Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'કૃષ્ણ જન્મભૂમિના સર્વે અંગે મથુરા કોર્ટ 4 મહિનામાં નિર્ણય કરશે', અલાહાબાદ હાઈકોર્ટનો આદેશ

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ બાદ હવે મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસનો વિડીયો ગ્રાફી સર્વે થઈ શકે છે.અલાહાબાદ હાઈકોર્ટે મથુરા ડિસ્ટ્રિક્ટ કોર્ટને અરજદાર મનીષ યાદવની અરજી પર ચાર મહિનામાં ચુકાદો સંભળાવવાનો આદેશ આપ્યો છે. અરજી પર ચાર મહિનામાં ચુકાદો સંભળાવવાનો આદેશ મનીષ યાદવે શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદના વિવાદિત પરિસરના વિડીયોગ્રાફી સર્વેની માંગ કરી હતી. વારા
 કૃષ્ણ જન્મભૂમિના સર્વે અંગે મથુરા કોર્ટ 4 મહિનામાં નિર્ણય કરશે   અલાહાબાદ હાઈકોર્ટનો આદેશ
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ બાદ હવે મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસનો વિડીયો ગ્રાફી સર્વે થઈ શકે છે.અલાહાબાદ હાઈકોર્ટે મથુરા ડિસ્ટ્રિક્ટ કોર્ટને અરજદાર મનીષ યાદવની અરજી પર ચાર મહિનામાં ચુકાદો સંભળાવવાનો આદેશ આપ્યો છે. 

અરજી પર ચાર મહિનામાં ચુકાદો સંભળાવવાનો આદેશ 
મનીષ યાદવે શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદના વિવાદિત પરિસરના વિડીયોગ્રાફી સર્વેની માંગ કરી હતી. વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ બાદ હવે મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસનો સર્વે કરાવવાનો નિર્ણય 4 મહિનામાં  આવી શકે છે. અલાહાબાદ  હાઈકોર્ટના જસ્ટિસ પીયૂષ અગ્રવાલની બેન્ચે સર્વેને લઈને મથુરા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પેન્ડિંગ અરજી પર ચાર મહિનામાં ચુકાદો સંભળાવવાનો આદેશ આપ્યો છે. 
 
વૈજ્ઞાનિક સર્વેક્ષણની માંગણી કરી
દરમિયાન અરજદાર મનીષ યાદવે દાવો કર્યો હતો કે હાઈકોર્ટે વિડીયોગ્રાફી સર્વે કરવાનો આદેશ આપ્યો છે. વાસ્તવમાં, ભગવાન શ્રી કૃષ્ણ જન્મ મુદ્દે મનીષ યાદવે ગયા વર્ષે મથુરાની જિલ્લા અદાલતમાં અરજી દાખલ કરીને શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદના વિવાદિત પરિસરના વૈજ્ઞાનિક સર્વેક્ષણની માંગણી કરી હતી અને મોનિટરીંગ માટે કમિશનર નિમણૂક કરવાની માંગ કરી હતી. જો કે આ કેસમાં એક વર્ષ કરતાં વધુ સમય વીતી જવા છતાં આ અરજી પર સુનાવણી હજુ સુધી પૂર્ણ થઈ નથી.
 
હાઈકોર્ટે નીચલી કોર્ટ પાસેથી રિપોર્ટ માંગ્યો
મનીષ યાદવે તાજેતરમાં અલાહાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં માંગણી કરવામાં આવી હતી કે સુનાવણી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે. મનીષ યાદવની અરજીમાં હાઈકોર્ટને આ મામલે હસ્તક્ષેપ કરવા અપીલ કરવામાં આવી હતી. અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે નીચલી કોર્ટ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. આજે આ મામલાને નિકાલ કરતા હાઈકોર્ટે મથુરાની ડિસ્ટ્રિક્ટ કોર્ટને 4 મહિનામાં મનીષ યાદવની અરજી પર સુનાવણી પૂર્ણ કરીને ચુકાદો આપવા જણાવ્યું છે. 

સર્વેની દેખરેખ માટે કોર્ટ કમિશનરની પણ નિમણૂક કરવી જોઈએ
હવે મથુરાની જિલ્લા અદાલતે નક્કી કરવાનું છે કે તે મનીષ યાદવની અરજી પર શું નિર્ણય લે છે? જિલ્લા અદાલતે 4 મહિનામાં ચુકાદો આપવાનો છે. આવેદનમાં મુખ્યત્વે 2 માંગણીઓ કરવામાં આવી છે. વિવાદિત જગ્યાના વૈજ્ઞાનિક સર્વેનો આદેશ આપવો જોઈએ અને સર્વેની દેખરેખ માટે કોર્ટ કમિશનરની પણ નિમણૂક કરવી જોઈએ. આ કેસમાં અરજદાર મનીષ યાદવ વતી તેમના વકીલ રામાનંદ ગુપ્તાએ હાઈકોર્ટમાં દલીલો કરી હતી.
 
અરજી પર એક વર્ષથી મથુરાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુનાવણી પેન્ડિંગ
અરજદાર મનીષ યાદવે કહ્યું, 'વિવાદિત માળખાના સર્વેની અરજી પર એક વર્ષથી મથુરાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુનાવણી પેન્ડિંગ હતી, આજે હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે ચાર મહિનામાં ચુકાદો આપો. અરજી પર અને સર્વે કર્યા પછી હાઇકોર્ટમાં રિપોર્ટ સબમિટ કરો. વિડીયોગ્રાફી માટે એક એડવોકેટ કમિશનર અને બે મદદનીશોની નિમણૂક કરવામાં આવશે, વાદી-જવાબદાર ઉપરાંત જિલ્લાના તમામ સક્ષમ અધિકારીઓ તેમની સાથે હાજર રહેશે.


ચાર મહિનામાં સર્વે અને વિડીયોગ્રાફી પૂર્ણ કરવાની રહેશે
પિટિશ કરનાર અરજદાર મનીષ યાદવે કહ્યું કે, 'હાઈકોર્ટે આજે આદેશ આપ્યો છે, આવતીકાલે અમે તેને મથુરા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાખલ કરીશું, ત્યારબાદ ચાર મહિનામાં સર્વે અને વિડીયોગ્રાફી પૂર્ણ કરવાની રહેશે, જ્ઞાનવાપીની જેમ અહીં પણ સર્વે થશે. આ મામલામાં આ પહેલું પગલું છે, સર્વે દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.