Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સોમવારની રાત ઠંડા પવનના કારણે બની કાતિલ, જાણો ક્યાં કેટલી ઠંડી પડી

કોલ્ડવેવની આગાહી વચ્ચે ઠંડીમાં ઠૂંઠવાયું ગુજરાતરાજ્યના 14 શહેરમાં 10 ડિગ્રીથી નીચું તાપમાનઆગામી ત્રણ દિવસ સુધી ઠંડીનું જોર યથાવત્ રહેશેસૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડા પવન ફૂંકાવાની આગાહીશીતલહેરના પગલે વહીવટી તંત્રની તકેદારીની અપીલસૌથી વધુ 7.8 ડિગ્રીમાં ઠૂંઠવાયું પાટનગર ગાંધીનગરનલિયાાં 8,વલસાડમાં 8.8 ડિગ્રી તાપમાન નોંધાયુંપાટણમાં 9.4,અમરેલીમાં 9.5 ડિગ્રી નોંધાયું તાપમાનડાંગમાં 9.6,રà
02:02 AM Jan 24, 2023 IST | Vipul Pandya
  • કોલ્ડવેવની આગાહી વચ્ચે ઠંડીમાં ઠૂંઠવાયું ગુજરાત
  • રાજ્યના 14 શહેરમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન
  • આગામી ત્રણ દિવસ સુધી ઠંડીનું જોર યથાવત્ રહેશે
  • સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડા પવન ફૂંકાવાની આગાહી
  • શીતલહેરના પગલે વહીવટી તંત્રની તકેદારીની અપીલ
  • સૌથી વધુ 7.8 ડિગ્રીમાં ઠૂંઠવાયું પાટનગર ગાંધીનગર
  • નલિયાાં 8,વલસાડમાં 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું
  • પાટણમાં 9.4,અમરેલીમાં 9.5 ડિગ્રી નોંધાયું તાપમાન
  • ડાંગમાં 9.6,રાજકોટમાં 9.7 ડિગ્રી તાપમાન નોંધાયું
  • ભુજમાં 10,અમદાવાદમાં 10.5 ડિગ્રી તાપમાન
  • નર્મદામાં 10.6,ડીસા-પોરબંદરમાં 11 ડિગ્રી તાપમાન
  • પંચમહાલમાં 11.1,દાહોદમાં 11.4 ડિગ્રી તાપમાન
કાતિલ કોલ્ડ વેવ (Cold Wave) વચ્ચે ગુજરાત (Gujarat) ફરી એક વાર ઠૂંઠવાયું છે. 23 જાન્યુઆરી સોમવારની રાતે લોકોને કાતિલ ઠંડીનો અહેસાસ થયો હતો. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 10 ડિગ્રી કે તેનાથી નીચું નોંધાયું છે. સતત ફૂંકાઇ રહેલા ઠંડા પવનના કારણે કાતિલ ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. હજું આગામી 3 દિવસ રાજ્યમાં કતિલ ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. શીત લહેરના કારણે સાવચેત રહેવા વહિવટીતંત્રએ પણ લોકોને અપિલ કરવી પડી છે

ડિસેમ્બર અને જાન્યુઆરીમાં મહિનો કાતિલ ઠંડીનો મહિનો
આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં મહિનો કાતિલ ઠંડીનો મહિનો પુરવાર થયો છે. આ વખતે હાડ ધ્રુજાવતી ઠંડીના કારણે લોકો પરેશાન થઇ ચુક્યા છે. પર્વતિય પ્રદેશોમાં હિમ વર્ષા થવાના કારણે તેની અસર મેદાની વિસ્તારોમાં જોવા મળી રહી છે અને સતત કોલ્ડ વેવ ફૂંકાઇ રહ્યો છે. કોલ્ડ વેવના કારણે ગુજરાતમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. 
 
આખુ રાજ્ય ઠૂંઠવાયું
સોમવારની રાત અને વહેલી સવાર કાતિલ ઠંડીની રાત બની રહી હતી. રાજ્યનું પાટનગર સૌથી ઓછા તાપમાનમાં ઠૂંઠવાયું હતું. ગાંધીનગરમાં 7.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કચ્છના નલિયામાં  8 ડિગ્રી,વલસાડમાં 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે પાટણમાં 9.4 ડિગ્રી અને અમરેલીમાં 9.5 ડિગ્રી તથા ડાંગમાં 9.6 ડિગ્રી અને રાજકોટમાં 9.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ભુજમાં 10 ડિગ્રી તથા અમદાવાદમાં 10.5 ડિગ્રી તાપમાન રહ્યું હતું જ્યારે નર્મદામાં 10.6 ડિગ્રી અને ડીસા-પોરબંદરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે પંચમહાલમાં 11.1 ડિગ્રી અને દાહોદમાં 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 
હજું ત્રણ દિવસ ઠંડી રહેશે
આગામી 24 કલાક દરમિયાન સરેરાશ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્શિયસ સુધી ઘટાડો નોંધાઈ શકે છે, સાથોસાથ ત્યારબાદના ચાર દિવસો દરમિયાન પણ તાપમાન નીચું રહેવા તથા ઠંડા પવનો ફૂંકાવાની આગાહી વ્યક્ત કરાઈ છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શીતલહેરની સંભાવનાઓને પગલે લોકોએ કેટલીક તકેદારી રાખવાની અપીલ કરી છે. સાથોસાથ માર્ગદર્શિકા જાહેર કરી છે.
કોલ્ડવેવ બાબતે આટલું ધ્યાન રાખો
  • આગામી થોડા દિવસો દરમિયાન શીતલહેરની સંભાવનાને પગલે લોકો હવામાન વિભાગની આગાહી માટે રેડિયો, ટીવી અને અખબારો જેવા માધ્યમમાં પ્રસારિત સત્તાવાર સૂચનાને અનુસરે
  • શિયાળામાં ગરમ કપડાનો પૂરતો જથ્થો રાખવો
  • ખોરાક, પાણી, ઇંધણ, બેટરી, ચાર્જર, ઇમરજન્સી લાઈટ અને જરૂરી દવાઓનો પૂરતો જથ્થો રાખવો
  • દરવાજા અને બારીઓ યોગ્ય રીતે બંધ કરવાની ખાતરી રાખવી, જેથી ઠંડા પવન ઘરમાં ન આવે
  • કોલ્ડવેવમાં વહેતું અથવા ભરેલું નાક અથવા નાકમાંથી રક્તસ્ત્રાવ જેવી વિવિધ બીમારીઓની શક્યતા વધી જાય છે. જે સામાન્ય લાંબા સમય સુધી શરદી રહેવાને કારણે થાય છે. આવાં લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્યકર્મી અથવા ડોક્ટરની સલાહ લેવી.
  • કોલ્ડ વેવ દરમિયાન શું કરવું?
  • હવામાન વિભાગની માહિતી અને કટોકટીની પ્રક્રિયાની માહિતીને અનુસરવું અને સરકારની સત્તાવાર સલાહનું પાલન કરવું
  • શક્ય તેટલું ઘરની અંદર રહો અને ઠંડા પવનો, માવઠું અથવા તો હીમવર્ષામાં મુસાફરી કરવાનું ટાળો
  • એકથી વધુ પણ ઢીલા ફિટિંગવાળાં કપડાં પહેરો, એક ભારે કપડાના સ્તરને બદલે નાયલોન અથવા કોટન અને અંદરના ભાગે ઉનના કપડા પહેરો, ચુસ્ત કપડા રક્ત પરિભ્રમણ ઘટાડે છે તેથી તે પહેરવાનું ટાળવું
  • કપડા ભીના થાય તો તરત બદલી લેવા. માથું, ગરદન, હાથ અને અંગૂઠાને પૂરતા પ્રમાણમાં ઢાંકો
  • ફેફસાને સુરક્ષિત રાખવા માટે મોં અને નાકને ઢાંકો, કોવિડ 19 અને અન્ય શ્વસન સંબંધી ચેપથી બચવા માટે બહાર જતી વખતે માસ્ક પહેરો
  • શરીરનું તાપમાન જાળવી રાખવા ટોપી અને મફલરનો ઉપયોગ કરો, ઇન્સ્યુલેટેડ અથવા વોટરપ્રૂફ શૂઝ પહેરો
  • તાજો ખોરાક લો, પૂરતી રોગ પ્રતિકારક શક્તિ જળવાય તે માટે વિટામિન Cથી ભરપૂર ફળ અને શાકભાજી આરોગો
  • નિયમિતપણે ગરમ પ્રવાહી લેવા, કારણ કે ઠંડી સામે લડવા શરીરનું તાપમાન જાળવી રાખવું પડે છે
  • તેલ, પેટ્રોલિયમ જેલી અથવા બોડી ક્રીમ વડે નિયમિતપણે તમારી ત્વચાને મોઈશ્ચરાઈઝ રાખો
  • વૃદ્ધો, નવજાત શિશુઓ અને બાળકોની વિશેષ સંભાળ રાખો અને એકલા રહેતા પાડોશીઓ ખાસ કરી વૃદ્ધોને સમય સમયે મળતા રહો
  • ઊર્જા બચાવો. જરૂર હોય ત્યારે જ રૂમને ગરમ કરવા માટે હીટરનો ઉપયોગ કરવો
  • રૂમ હીટર જેવા હીટિંગ ઉપકરણોનો ઉપયોગ કરવાની સાથે પર્યાપ્ત વેન્ટિલેશનની ખાતરી રાખો
