Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લોકોને શ્વાસ લેવા દો, મીઠાઇઓ પર પૈસા ખર્ચો...જાણો કેમ કહ્યું સુપ્રીમ કોર્ટે

સુપ્રીમ કોર્ટે (Supreme Court) ગુરુવારે દિલ્હીમાં ફટાકડા (fireworks) ફોડવા પર પ્રતિબંધ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું છે કે લોકોને શ્વાસ લેવા દો અને મીઠાઈઓ પર પૈસા ખર્ચ કરો.  અગાઉ દિલ્હી હાઈકોર્ટે તમામ પ્રકારના ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધને પડકારતી દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ (DPCC) ની અરજીને ધ્યાનમાં લેવાનો ઇનકાર àª
લોકોને શ્વાસ લેવા દો  મીઠાઇઓ પર પૈસા ખર્ચો   જાણો કેમ કહ્યું સુપ્રીમ કોર્ટે
સુપ્રીમ કોર્ટે (Supreme Court) ગુરુવારે દિલ્હીમાં ફટાકડા (fireworks) ફોડવા પર પ્રતિબંધ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું છે કે લોકોને શ્વાસ લેવા દો અને મીઠાઈઓ પર પૈસા ખર્ચ કરો.  અગાઉ દિલ્હી હાઈકોર્ટે તમામ પ્રકારના ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધને પડકારતી દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ (DPCC) ની અરજીને ધ્યાનમાં લેવાનો ઇનકાર કર્યો હતો. અરજીમાં ફટાકડા સંબંધિત મુદ્દાઓ સુપ્રીમ કોર્ટ સમક્ષ પડતર હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

દિલ્હીમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધને પડકારતી અરજી કરાઇ હતી
સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધને પડકારતી બીજેપી નેતા મનોજ તિવારીની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે લોકોએ સ્વચ્છ હવામાં શ્વાસ લેવો જોઈએ, મીઠાઈઓ પર પૈસા ખર્ચવા જોઈએ. મનોજ તિવારીના વકીલ શશાંક શેખર ઝાએ દિવાળી નજીક હોવાને ટાંકીને તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. તિવારીએ 23 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ઉલ્લેખનીય છે કે, અરજીમાં કહેવામાં આવ્યું હતું કે જીવનના અધિકારના બહાને ધર્મની સ્વતંત્રતા છીનવી ન શકાય. મનોજ તિવારીએ સરકારને ફટાકડાના વેચાણ, ખરીદી અને ફોડવા અંગે નવી માર્ગદર્શિકા જારી કરવા નિર્દેશ માંગ્યો હતો. તેમણે સામાન્ય પ્રતિબંધ પર સવાલ ઉઠાવ્યા હતા, જ્યારે સુપ્રીમ કોર્ટે ગ્રીન ફટાકડાના ઉપયોગને મંજૂરી આપી હતી.

કેમ અરજી કરાઇ 
બીજેપી સાંસદે તમામ રાજ્યોને આગામી તહેવારોની મોસમ દરમિયાન ફટાકડા વેચતા અથવા તેનો ઉપયોગ કરતા સામાન્ય લોકો સામે એફઆઈઆર નોંધવા જેવી કોઈ શિક્ષાત્મક કાર્યવાહી ન કરવા માટે પણ નિર્દેશ માંગ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 2020થી દિલ્હીમાં દિવાળી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે. આ સિવાય હરિયાણાએ ગયા વર્ષે તેના 14 જિલ્લામાં તમામ પ્રકારના ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે, પ્રતિબંધો હોવા છતાં, દિલ્હી, નોઇડા, ફરીદાબાદ અને ગુરુગ્રામમાં લોકોએ મોડી રાત સુધી ફટાકડા ફોડ્યા હતા.
કાયદો શું કહે છે
દિલ્હીમાં દિવાળી પર ફટાકડા ફોડનારને 6 મહિના સુધીની જેલ અને 200 રૂપિયાનો દંડ થઈ શકે છે. બુધવારે આ માહિતી આપતાં દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે જણાવ્યું હતું કે દિલ્હીમાં ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર 5000 રૂપિયા સુધીનો દંડ અને એક્સપ્લોઝિવ એક્ટની કલમ 9B હેઠળ 3 વર્ષની જેલની સજા થશે. આ સાથે તેમણે લોકોને આ દિવાળી પર ફટાકડા ન ફોડવા અને દીવા પ્રગટાવવાની પણ અપીલ કરી હતી. લોકોને જાગૃત કરવા દિલ્હી સરકાર જનજાગૃતિ ચલાવશે. તે કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કથી શરૂ થશે. અહીં 51 હજાર દીવા પ્રગટાવવામાં આવશે.
Advertisement
Tags :
Advertisement

.