Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોરબીનો ભાગેડુ વિનુ ચિટર સુરતથી ઝડપાયો, જાણો તેણે કેવું આચર્યું હતું કૌંભાંડ

મોરબી(Morbi)માં રાજકોટ (Rajkot)ના એક ધંધાર્થીને જમીનમાં ભાગીદારી આપવાનું કહી રૂપિયા 35 લાખ રોકડા પડાવી લઈ જમીન માલિકને બદલે ખોટા આધારકાર્ડ વાળા મહિલા અને પુરુષ હાજર રાખી કરાર કરી છેતરપિંડી આચરવા મામલે છેલ્લા પાંચેક માસથી નાસતા ફરતા મુખ્ય ભેજાબાજ એવા મોરબીના વિનુ ચિટરને પેરોલ ફરલો સ્ક્વોર્ડે સુરતથી દબોચી લીધો છે.35 લાખની છેતરપીંડી કરી હતીજાણવા મળતી વિગતો મુજબ રાજકોટના પેડક રોડ ઉપર પાણà«
મોરબીનો ભાગેડુ વિનુ ચિટર સુરતથી ઝડપાયો  જાણો તેણે કેવું આચર્યું હતું કૌંભાંડ
મોરબી(Morbi)માં રાજકોટ (Rajkot)ના એક ધંધાર્થીને જમીનમાં ભાગીદારી આપવાનું કહી રૂપિયા 35 લાખ રોકડા પડાવી લઈ જમીન માલિકને બદલે ખોટા આધારકાર્ડ વાળા મહિલા અને પુરુષ હાજર રાખી કરાર કરી છેતરપિંડી આચરવા મામલે છેલ્લા પાંચેક માસથી નાસતા ફરતા મુખ્ય ભેજાબાજ એવા મોરબીના વિનુ ચિટરને પેરોલ ફરલો સ્ક્વોર્ડે સુરતથી દબોચી લીધો છે.

35 લાખની છેતરપીંડી કરી હતી
જાણવા મળતી વિગતો મુજબ રાજકોટના પેડક રોડ ઉપર પાણીના ઘોડા પાસે ચંપકનગરમાં રહેતા અને જમીન મકાનના ધંધાર્થી મુકેશભાઇ પ્રાગજીભાઇ રાદડીયાને મોરબીના વજેપરમાં આવેલી જમીનમાં બેઠી ભાગીદારી આપવાનું કહી વિનુભાઇ તળશીભાઇ અઘારા (રહે.મોરબી રવાપર )એ શીશામાં ઉતારવાનો સુવ્યવસ્થિત પ્લાન ઘડી કાઢી રૂપિયા 35 લાખ રોકડાની છેતરપિંડી કરી હતી.આ મામલે મુકેશભાઈ રાદડિયા છેતરાયા હોવાનો અહેસાસ થતા તેમના પરિચિત અને મુખ્ય ભેજાબાજ એવા વિનુભાઈ તળશીભાઈ અધારા જમીન માલિક ન હોવા છતાં ખોટા આધારકાર્ડને આધારે ખાતેદારની ભૂમિકા ભજવનાર જયાબેન વશરામભાઇ ડાભી, ભરતભાઇ વશરામભાઇ ડાભી (ખોટા ખાતેદારનો દિકરો) મનસુખભાઇ ધનજીભાઇ પરમાર, મુકેશભાઇ નારણભાઇ કંઝારીયા અને દયારામભાઇ સતવારા વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
વિનુ ચિટરને સુરતથી ઝડપ્યો
મોરબીના વજેપર ગામની સીમમાં આવેલી જમીનમાં ભાગીદારી કરવા મુકેશભાઈ પાસેથી 35 લાખ રૂપિયા પડાવ્યા બાદ ફરિયાદ નોંધાતા ભૂગર્ભમાં ઉતરી ગયેલો વિનુ ચિટર સુરત ખાતે હોવાની બાતમી પેરોલ ફરલો સ્ક્વોડના પોલીસ હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ બોરાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા અને દશરથસિંહ ચાવડાને મળતા આરોપી વિનોદ તળસીભાઈ અઘારાને ઝડપી લીધો હતો.
જાણો, વિનુ ચિટર નામ કેમ પડયું
પોલીસ સુત્રોએ કહ્યું કે વિનુ તળશીભાઇ અઘારા આ પ્રકારની છેતરપીંડી કરવામાં માહેર છે અને તે બખૂબીથી લોકોને શીશામાં ઉતારી કૌંભાંડ આચરતો રહે છે, જેથી તેનું નામ જ વિનુ ચિટર પડી ગયું હતું. પોલીસે તેની ઉંડી પુછપરછ શરુ કરી હતી. 
Advertisement
Tags :
Advertisement

.