  • ધુમાડો બહાર નીકળે તેવી વ્યવસ્થા હોય તો જ બંધ જગ્યાઓમાં કોલસો બાળો, કારણ કે કોલસાનું દહન ઝેરી કાર્બન મોનોક્સાઈડ ઉત્પન્ન કરી શકે છે, જે વ્યક્તિ માટે ઘાતક છે
  • દારૂનું સેવન ન કરો. શરાબ તમારા શરીરનું તાપમાન ઘટાડે છે અને વાસ્તવમાં રક્તવાહિનીઓને સાંકડી કરે છે જેથી હાઇપોથર્મિયાનું જોખમ વધે છે
  • ઠંડા પવન લાગવાના લક્ષણો જેમ કે અંગોની નિષ્ક્રિયતા, આંગળીઓ, અંગૂઠા, કાનની લોબ્સ અને નાકની ટોચ સફેદ અથવા નિસ્તેજ દેખાય તેવા સમયે શરીર પર લાલ ફોલ્લા થઈ શકે છે અથવા ત્વચાનો રંગ કાળો થઈ શકે છે. આ લક્ષણો અવગણવા નહીં, જે ખૂબ ખતરનાક છે. આવા હિમ ડંખના સંકેતો પર તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો
  • ખેતીમાં રાખવાની તકેદારી
  • બોડેક્સ મિશ્રણ અથવા કોપર ઓક્સી ક્લોરાઇડનો છંટકાવ કરીને ઠંડીના આક્રમણને ટાળવા માટે ઉપચાર કરો, કોલ્ડવેવ પછી ફોસ્ફરસ અને પોટેશિયમયુક્ત ખાતરનો ઉપયોગ મૂળની વૃદ્ધિને સક્રિય કરશે
  • શીત લહેર દરમિયાન પ્રકાશ અને વારંવાર સપાટી પર પાણી આપો પાણીની ઉચ્ચ વિશિષ્ટ ગરમીને કારણે છોડને શીત લહેરથી બચાવી શકાય છે
  • હિમ પ્રતિરોધક છોડ અથવા પાકની ખેતી કરો
  • બારમાસી બગીચાઓમાં આંતર ખેડ કરવી
  • શાકભાજીનો મિશ્ર ભાગ જેમકે ટામેટા રીંગણ જેવા ઊંચા ભાગ સાથે સરસવ અને વટાણા વાવવાથી ઠંડા પવન સામે રક્ષણ મળશે
  • ખેતરની આસપાસ વિન્ડ બ્લેગ રોપવાથી પવનની ગતિ ઘટે છે અને નુકસાન ઓછું થાય છે
  • ધુમાડો આપવાથી બાગાયતી પાકને નુકસાનથી બચાવી શકાય છે
  • આ રીતે રાખો પાલતુ પશુઓની સંભાળ
  • પ્રાણીઓને ઠંડા પવનના સીધા સંપર્કમાં ન આવે તે માટે રાત્રી દરમિયાન રહેઠાણને ચારે બાજુથી ઢાંકી દો
  • ઠંડીના દિવસોમાં ખાસ કરીને નાના પ્રાણીઓને ઢાંકો
  • પશુધન અને મરઘાને ખુલ્લામાં ન રાખી ઠંડા હવામાનથી બચાવો
  • પશુધનને ખોરાક આપવાની રીત અને આહારમાં જરૂરી ફેરફાર કરો
  • ચરબીના પૂરક ખોરાક આપો અને પશુઓની ચાવવા સહિતની બાબતો પર ધ્યાન આપો
  • શિયાળા દરમિયાન મહત્તમ સૂર્યપ્રકાશ અને ઉનાળા દરમિયાન ઓછા કિરણોત્સર્ગ ધરાવતા ક્લાઈમેટ સ્માર્ટ શેડનું બાંધકામ કરાવો
  • શિયાળા દરમિયાન પ્રાણીઓને સૂવા-બેસવા માટે સૂકું ઘાસ અથવા કાપડ પાથરો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
આ પણ વાંચાો--રાજ્યમાં આગામી બે દિવસ પડશે હાડ થીડવતી ઠંડી, તંત્રએ સુચનો જાહેર કર્યાં, તો અંબાલાલે કહી આ વાત, જાણો
Tags :
ColdWaveGujaratGujaratFirstMeteorologicalDepartmentwinter
Next Article