Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકારણમાં જોડાવાનો મુદ્દો પણ રાજકીય! એક જ વાત કોના થશે નરેશ ?

નરેશ પટેલ અને રાજકારણ આ મુદ્દો વર્ષ 2009 થી ચાલ્યો આવી રહ્યો છે. વર્ષ 2009ની લોકસભાની ચૂંટણી હોય કે, પછી વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણી હોય 2014ની લોકસભાની ચૂંટણી હોય કે પછી 2017 વિધાનસભાની ચૂંટણી હોય, તમામ ચૂંટણી યોજાય તે પૂર્વે નરેશ પટેલ રાજકીય પક્ષ સાથે જોડાશે તે પ્રકારના અહેવાલો મીડિયામાં પ્રસારિત થતા આવ્યા છે. આ વખતે પણ જો નરેશ પટેલ કોઇપણ રાજકીય પક્ષ સાથે નહીં જોડાય તો આ પાંચમી ચૂંટણી હશે àª
રાજકારણમાં જોડાવાનો મુદ્દો પણ રાજકીય  એક જ વાત કોના થશે નરેશ
નરેશ પટેલ અને રાજકારણ આ મુદ્દો વર્ષ 2009 થી ચાલ્યો આવી રહ્યો છે. વર્ષ 2009ની લોકસભાની ચૂંટણી હોય કે, પછી વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણી હોય 2014ની લોકસભાની ચૂંટણી હોય કે પછી 2017 વિધાનસભાની ચૂંટણી હોય, તમામ ચૂંટણી યોજાય તે પૂર્વે નરેશ પટેલ રાજકીય પક્ષ સાથે જોડાશે તે પ્રકારના અહેવાલો મીડિયામાં પ્રસારિત થતા આવ્યા છે. આ વખતે પણ જો નરેશ પટેલ કોઇપણ રાજકીય પક્ષ સાથે નહીં જોડાય તો આ પાંચમી ચૂંટણી હશે કે, જ્યારે ચૂંટણી યોજાય તે પૂર્વે નરેશ પટેલ રાજકીય પક્ષ સાથે જોડાશે તે પ્રકારના અહેવાલ ફરી એક વખત ખોટા સાબિત થશે. અહેવાલ ભલે ચાર ચૂંટણીમાં ખોટા સાબિત થયા હોય પરંતુ નરેશ પટેલ રાજકારણમાં જોડાયા વગર તેમનું રાજકીય કદ વધી ગયું છે. નરેશ પટેલને રાજકારણમાં લઇ આવવા માટે ભાજપ, કોંગ્રેસ અને આપ આ ત્રણેય પક્ષોએ લાલ જાજમ પાથરી છે. 
કોંગ્રેસી વિચારધારા અંગે નરેશ પટેલનું નિવેદન 
નરેશ પટેલ પાર અનેકવાર એવા આક્ષેપો લાગ્યા છે કે, તેમની વિચારસરણી  કોંગ્રેસી છે ત્યારે આ મામલે નરેશ પટેલે જણાવ્યું કે, 'હું નહીં પરંતુ મોટાભાગના લોકોની પચ્ચીસ-ત્રીસ વર્ષ પૂર્વે વિચારસરણી ક્યાંકને ક્યાંક કોંગ્રેસ સાથે જોડાયેલી હતી. નરેશ પટેલનું નિવેદન એ સમયને યાદ કરાવે છે જ્યારે ગુજરાત નહીં પરંતુ ભારતમાં કોંગ્રેસ અને કોંગ્રેસ સાથે સંકળાયેલી પાર્ટીઓ સત્તામાં હતી. તાજેતરમાં જ ભારતના પાંચ રાજ્યોના વિધાનસભાની ચૂંટણીના પરિણામો સામે આવ્યાં છે. જે ચૂંટણીના પરિણામોમાં ગોવા, મણિપુર ઉત્તર પ્રદેશ તેમજ ઉત્તરાખંડમાં ભારતીય જનતા પાર્ટીની વિજય પતાકા લહેરાઇ છે. જ્યારે માત્ર પંજાબમાં જ આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. આ તમામ સંજોગોમાં કોંગ્રેસ પાર્ટી કે જે દેશની સૌથી જૂની પાર્ટી છે તેનું પરફોર્મન્સ ખૂબ જ ખરાબ રહ્યું છે. આ સમયે લોકશાહીમાં વિપક્ષ મજબૂત બને તે સૌથી વધુ જરૂરી છે. 

