Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દાદા સાહેબ ફાળકે એવોર્ડ પર કંગના રનૌત ગુસ્સે, 'નેપો માફિયાઓનો એવોર્ડ પર કબજો' : કંગના રનૌત

અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) બોલિવૂડમાં નેપોટિઝમને લઈને હંમેશા અવાજ ઉઠાવતી રહી છે. હવે કંગના રનૌતે તાજેતરમાં યોજાયેલા 'દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023' પર નિશાન સાધ્યું છે. અભિનેત્રીએ ટ્વીટ કરીને એવોર્ડ શોમાં નેપોટિઝમનો આરોપ લગાવ્યો છે. કંગના આ પહેલા પણ ઘણી વખત નેપોટિઝમ વિશે બોલી ચૂકી છે.Awards season is here and nepo mafia is at it again, snatching all awards from the deserving talent. Here’s a list of some of those who displayed volcanic artistic brilliance and owned 2022. Best Actor -
દાદા સાહેબ ફાળકે એવોર્ડ પર કંગના રનૌત ગુસ્સે   નેપો માફિયાઓનો એવોર્ડ પર કબજો    કંગના રનૌત
અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) બોલિવૂડમાં નેપોટિઝમને લઈને હંમેશા અવાજ ઉઠાવતી રહી છે. હવે કંગના રનૌતે તાજેતરમાં યોજાયેલા 'દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023' પર નિશાન સાધ્યું છે. અભિનેત્રીએ ટ્વીટ કરીને એવોર્ડ શોમાં નેપોટિઝમનો આરોપ લગાવ્યો છે. કંગના આ પહેલા પણ ઘણી વખત નેપોટિઝમ વિશે બોલી ચૂકી છે.
Advertisement

કંગનાએ ટ્વીટ કર્યું
કંગનાએ ટ્વીટ કરીને લખ્યું- 'એવોર્ડ્સની સીઝન શરૂ થઈ ગઈ છે અને નેપો માફિયાએ ફરીથી તેના પર પ્રભુત્વ જમાવ્યું છે, લાયક પ્રતિભાઓ પાસેથી તમામ એવોર્ડ છીનવી લીધા છે. અહીં એવા કેટલાક લોકોની સૂચિ છે જેમણે તેમની તેજસ્વી અભિનય અને કલાત્મક પ્રતિભા દર્શાવી અને 2022 માં કબજો કર્યો. શ્રેષ્ઠ અભિનેતા - ઋષભ શેટ્ટી (કાંતારા), શ્રેષ્ઠ અભિનેત્રી - મૃણાલ ઠાકુર (સીતા રામમ)

તાજેતરમાં દાદા સાહેબ ફાળકે એવોર્ડ સમારોહ યોજાયો 
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ મુંબઈમાં 'દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલિવૂડના અનેક સ્ટાર્સે ભાગ લીધો હતો. આ એવોર્ડ શોમાં આલિયા ભટ્ટને 'ગંગુબાઈ કાઠિયાવાડી' માટે બેસ્ટ એક્ટ્રેસ અને રણબીર કપૂરને 'બ્રહ્માસ્ત્ર' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. અનુપમ ખેરની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને સર્વશ્રેષ્ઠ ફિલ્મ અને અનુપમ ખેરને સર્વશ્રેષ્ઠ વર્સેટાઈલ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તે જ સમયે, રિષભ શેટ્ટીને ફિલ્મ કાંતારા માટે શ્રેષ્ઠ આશાસ્પદ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.