Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુરતની નવી સિવિલહોસ્પિટલમાં નવજાત બાળકીને ત્યજીને મા-બાપ ફરાર, પોલીસે ઝડપ્યા તો સામે આવી કરુણ દાસ્તાન

પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કામરેજમાં મજૂરી કામ માટે આવેલા શ્રમજીવી પરિવારને બાળકીનો જન્મ થયો હતો. કામરેજમાં જન્મેલી નવજાત બાળકીનો ઉપરનો હોઠ જન્મથી કપાયેલો હતો,જેથી બાળકી ને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, નવજાત માસૂમ બાળકીની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી,તે સમયે મોકો જોઈ પહેલાં પિતા અને બાદમાં બાળકીની માતà
07:01 AM Jan 14, 2023 IST | Vipul Pandya
પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કામરેજમાં મજૂરી કામ માટે આવેલા શ્રમજીવી પરિવારને બાળકીનો જન્મ થયો હતો. કામરેજમાં જન્મેલી નવજાત બાળકીનો ઉપરનો હોઠ જન્મથી કપાયેલો હતો,જેથી બાળકી ને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, નવજાત માસૂમ બાળકીની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી,તે સમયે મોકો જોઈ પહેલાં પિતા અને બાદમાં બાળકીની માતા ગાયબ થઇ હતી,જો કે માતા-પિતાની ભાળ ન મળતા સિવિલ હોસપિટલનું તંત્ર દોડતું થયું હતું,ત્યાર બાદ નવજાતને માતા પિતા છોડીને જતા જતા રહ્યા હોવાની પોલીસને જાણ કરાતાં ખટોદરા પોલીસ પણ દોડતી થઈ હતી,
આ રીતે પોલીસે બાળકીના મા-બાપને શોધ્યા 
માતા પિતા ગુમ થયાનું જાણવા મળતા ખટોદરા પોલીસે સમગ્ર મામલે માસૂમ બાળકી માટે હોસ્પિટલના દરેક સીસીટીવી ફૂટેજ ફંફોળ્યા હતા.. સાથેજ  સિવિલ હોસ્પિટલનો ચોપડો ખોલી ચોપડામાં નોંધાયેલા એડ્રે ના આધારે માતા-પિતા ઉચ્છલ તાલુકાના રહેવાસી હોવાનું પોલીસે શોધી નાખ્યું હતું,ત્યાર બાદ સુરતની ખટોદરા પોલસે ઉચ્છલ તાલુકાના પોલીસ અને સરપંચનો સંપર્ક કરી માતા-પિતાને શોધી નાખ્યાં હતા, તમામને ગુરુવારે રાત્રે નવ વાગ્યના અરસામાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પોલીસ જોઇ ઘબરાયેલા માતા-પિતા એ બાળકીને તરછોડવા પાછળનું કારણ અને પોતાની ગરીબીની દાસ્તાન જણાવી હતી  
બાળકીનો હોઠ જન્મથી કપાયેલો હતો 
પોલીસ ના કહેવા અનુસાર માતા પિતા કામરેજમાં મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવી ત્યાં જ રહેતા હોવાનું જણાવ્યું અને બાળકીનો જન્મ પણ કામરેજમાં થયો હોવાની વાત કરી, પરંતુ બાળકીનો ઉપરનો હોઠ  જન્મથી કપાયેલો હોવાથી તેને નવી સિવિલમાં ખસેડી હતી પરંતુ તે વખતે માતા પિતા પાસે એક જોડી કપડાં સિવાય બીજા કોઇ કપડાં ન હતા સાથે જ પૈસા પણ નહિ હોવાનું કહ્યું હતું. જેથી માતા પિતા માસૂમ નવજાત બાળકીને નવી સિવિલ હોસ્પિટલમાં છોડી દીધી હતી તેમની પાસે નવા કપડાં અને રૂપિયા પૈસા નહિ હોવાથી પિતા વતન જતા રહ્યા તો બીજી તરફ પ્રથમ વખત સુરત શહેરમાં આવેલી ગભરાયેલી બાળકીની માતા પણ બીજી બસ કરી વતન જતી રહી હતી, આ સ્થિતિ જોઇ ગરીબી અને લાચારી માં બાળકી ને તરછોડી હોવાનું જણાતા પોલીસે શ્રમજીવી મજૂરી કરતા માતા પિતાને આર્થિક મદદ કરી હતી 
આ પણ વાંચોઃ  આ વિસ્તારમાં ચોર લુંટારૂ નથી છતાં અહીંના લોકો ને લાગે છે ડર જાણો કેમ ?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
abandoneabandonedArrestbabygirlGujaratFirstHospitalnewbornparentspoliceSurat
Next Article