‘ભારતમાં નહીં ચાલે મેઇડ ઇન ચાઇના ટેસ્લા, અહીં આવો અને બનાવો’, નિતિન ગડકરીની એલોન મસ્કને ઓફર
ટેસ્લા અવે સ્પેસેક્સના સીઇઓ અને દુનિ.યાના સૌથી ધનવાન વ્યક્તિઓમાંના એક એવા એલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરને ખરીદી લીધું છે. લગભગ 44 અબજ ડોલરમાં ડીલ ફાઇનલ થઇ છે. ચારેતરફ બસ તેમની જ ચર્ચા છે. આ બધા વચ્ચે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ ફરી એક વખત એલોન મસ્કને ભારતમાં ટેસ્લા કારના ઉત્પાદન માટે ઓફર કરી છે. તેમણે રાયસીના ડાયલોગમાં કહ્યું કે જો એલોન મસ્ક ભારતમાં ટેસ્લા બનાવવા à
ટેસ્લા અવે સ્પેસેક્સના સીઇઓ અને દુનિ.યાના સૌથી ધનવાન વ્યક્તિઓમાંના એક એવા એલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરને ખરીદી લીધું છે. લગભગ 44 અબજ ડોલરમાં ડીલ ફાઇનલ થઇ છે. ચારેતરફ બસ તેમની જ ચર્ચા છે. આ બધા વચ્ચે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ ફરી એક વખત એલોન મસ્કને ભારતમાં ટેસ્લા કારના ઉત્પાદન માટે ઓફર કરી છે. તેમણે રાયસીના ડાયલોગમાં કહ્યું કે જો એલોન મસ્ક ભારતમાં ટેસ્લા બનાવવા માગે છે તો કોઇ સમસ્યા નથી, આપણી પાસે યોગ્ય અને પુરતી ટેકનોલોજી પણ છે.
નિતિન ગડકરીએ શું કહ્યું?
'હું તેમને વિનંતી કરું છું કે તેઓ ભારત આવે અને અહીં ઉત્પાદન શરૂ કરે. ભારત એક મોટું બજાર છે. અહીં બંદરો ઉપલબ્ધ છે. તેઓ ભારતમાંથી નિકાસ કરી શકે છે.’ જો કે આ સાથે તેમણે ફરીથી 'મેડ ઇન ચાઇના' ટેસ્લાની ભારતમાં એન્ટ્રીની શક્યતાને નકારી કાઢી હતી. ગડકરીએ કહ્યું કે 'એલોન મસ્કનું ભારતમાં સ્વાગત છે, પરંતુ ધારો કે તેઓ ચીનમાં ઉત્પાદન કરીને ભારતમાં વેચવા માંગે છે, તો આ પ્રસ્તાવ ભારત માટે સારો નથી. અમારી વિનંતી છે કે તમે ભારતમાં આવો અને ભારતમાં જ ઉત્પાદન કરો.’
Advertisement
ટેસ્લાની માગને ભારત સરાકારે ફગાવી
વિશ્વના સૌથી અમીર લોકોમાંના એક એલોન મસ્કની ઈલેક્ટ્રિક કંપની ટેસ્લા ભારતીય બજારમાં પ્રવેશવા માટે લાંબા સમયથી રાહ જોઈ રહી છે. તેણે ભારત સરકાર પાસેથી ટેક્સમાં છુટની માગ માગ કરી છે. જો કે ટેક્સમાં છુટની માગને ભારત સરાકારે નેક વખત વખત ફગાવી દીધી છે. તેમને કહેવામાં આવ્યું છે કે આ માગ પૂર્ણ થઈ શકશે નહીં. મસ્કની કંપની ટેસ્લા ભારતમાં તેના વાહનોની આયાત કરવા માંગે છે અને ટેક્સમાં છૂટ માંગે છે. જ્યારે ભારત સરકાર કહે છે કે કંપનીએ આયાત કરવાને બદલે સ્થાનિક સ્તર ઉપર વાહનોનું ઉત્પાદન કરવું જોઈએ.
ટેસ્લા ભારતમાં કારનું ઉત્પાદન કરવાને બદલે અહીં આયાતી કાર વેચવા માંગે છે. ટેસ્લાએ ઘણી વખત કહ્યું છે કે ભારત સરકારે ઇલેક્ટ્રિક કાર પરની આયાત ડ્યૂટી ઘટાડવી જોઈએ. જો કે, ભારે ઉદ્યોગ મંત્રાલયે ટેસ્લાને કડક શબ્દોમાં કહ્યું છે કે પહેલા ટેસ્લા ભારત આવે અને કાર બનાવે પછી કોઈપણ છૂટ પર વિચાર કરવામાં આવશે. સરકારના સૂત્રોનું કહેવું છે કે સરકાર ટેસ્લાને છૂટ આપીને તે સમગ્ર ઈન્ડસ્ટ્રીને ખોટો સંદેશ આપવા નથી માંગતી, કારણ કે ઘણી સ્થાનિક કંપનીઓએ અહીં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે.