Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેને તોડ્યો બુલેટ ટ્રેનનો રેકોર્ડ

ત્રીજી અને નવી વંદે ભારત એક્સપ્રેસે ટ્રાયલ રન દરમિયાન માત્ર 52 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરીને બુલેટ ટ્રેનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાણકારી આપી છે.  તેમણે એમ પણ કહ્યું કે ફોટોકેટાલિટીક એર પ્યુરીફાયર સિસ્ટમ નવી વંદે ભારત ટ્રેનને કોરોના સહિત તમામ હવાથી ફેલાતા તમામ રોગોથી મુક્ત રાખશે. ભારતની આ સેમી-હાઈ સ્પીડ ટ્રેન આગામી થોડા અઠવાડિ
નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેને તોડ્યો બુલેટ ટ્રેનનો રેકોર્ડ
ત્રીજી અને નવી વંદે ભારત એક્સપ્રેસે ટ્રાયલ રન દરમિયાન માત્ર 52 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરીને બુલેટ ટ્રેનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાણકારી આપી છે.  તેમણે એમ પણ કહ્યું કે ફોટોકેટાલિટીક એર પ્યુરીફાયર સિસ્ટમ નવી વંદે ભારત ટ્રેનને કોરોના સહિત તમામ હવાથી ફેલાતા તમામ રોગોથી મુક્ત રાખશે. ભારતની આ સેમી-હાઈ સ્પીડ ટ્રેન આગામી થોડા અઠવાડિયામાં અમદાવાદ-મુંબઈ રૂટ પર દોડવા માટે તૈયાર છે.
ટ્રાયલ રનના પરિણામોની જાહેરાત કરતા રેલવે મંત્રી વૈષ્ણવે કહ્યું, વંદે ભારત ટ્રેનની ત્રીજી ટ્રાયલ ગુરુવારે પૂર્ણ થઈ હતી. તેણે 0-100 કિમી પ્રતિ કલાકની સ્પીડ 52 સેકન્ડમાં પૂરી કરી, જ્યારે બુલેટ ટ્રેને આ સ્પીડ હાંસલ કરવામાં 54.6 સેકન્ડનો સમય લીધો. આ નવી ટ્રેનની મહત્તમ સ્પીડ 180 kmph છે. જૂના વંદે ભારતની મહત્તમ ઝડપ 160 કિમી પ્રતિ કલાક છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે આ ટ્રેનમાં આરામદાયક મુસાફરી માટે ઘણી સુવિધાઓ છે. ગુણવત્તા અને રાઇડ ઇન્ડેક્સમાં સુધારો થયો છે. આ પરિમાણો પર ટ્રેનનો સ્કોર 3.2 છે જ્યારે વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ સ્કોર 2.9 છે. 
ફોટોકેટાલિટીક એર પ્યુરીફાયર સિસ્ટમ નવી વંદે ભારત ટ્રેનને કોરોના સહિત તમામ વાયુજન્ય રોગોથી મુક્ત રાખશે. રેલ્વે મંત્રાલય નવા વંદે ભારતમાં આ એન્ટી વાઈરસ સિસ્ટમને પાઈલટ પ્રોજેક્ટ તરીકે ઈન્સ્ટોલ કરવા જઈ રહ્યું છે. સફળતા મળ્યા પછી, આ યોજના પ્રીમિયમ રાજધાની, શતાબ્દી, દુરંતો અને રેલવેની અન્ય ટ્રેનો સહિત તમામ 400 વંદે ભારત ટ્રેનોમાં લાગુ કરવામાં આવશે.
ટ્રેને તેની અંતિમ ટ્રાયલ પૂર્ણ કરી લીધી છે અને તેના રૂટ અને દોડવાની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમદાવાદ-મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેન શરુ શકે છે.
Advertisement
Tags :
Advertisement

.