20 થી 30 માર્ચ સુધીમાં નિર્ણય 
નરેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, માર્ચના અંત સુધીમાં રાજકારણમાં જોડાવું કે નહીં તે ચર્ચાનો વિષય બનશે. યોગ્ય સમયે સમાજના અગ્રણીઓ કહેશે તો હું રાજકારણમાં જોડાઇશ. કઈ પાર્ટીમાં કેવી રીતે જોડાઇશ તે કહેવું આ સમયે યોગ્ય નથી.
દિલીપ સંઘાણીનું નિવેદન 
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશને લઈને ભાજપના દિગ્ગજ પાટીદાર નેતાએ  પ્રહાર કર્યો છે અને નરેશ પટેલને ટોણો મારતાં કહ્યું કે, 'સમાજ એટલે કોણ? સમાજ કોઈને કહેવા આવતો નથી'. સંઘાણીએ હાર્દિક જેવી હાલત ન થાય તેવી નરેશ પટેલને શુભેચ્છા પણ તેમણે પાઠવી હતી. સમાજને પૂછીને રાજનીતિમાં આવવાની નરેશભાઈની વાતનો સંઘાણીએ છેડ ઉડાવ્યો હતો. તેમણે ટોણો મારતાં કહ્યું કે, સમાજ એટલે કોણ? નરેશ પટેલ પહેલા મારી સાથે ચર્ચા કરે. જોકે, દિલીપ સંઘાણીના નિવેદનને લલિત વસોયાએ વાહીયાત ગણાવ્યું. 

દિલીપ સંઘણીના નિવેદન સામે અલ્પેશ કથીરિયાની પ્રતિક્રિયા
ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીના નિવેદન પર પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ જણવ્યું કે, 'સમાજ નરેશ પટેલથી નથી ચાલતો, હાર્દિક પટેલથી નથી ચાલતો તો ગુજરાત નરેદ્ર મોદીથી અને અમિત શાહથી નથી ચાલતું. મીડિયામાં માત્ર હાઇટ્સ લેવા આવા નિવેદનો ન કરવા જોઈએ. હલકી કક્ષાની રાજનીતિ ભાજપ કરી રહ્યું છે. નરેશ પટેલ મને પૂછવા નથી આવતા દિલીપ સંઘાણીના નિવેદનથી ભાજપમાં અહંકાર ભર્યો છે. નરેશ પટેલ રાજનીતિમાં આવે તો ભાજપની દુકાન બંધ થવાનો સંઘાણીને ડર છે. દિલીપભાઈએ સમાજને લૂંટ્યો અને છેતર્યો છે.    
નરેશ પટેલને હાર્દિક પટેલનો પત્ર 
હાર્દિક પટેલે પોતાના પત્રમાં નરેશભાઇ પટેલને સંબોધીને જણાવ્યું છે કે હાલ ગુજરાતમાં છેલ્લા ૩૦ વર્ષથી એક જ રાજકીય પક્ષનું શાસન છે અને તેમાં યુવાનો, ખેડૂતો, વેપારીઓ વગેરેની હાલત ખરાબ થઈ ગઈ છે. હું તમને માત્ર પાટીદાર તરીકે નહીં પરંતુ કોંગ્રેસના નેતા તરીકે આમંત્રણ આપું છું. પાટીદારોને અત્યારે એક અનુભવી નેતૃત્વની જરૂર છે અને તેથી આપને કોંગ્રેસમાં જોડાવવા મારું આમંત્રણ છે. મારી આપને વિનંતી છે કે તમે કોઈ પણ બાહ્ય પરિબળોને ભૂલી જાવ અને પાટીદાર યુવાનો પર વિશ્વાસ રાખીને રાજ્યના હિત અને અસ્તિત્વની લડાઈના શ્રીગણેશ કરો. 2015થી મારા જેવા યુવાનો અન્યાય સામે જંગ લડવા નીકળ્યા છે તે યુવાનોને તમારું આ પગલું નવી આશા આપશે. આજે પણ હજારો પાટીદાર યુવાનો આંદોલન સમયના ખોટા કેસથી પીડાય છે આપને કોંગ્રેસમાં જોડાવવા મારું આમંત્રણ છે.
Advertisement
Tags :
Advertisement

.