ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મોંઘવારીથી નવા વર્ષની શરુઆત,આજથી કોમર્શિયલ LPG સિલિન્ડર મોંઘો

આજથી નવું વર્ષ (New Year) 2023 શરૂ થયું છે અને  મોંઘવારી (Inflation)થી વર્ષના પહેલા દિવસથી શરુઆત થઇ છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર (Commercial LPG Cylinder)માં 25 રુપિયાનો વધારો થયો છે.  પહેલા જ દિવસથી સામાન્ય માણસ સાથે જોડાયેલા ઘણા મહત્વપૂર્ણ ફેરફારો થયા છે. આવા ઘણા ફેરફારો છે, જેની સીધી અસર તમારા નાણાકીય સ્વાસ્થ્ય પર પડશે. બેંકિંગ સંબંધિત નિયમોથી લઈને એલપીજી સિલિન્ડરના ભાવમાં (Price Hike) ફેરફાર કરવામાં આવ્યા છે. જાણો આજàª
04:29 AM Jan 01, 2023 IST | Vipul Pandya
આજથી નવું વર્ષ (New Year) 2023 શરૂ થયું છે અને  મોંઘવારી (Inflation)થી વર્ષના પહેલા દિવસથી શરુઆત થઇ છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર (Commercial LPG Cylinder)માં 25 રુપિયાનો વધારો થયો છે.  પહેલા જ દિવસથી સામાન્ય માણસ સાથે જોડાયેલા ઘણા મહત્વપૂર્ણ ફેરફારો થયા છે. આવા ઘણા ફેરફારો છે, જેની સીધી અસર તમારા નાણાકીય સ્વાસ્થ્ય પર પડશે. બેંકિંગ સંબંધિત નિયમોથી લઈને એલપીજી સિલિન્ડરના ભાવમાં (Price Hike) ફેરફાર કરવામાં આવ્યા છે. જાણો આજથી કયા મોટા ફેરફારો થઈ રહ્યા છે.

કોમર્શિયલ એલપીજી સિલિન્ડર મોંઘો
ગેસ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજીના ભાવમાં ફેરફાર કરે છે. આવી સ્થિતિમાં નવા વર્ષની શરૂઆતમાં 1 જાન્યુઆરી 2023ના રોજ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. 1 જાન્યુઆરી 2023થી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતો યથાવત છે. હવે કોમર્શિયલ સિલિન્ડર માટે 25 રૂપિયા વધુ ખર્ચવા પડશે. 

ઈલેક્ટ્રોનિક બિલના નિયમોમાં ફેરફાર 
1 જાન્યુઆરી, 2023થી GST ઈ-ઈનવોઈસિંગ અથવા ઈલેક્ટ્રોનિક બિલના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. સરકારે ઈ-ઈનવોઈસિંગ માટે 20 કરોડ રૂપિયાની મર્યાદા ઘટાડીને 5 કરોડ રૂપિયા કરી દીધી છે. આ નિયમ 2023ના પહેલા દિવસથી લાગુ થશે. આ નિયમ લાગુ થવાથી હવે એવા ઉદ્યોગપતિઓ માટે ઈલેક્ટ્રોનિક બિલ જનરેટ કરવું જરૂરી બનશે જેમનો વાર્ષિક 5 કરોડથી વધુનો બિઝનેસ છે.

બેંકોની જવાબદારી વધશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જારી કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા અનુસાર, 1 જાન્યુઆરી, 2023થી, બેંક લોકર સંબંધિત નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. નવા નિયમો લાગુ થયા બાદ બેંકો નિયંત્રણમાં આવી જશે અને તેઓ બેંક લોકરને લઈને ગ્રાહકો સાથે મનમાની કરી શકશે નહીં. આ પછી બેંકોની જવાબદારી વધુ વધશે. કારણ કે લોકરમાં રાખેલા ગ્રાહકના સામાનને કોઈ પણ કારણસર નુકસાન થશે તો તેની જવાબદારી બેંકની રહેશે. જણાવી દઈએ કે ગ્રાહકોએ 31 ડિસેમ્બર સુધી બેંક સાથે એક કરાર પર હસ્તાક્ષર કરવા પડશે, જેના દ્વારા ગ્રાહકોને SMS અને અન્ય માધ્યમો દ્વારા લોકરના નિયમોમાં ફેરફાર વિશે જાણ કરવામાં આવશે.
HDFC ક્રેડિટ કાર્ડની શરતો
ખાનગી ક્ષેત્રની બેંક HDFC એ તેના ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે, જે 1 જાન્યુઆરી 2023 થી અમલમાં આવી રહ્યો છે. જો તમે આ બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમારા માટે આ ફેરફારને જાણવો મહત્વપૂર્ણ છે.  HDFC ક્રેડિટ કાર્ડના પેમેન્ટ પર મળતા રિવોર્ડ પોઈન્ટનો નિયમ બદલાવા જઈ રહ્યો છે. તમારા માટે 31 ડિસેમ્બર 2022 સુધીમાં તમારા બધા રિવોર્ડ પૉઇન્ટની ચુકવણી કરવી વધુ સારું રહેશે.
કાર ખરીદવા માટે વધુ ખર્ચ કરવો પડશે
જો તમે પણ નવા વર્ષમાં તમારા અથવા તમારા પરિવાર માટે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે વધુ ખર્ચ કરવો પડી શકે છે.  2023 ની શરૂઆતથી, મારુતિ સુઝુકી, MG મોટર્સ, હ્યુન્ડાઈ, રેનોથી લઈને ઓડી અને મર્સિડીઝ જેવી કંપનીઓ તેમના વાહનોની કિંમતમાં વધારો કરવા જઈ રહી છે. ટાટા દ્વારા 2 જાન્યુઆરી, 2023થી તેના કોમર્શિયલ વાહનોની કિંમતમાં વધારો કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

IMEI રજીસ્ટ્રેશન જરૂરી રહેશે
આ પાંચ મોટા ફેરફારો સાથે, 1 જાન્યુઆરી, 2023 થી, એક નવો નિયમ ફોન ઉત્પાદક કંપનીઓ અને તેની આયાત-નિકાસ કંપનીઓ માટે પણ આવશે. આ અંતર્ગત કંપનીઓ માટે દરેક ફોનના IMEI નંબરનું રજીસ્ટ્રેશન જરૂરી રહેશે. ટેલિકોમ્યુનિકેશન વિભાગે IMEI સાથે છેડછાડના મામલાઓને રોકવા માટે આ તૈયારી કરી છે. વિદેશી પ્રવાસીઓ સાથે ભારતમાં આવેલા ફોનનું રજિસ્ટ્રેશન પણ ફરજિયાત રહેશે.
આ પણ વાંચો--2023ના વર્ષમાં આ ક્ષેત્રોમાં દેશવાસીઓની છાતી ગજ ગજ ફુલશે, ભારતનો રહેશે દબદબો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CommercialLPGCylinderGujaratFirstInflationNewYearpricehike
Next Article