Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વધારે પડતી જંતુનાશક દવાના કારણે અનેક દેશોએ ભારતની ચા પાછી મોકલી, ચા ઉત્પાદકોને ઝટકો

ભારતની ચા દુનિયાભરમાં નિકાસ પામે છે. ભારતમાં ચા સાથે લાખો લોકોની રોજગારી જોડાયેલી છે. આવી સ્થિતિમાં ભારતના ચા ઉત્પાદકો માટે ખરાબ સમાચાર આવ્યા છે. ભારતીય ચામાં જંતુનાશકો અને રસાયણોનું પ્રમાણ વધુ હોવાનું સામે આવ્યું છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજાર બંનેએ ચાનો કન્સાઇનમેન્ટ ભારતને પરત કર્યો છે. ઘણા આંતરરાષ્ટ્રીય ખરીદદારોએ વધુ જંતુનાશકો અને રસાયણોની હાજરીના નામે ભàª
વધારે પડતી જંતુનાશક દવાના કારણે અનેક દેશોએ ભારતની ચા પાછી મોકલી   ચા ઉત્પાદકોને ઝટકો
ભારતની ચા દુનિયાભરમાં નિકાસ પામે છે. ભારતમાં ચા સાથે લાખો લોકોની રોજગારી જોડાયેલી છે. આવી સ્થિતિમાં ભારતના ચા ઉત્પાદકો માટે ખરાબ સમાચાર આવ્યા છે. ભારતીય ચામાં જંતુનાશકો અને રસાયણોનું પ્રમાણ વધુ હોવાનું સામે આવ્યું છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજાર બંનેએ ચાનો કન્સાઇનમેન્ટ ભારતને પરત કર્યો છે. ઘણા આંતરરાષ્ટ્રીય ખરીદદારોએ વધુ જંતુનાશકો અને રસાયણોની હાજરીના નામે ભારતમાંથી ગયેલો ચાનો માલ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. ઈન્ડિયન ટી એક્સપોર્ટર્સ એસોસિએશન (ITEA)ના પ્રમુખ અંશુમન કનોરિયાએ આ માહિતી આપી છે.
શ્રીલંકામાં આર્થિક સંકટને કારણે, ભારતીય ચા ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાનો કારોબાર વધારવાની મોટી તક મળી હતી, પરંતુ નિયત મર્યાદાથી વધુ જંતુનાશકો અને રસાયણોના ઉપયોગથી ભારતના ચા ઉત્પાદકોને મોટો ફટકો પડ્યો છે. એક તરફ ટી બોર્ડ નિકાસને વેગ આપવાનું વિચારી રહ્યું છે. બીજી તરફ ચાનો જથ્થો પરત આવવાને કારણે શિપમેન્ટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં વેચાતી તમામ ચાએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ના ધારાધોરણોને અનુરૂપ હોવા જોઈએ. જો કે, કનોરિયાએ તેમ પણ જણાવ્યું હતું કે મોટાભાગના ખરીદદારો એ જ ચા ખરીદે છે, જેમાં અસાધારણ રીતે વધારે કેમિકલ હોય છે.
2021માં 19.59 કરોડ કિલો ચાની નિકાસ
2021માં ભારતે  5,246.89 કરોડ રૂપિયાની કિંમતની 19.59 કરોડ કિલો ચાની નિકાસ કરી હતી. ભારતીય ચાના મુખ્ય ખરીદદારો કોમનવેલ્થ ઈન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ (CIS) નેશન અને ઈરાન હતા. બોર્ડે આ વર્ષે 30 કરોડ કિલો ચાની નિકાસ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. કનોરિયાએ કહ્યું કે ઘણા દેશો ચા માટે કડક પ્રવેશ નિયમન નિયમોનું પાલન કરી રહ્યા છે. મોટાભાગના દેશો યુરોપિયન યુનિયન (EU) ધોરણોનું પાલન કરે છે, જે FSSAI નિયમો કરતાં વધુ કડક છે. તેમણે કહ્યું કે કાયદાનું પાલન કરવાને બદલે, ઘણા લોકો સરકાર પાસેથી FSSAI ધોરણોમાં વધુ છૂટછાટની માંગ કરી રહ્યા છે. આ બરાબર નથી, કારણ કે ચાને હેલ્થ ડ્રિંક ગણવામાં આવે છે.  
ચામાં જંતુનાશકોનું પ્રમાણ કેમ વધે છે?
છેલ્લા કેટલાક વર્ષોમાં આબોહવા પરિવર્તનને કારણે ચાના બગીચાઓમાં ઘણો બદલાવ આવ્યો છે. ભારે વરસાદ અથવા લાંબા સમય સુધી દુષ્કાળને કારણે જીવાતોનું જોખમ પણ ભારે વધ્યું છે. જે માહિતી સામે આવી રહી છે તે પ્રમાણે જંતુનાશક દવાના છંટકાવના તરત બાદ પાંદડા તોડી લેવામાં આવે છે. જેના કારણે ચાના પાંદડા પર જંતુનાશક દવા રહી જાય છે. સામાન્ય રીતે જંતુનાશક દવાનો છંટકાવ કર્યાના 10 થી 20 દિવસ પછી પાંદડા તોડવા જોઇએ. જો આમ ના કરવામાં આવે તો ચામાં જંતુનાશકોનું પ્રમાણે વધી જાય છે.
Advertisement
Tags :
Advertisement

.