Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જાણો, યુવતીની હત્યા કેસમાં ઉત્તરાખંડ પોલીસે શું કર્યું

ઉત્તરાખંડ (Uttarakhand)ના ઋષિકેશ (Rishikesh)માં પાંચ દિવસથી ગુમ થયેલી અંકિતા ભંડારી (Ankita Bhandari)નો મૃતદેહ મળતાં ખળભળાટ મચી ગયો છે. મૃતદેહ મળ્યા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તપાસ બાદ 24 કલાકમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં રિસોર્ટના માલિક પુલકિત આર્ય (Pulkit Arya) મુખ્ય આરોપી છે. તેઓ ભાજપ  (BJP)ના નેતા વિનોદ આર્યના પુત્ર છે. જો કે  મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ આ મામ
જાણો  યુવતીની હત્યા કેસમાં ઉત્તરાખંડ પોલીસે શું કર્યું
ઉત્તરાખંડ (Uttarakhand)ના ઋષિકેશ (Rishikesh)માં પાંચ દિવસથી ગુમ થયેલી અંકિતા ભંડારી (Ankita Bhandari)નો મૃતદેહ મળતાં ખળભળાટ મચી ગયો છે. મૃતદેહ મળ્યા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તપાસ બાદ 24 કલાકમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં રિસોર્ટના માલિક પુલકિત આર્ય (Pulkit Arya) મુખ્ય આરોપી છે. તેઓ ભાજપ  (BJP)ના નેતા વિનોદ આર્યના પુત્ર છે. જો કે  મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ આ મામલે કડક કાર્યવાહી કરીને રિસોર્ટને તોડવાનો નિર્દેશ આપ્યો હતો.

મુખ્ય આરોપીનું રિસોર્ટ તોડી પડાયું
સરકારના આદેશ અનુસાર ઋષિકેશ સ્થિત મુખ્ય આરોપી પુલકિત આર્યના વંતરા રિસોર્ટને તોડી પાડવામાં આવ્યું છે. આ માહિતી મુખ્યમંત્રીના વિશેષ મુખ્ય સચિવ અભિનવ કુમારે આપી છે. તેમણે કહ્યું કે, અંકિતા ભંડારીની કથિત રીતે હત્યા કરનાર પુલકિત આર્યની માલિકીનું ઋષિકેશમાં વંતરા રિસોર્ટને ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીના આદેશ પર તોડી પાડવામાં આવી રહ્યું છે.
અંકિતાની દારુ પીવડાવી હત્યા કરાઇ હતી
અંકિતા ભંડારી છેલ્લા પાંચ દિવસથી ગુમ હતી. પરંતુ લાશ મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી તો ખબર પડી કે તેની હત્યા કરવામાં આવી છે. જે બાદ પોલીસ એક્શનમાં આવી અને 24 કલાકમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી.  આ કેસમાં મુખ્ય આરોપી પુલકિત આર્ય છે, જે બીજેપી નેતા વિનોદ આર્યનો પુત્ર છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે તેઓ અંકિતા ભંડારીને એકાંત સ્થળે લઈ ગયા હતા અને તેને દારૂ પીવડાવ્યો હતો અને પછી દારૂના નશામાં તેની હત્યા કર્યા બાદ તેની લાશ કેનાલમાં ફેંકી દીધી હતી.

આરોપીઓનો ચોંકાવનારો ખુલાસો
ઉલ્લેખનીય છે કે  અગાઉ આ મામલો રેવન્યુ પોલીસ પાસે હતો. પરંતુ બાદમાં મામલાની ગંભીરતાને જોતા લક્ષ્મણ ઝુલા પોલીસને કેસ સોંપવામાં આવ્યો હતો. લક્ષ્મણઝુલા પોલીસે આ મામલે કાર્યવાહી કરી હતી. સૂત્રોનું માનીએ તો પકડાયેલા ત્રણેય આરોપીઓએ અનેક રહસ્યો ખોલ્યા છે. પોલીસ આ મામલે ટૂંક સમયમાં ચોંકાવનારો ખુલાસો કરી શકે છે.
Advertisement

Koo App

आज प्रातः काल बेटी अंकिता का पार्थिव शव बरामद कर लिया गया। इस हृदय विदारक घटना से मन अत्यंत व्यथित है। दोषियों को कड़ी से कड़ी सजा दिलाने हेतु पुलिस उपमहानिरीक्षक पी. रेणुका देवी जी के नेतृत्व में SIT का गठन कर इस गंभीर मामले की गहराई से जांच के भी आदेश दे दिए हैं। आरोपियों के गैर कानूनी रूप से बने रिजॉर्ट पर बुल्डोजर द्वारा करवाई भी कल देर रात की गई है। हमारा संकल्प है की इस जघन्य अपराध के लिए किसी भी दोषी को बख्शा नहीं जाएगा।

- Pushkar Singh Dhami (@pushkarsinghdhami) 24 Sep 2022

Advertisement
Tags :
Advertisement

.