Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

8મા દિવસે સૌથી વધુ કમાણીનો કરી,આમિર ખાનની 'દંગલ'ને પાછળ છોડી

કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મ બીજા વીકેન્ડમાં 150 કરોડનો આંકડો પાર કરી શકે છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ વધી રહ્યું છે. આ ફિલ્મ તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમમાં પણ રિલિઝ કરાઇ છે. સૌથી મજાની વાત એ છે કે બીજા અઠવાડિયામાં ફિલ્મને પહેલા અઠવાડિયા કરતા વધુ સ્ક્રીનિંગ મળી છે. વિવેક અગ્નિહોત્રીની દિગ્દર્શિત પ્રથમ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' તેની બોક્સ ઓફિસ  પર ધમાલ ચાલુ રાખી છે. આ ફિલ્મે 8માં દિવસે 100 કરોડનુ
07:51 AM Mar 19, 2022 IST | Vipul Pandya
કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મ બીજા વીકેન્ડમાં 150 કરોડનો આંકડો પાર કરી શકે છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ વધી રહ્યું છે. આ ફિલ્મ તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમમાં પણ રિલિઝ કરાઇ છે. સૌથી મજાની વાત એ છે કે બીજા અઠવાડિયામાં ફિલ્મને પહેલા અઠવાડિયા કરતા વધુ સ્ક્રીનિંગ મળી છે. વિવેક અગ્નિહોત્રીની દિગ્દર્શિત પ્રથમ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' તેની બોક્સ ઓફિસ  પર ધમાલ ચાલુ રાખી છે. આ ફિલ્મે 8માં દિવસે 100 કરોડનું કલેક્શન કરીને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.આટલું જ નહીં ધ કાશ્મીર ફાઇલ્સે કમાણીના મામલે આમિર ખાનની દંગલ પણ પાછળ છોડી છે. 
કાશ્મીર ફાઈલ્સે ભારે નફો કર્યો
કાશ્મીર ફાઇલ્સ ઓલ ટાઈમ બ્લોક બસ્ટર્સની યાદીમાં સામેલ થઈ ગઈ છે. બીજા સપ્તાહમાં શુક્રવારે ફિલ્મે 19.15 કરોડની કમાણી કરી હતી. ભારતીય બજારમાં ફિલ્મે બીજા સપ્તાહમાં શુક્રવારે ફિલ્મે 19.15 કરોડની કમાણી કરી હતી. ભારતીય બજારમાં આ ફિલ્મનું કુલ કલેક્શન 116.45 કરોડ થઈ ગયું છે. ફિલ્મ બીજા વિકેન્ડમાં 150 કરોડનો આંકડો પાર કરી જશે. કાશ્મીર ફાઇલ્સે 8માં દિવસે સૌથી વધુ કમાણી કરી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ વધ્યું છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરીને લખ્યું - કાશ્મીર ફાઇલ્સે ઇતિહાસ રચ્યો છે. આ કલેક્શન બાહુબલી 2 (19.75 કરોડ)ની નજીક છે અને દંગલ (18.59 કરોડ) કરતાં વધુ છે. આ બંને ફિલ્મો આઇકોનિક હિટ છે.100 મિલિયન ક્લબમાં સામેલ થઇ રહી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ ઝડપી છે. આ ફિલ્મ તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમમાં પણ ડબ કરવામાં આવશે. આનો અર્થ ચોક્કસ એ છે કે કાશ્મીર ફાઇલ્સનાં આગામી સપ્તાહમાં નવા રેકોર્ડ સર્જશે.

Tags :
100miliancollectionmovieGujaratFirstrecordbreakTheKashmirFiles
Next Article