કિમ જોંગ-ઉન દિકરી સાથે સુરક્ષા દળોને મળ્યા, લશ્કરી પરેડની તૈયારીઓની કરી સમીક્ષા
ઉત્તર કોરિયા (North Korea)ના નેતા કિમ જોંગ-ઉન (Kim Jong Un)તેમની પુત્રી કિમ જુ એ સાથે દેશની સૈન્યના 75માં સ્થાપના દિવસે સૈન્ય દળોને મળવા પહોંચ્યા હતા અને આ સમય દરમિયાન પરમાણુ શસ્ત્રો માટે સક્ષમ તેમની સૈન્યની પ્રશંસા કરી હતી. કિમની મુલાકાત એવા સંકેતો વચ્ચે આવી છે કે ઉત્તર કોરિયા દેશની રાજધાની પ્યોંગયાંગમાં એક મોટી સૈન્ય પરેડની તૈયારી કરી રહ્યું છે. આ પરેડમાં તે તેના વધતા પરમાણુ શસ્ત્રો કાર્યક્ર
04:48 AM Feb 09, 2023 IST
|
Vipul Pandya
ઉત્તર કોરિયા (North Korea)ના નેતા કિમ જોંગ-ઉન (Kim Jong Un)તેમની પુત્રી કિમ જુ એ સાથે દેશની સૈન્યના 75માં સ્થાપના દિવસે સૈન્ય દળોને મળવા પહોંચ્યા હતા અને આ સમય દરમિયાન પરમાણુ શસ્ત્રો માટે સક્ષમ તેમની સૈન્યની પ્રશંસા કરી હતી. કિમની મુલાકાત એવા સંકેતો વચ્ચે આવી છે કે ઉત્તર કોરિયા દેશની રાજધાની પ્યોંગયાંગમાં એક મોટી સૈન્ય પરેડની તૈયારી કરી રહ્યું છે. આ પરેડમાં તે તેના વધતા પરમાણુ શસ્ત્રો કાર્યક્રમના નવીનતમ ઉપકરણોને પ્રદર્શિત કરી શકે છે.
કિમની પત્ની રી સોલ જુ પણ તેમની સાથે હતી
કિમ જોંગ-ઉને તેમની 10 વર્ષની પુત્રી સાથે 'કોરિયન પીપલ્સ આર્મી'ના જનરલ ઓફિસર રેન્કના અધિકારીઓના રહેણાંક સંકુલની પણ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે કિમ અને તેની પુત્રીએ બ્લેક સૂટ અને સફેદ શર્ટ પહેર્યા હતા. કહેવાય છે કે કિમની દીકરી નવથી 10 વર્ષની છે. આ પ્રસંગે કિમની પત્ની રી સોલ જુ પણ તેમની સાથે હતી.
દક્ષિણ કોરિયાના મંત્રી લી વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ પસાર
દક્ષિણ કોરિયાની સંસદે બુધવારે દેશના આંતરિક અને સુરક્ષા પ્રધાન લી સાંગ-મીન વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ પર મતદાન કર્યું અને તેને 109ની સામે 179 મતોથી પસાર કર્યું. વિપક્ષે ગયા વર્ષે ઓક્ટોબરમાં લગભગ 160 લોકો માર્યા ગયેલા ભાગદોડ માટે આપત્તિનો સામનો કરવામાં સરકારની નિષ્ફળતાને જવાબદાર ગણાવી છે. મહાભિયોગ લીને તેની ફરજો નિભાવતા અટકાવે છે. દેશની બંધારણીય અદાલત પાસે તેમને પદ પર રાખવા કે કેમ તે નક્કી કરવા માટે 180 દિવસનો સમય છે. લીને રાષ્ટ્રપતિ યુન સુક યેઓલના મુખ્ય સાથી તરીકે જોવામાં આવે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article