Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

MLA હાર્દિક પટેલની મંત્રીને ચિમકી, દેશી કપાસના ખેડૂતોનું શોષણ ચાલું રહેશે તો અહિંસક આંદોલન

ધારાસભ્ય હાર્દિક પટેલે કૃષિ મંત્રીને લખ્યો પત્રધડીનું માપ 14 કિગ્રા ગણી ધડી પાસ કરવાની માગદેશી કપાસના ખેડૂતોનું થઇ રહ્યું છે શોષણદેશી કપાસના ઉતારાની ગણતરી કરવામાં બેવડા ધોરણો દેશી કપાસના ખેડૂતોનું શોષણ ચાલું રહેશે તો અહિંસક આંદોલન કરવામાં આવશે.વિરમગામ (Viramgam)ના ધારાસભ્ય હાર્દિક પટેલે (Hardik Patel) કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલને પત્ર લખી ખેડૂતો પાસેથી કાલા ખરીદતી વખતે વેપારીઓ
mla હાર્દિક પટેલની મંત્રીને ચિમકી  દેશી કપાસના ખેડૂતોનું શોષણ ચાલું રહેશે તો અહિંસક આંદોલન
  • ધારાસભ્ય હાર્દિક પટેલે કૃષિ મંત્રીને લખ્યો પત્ર
  • ધડીનું માપ 14 કિગ્રા ગણી ધડી પાસ કરવાની માગ
  • દેશી કપાસના ખેડૂતોનું થઇ રહ્યું છે શોષણ
  • દેશી કપાસના ઉતારાની ગણતરી કરવામાં બેવડા ધોરણો 
  • દેશી કપાસના ખેડૂતોનું શોષણ ચાલું રહેશે તો અહિંસક આંદોલન કરવામાં આવશે.
વિરમગામ (Viramgam)ના ધારાસભ્ય હાર્દિક પટેલે (Hardik Patel) કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલને પત્ર લખી ખેડૂતો પાસેથી કાલા ખરીદતી વખતે વેપારીઓ દ્વારા દેશી કપાસના ભાવ નક્કી કરવા વેપારી કપાસનો ઉતારો કાઢે ત્યારે ધડીનું માપ 14 કિગ્રા ગણી ધડી પાસ કરવાની માગ કરી છે. હાર્દિક પટેલે ચિમકી પણ આપી છે કે  દેશી કપાસના ખેડૂતોનું શોષણ ચાલું રહેશે તો અહિંસક આંદોલન કરવામાં આવશે.
હજી સુધી આ કપાસનો ટેકામાં સમાવેશ થયો નથી
હાર્દિક પટેલે કૃષિ મંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું કે દેશી કપાસ ઉગાડતા ખેડૂતોનું તોલમાપમાં વેપારીઓ દ્વારા શોષણ થાય છે. તેમણે પત્રમાં લખ્યું છે કે વિરમગામ, દસાડા, માંડલ, શંખેશ્વર, સમી, ધોળકા, ધંધૂકા અને લખતર તાલુકામાં દેશી કપાસનું વાવેતર થાય છે. 6 માસમાં કપાસનો પાક તૈયાર થાય છે. જેમાં પિયત, રાસાયણિક ખાતર અને દવાની જરુર પડતી નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર જ્યારે કુદરતી અને ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે આ વિસ્તારની કપાસની ખેતીને પ્રોત્સાહન મળે તે જરુરી છે. હજી સુધી આ કપાસનો ટેકામાં સમાવેશ થયો નથી. બીજી તરફ ખેડૂતોને વેપારીઓ દ્વારા થતાં શોષણનો ભોગ બનવું પડે છે.

ખેડૂતોને વેપારીઓ દ્વારા થતાં શોષણનો ભોગ બનવું પડે છે.
પત્રમાં તેમણે કહ્યું કે વર્ષોથી પ્રતિ 20 કિલો કાલામાંથી 14 કિલો કપાસ અને 14 કિલો કપાસમાંથી 40 ટકા રુ અને 60 ટકા કપાસિયા નીકળે તે વેપારીઓ દ્વારા સ્વીકૃત હતું. હવે તે નિયમ 14.5 કિલો એટલે સાડા ચૌદ કિલોની ધડી ગણે છે. જેમાં 14.5 કિલોનો ઉતારો ના આવે તો પ્રતિ ઓછા 100 ગ્રામ ઉતારાદીઠ 1 પોઇન્ટ માઇનસ ગણીને તેના પ્રતિ 1 પોઇન્ટ પર 7 રુપિયા કાપે છે જ્યારે ઉતારો 14.5 કિલોથી વધારે આવે તો ઉપરના પોઇન્ટ માટે વધારે ભાવ આપવામાં આવતો નથી. તેની પહોંચમાં માત્ર પાસ એવું જ લખવામાં આવે છે. 

પેમેન્ટમાં ખેડૂતોનું શોષણ
હાર્દિક પટેલે પત્રમાં ઉલ્લેખ કર્યો કે વેપારીઓ દ્વારા ખેડૂતો પાસેથી કપાસ ખરીદ્યા બાદ તેનું પેમેન્ટ વેપારી 15 દિવસે કરે છે અને જો ખેડૂતને તુરત પેમેન્ટ જોઇતું હોય તો પ્રતિ 1 હજાર રુપિયા પર 15 રુપિયા વટાવ કાપી ચૂકવાય છે અને શોષણ કરાય છે. 
ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક લડત શરુ કરવાની પણ ચીમકી 
વેપારીઓ દ્વારા દેશી કપાસના ઉતારાની ગણતરી કરવામાં જે બેવડા ધોરણો રાખવામાં આવે છે તે તત્કાળ બંધ કરાવામાં આવે તેવી માગ હાર્દિક પટેલે કરી છે. ખેડૂતોનું શોષણ જો ચાલુ રહેશે તો ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક લડત શરુ કરવાની પણ તેમણે ચીમકી આપી હતી. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.