ઘણી ટ્રેનો મોડી પડી હતી. કાશ્મીરમાં સૌથી સખત શિયાળાની મોસમ 'ચિલ્લા-એ-કલાન' શરૂ થઈ છે, જેમાં જળાશયો અને નદીઓ થીજી જાય àª
ગાઢ ધુમ્મસ અને ઠંડી લહેરોની લપેટમાં ઉત્તર ભારત  ઓછી વિઝિબિલિટીના કારણે ઘણી ટ્રેનો મોડી પડી
પંજાબ, હરિયાણા અને ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનથી પૂર્વી ઉત્તર પ્રદેશ બુધવારે તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસની ઝપેટમાં હતા. રાષ્ટ્રીય રાજધાની અને પડોશી વિસ્તારોમાં વિઝીબિલીટીમાં થોડો સુધારો થયો હોવા છતાં, સવારે ભારે ધુમ્મસને કારણે રેલ અને માર્ગ વાહનવ્યવહાર ખોરવાયો હતો અને ઘણી ટ્રેનો મોડી પડી હતી. કાશ્મીરમાં સૌથી સખત શિયાળાની મોસમ 'ચિલ્લા-એ-કલાન' શરૂ થઈ છે, જેમાં જળાશયો અને નદીઓ થીજી જાય છે.
ઉ.ભારતમાં હાલ ઠંડીથી રાહત નહીં
ભારતીય હવામાન વિભાગ (IMD)એ કહ્યું છે કે હવે કોઈ રાહત નહીં મળે. ગંગાના મેદાનો પર ભેજ અને હળવા પવનને કારણે આગામી 24 કલાક દરમિયાન રાત્રે અને વહેલી સવારના કલાકો દરમિયાન પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે. આગામી કેટલાક દિવસો સુધી લઘુત્તમ તાપમાન પાંચ ડિગ્રી અને મહત્તમ તાપમાન 20 ડિગ્રી રહેવાની શક્યતા છે. ગાઢ ધુમ્મસના કારણે લખનૌ-ગોરખપુર નેશનલ હાઈવે પર બસ એક ટ્રક સાથે અથડાઈ અને પલટી ખાઈ ગઈ. જે બાદ એક પછી એક અનેક વાહનો બસ સાથે અથડાયા હતા. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 11 લોકો ઘાયલ થયા છે.

ઓછી વિઝિબિલિટીના કારણે ઘણી ટ્રેનો વિલંબમાં 
IMD અનુસાર, બુધવારે સવારે 5:30 વાગ્યે ભટિંડામાં વિઝિબિલિટી 0 મીટર, અમૃતસર, ગંગાનગર અને બરેલીમાં 25-25 મીટર અને અંબાલા, બહરાઇચ અને વારાણસીમાં 50-50 મીટર હતી. ઓછી વિઝિબિલિટીના કારણે ઘણી ટ્રેનો દોઢથી પાંચ કલાક મોડી પડી હતી. મુખ્ય જનસંપર્ક અધિકારી (સીપીઆરઓ)ના જણાવ્યા અનુસાર  મૌ-આનંદ વિહાર એક્સપ્રેસ 2:30 કલાક, પુરી-નવી દિલ્હી પુરૂષોત્તમ એક્સપ્રેસ 4 કલાક, ગયા-નવી દિલ્હી મહાબોધી એક્સપ્રેસ ચાર કલાક, ગાઝીપુર-આનંદ વિહાર એક્સપ્રેસ 4:30 કલાક મોડી ચાલી રહી છે.
ધુમ્મસને કારણે ખોરવાયો ટ્રાફિક 
બુધવારે સવારે ગાઢ ધુમ્મસને કારણે રાષ્ટ્રીય રાજધાનીમાં પણ રોડ ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. ઓછી વિઝિબિલિટીના કારણે અનેક જગ્યાએ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જો કે એરપોર્ટ પર ફ્લાઈટને કોઈ અસર થઈ નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે મંગળવારે રાત્રે ચંદીગઢ, વારાણસી અને લખનૌમાં ગાઢ ધુમ્મસને કારણે ત્રણ ફ્લાઈટ્સ દિલ્હી પરત આવી હતી અથવા તો તેને ડાયવર્ટ કરવામાં આવી હતી. બુધવારે પાલમ એરપોર્ટ પર વિઝિબિલિટી 400 મીટર અને સફદરજંગ એરપોર્ટ પર 500 મીટર હતી, મંગળવારે બંને જગ્યાએ 50 મીટર વિઝિબિલિટી હતી. IMDના એક અધિકારીએ જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ પવનોને કારણે વિઝિબિલિટીમાં થોડો સુધારો થયો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.