દિલ્હી-મુંબઇની BBCની ઓફિસમાં ITના દરોડા, જાણો સમગ્ર મામલો
દિલ્હી-મુંબઇની BBCની ઓફિસમાં ITના દરોડાકર્મચારીઓના ફોન જપ્ત કરાયાITની ટીમ સર્વે કરી રહી છેકરચોરીના મામલામાં સર્વે પોલીસ કાફલો પણ ખડકી દેવાયો બીબીસીની ઓફિસને સીલ કરી દેવાઇજૂના ખાતાઓની તપાસદિલ્હી અને મુંબઈ સહિત 20 સ્થળોએ તપાસદેશમાં અઘોષિત ઈમરજન્સીઃ કોંગ્રેસઆવકવેરા વિભાગે (Income Tax) બીબીસી (BBC) ઓફિસ પર દરોડા (Raids) પાડ્યા છે. આવકવેરા વિભાગની ટીમ દિલ્હી અને મુંબઈ સહિત 20 સ્થળોએ તપાસ કરી રહી છà
07:53 AM Feb 14, 2023 IST
|
Vipul Pandya
- દિલ્હી-મુંબઇની BBCની ઓફિસમાં ITના દરોડા
- કર્મચારીઓના ફોન જપ્ત કરાયા
- ITની ટીમ સર્વે કરી રહી છે
- કરચોરીના મામલામાં સર્વે
- પોલીસ કાફલો પણ ખડકી દેવાયો
- બીબીસીની ઓફિસને સીલ કરી દેવાઇ
- જૂના ખાતાઓની તપાસ
- દિલ્હી અને મુંબઈ સહિત 20 સ્થળોએ તપાસ
- દેશમાં અઘોષિત ઈમરજન્સીઃ કોંગ્રેસ
આવકવેરા વિભાગે (Income Tax) બીબીસી (BBC) ઓફિસ પર દરોડા (Raids) પાડ્યા છે. આવકવેરા વિભાગની ટીમ દિલ્હી અને મુંબઈ સહિત 20 સ્થળોએ તપાસ કરી રહી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આવકવેરા વિભાગની ટીમ કરચોરીના મામલામાં સર્વે કરી રહી છે. ટીમે બીબીસીની ઓફિસને સીલ કરી દીધી છે. કર્મચારીઓને બહાર નીકળવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે આવકવેરા વિભાગની ટીમે કર્મચારીઓને સિસ્ટમ અને મોબાઈલનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.
60-70 લોકોની ટીમ બીબીસીની દિલ્હી ઓફિસ પહોંચી
માહિતી અનુસાર, આવકવેરાના 60 થી 70 લોકોની એક ટીમ BBCની દિલ્હી ઓફિસમાં સર્વે માટે પહોંચી છે અને જૂના ખાતાઓની તપાસ કરી રહી છે. આવકવેરા વિભાગની ટીમે કર્મચારીઓના ફોન સ્વિચ ઓફ કરી દીધા છે અને પરિસરમાં કોઈને પણ આવતા-જતા અટકાવ્યા છે.
અધિકારીઓ કેટલીક માહિતીની ખરાઈ કરવા પહોંચ્યા
આવકવેરા વિભાગે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન એટલે કે બીબીસી વિરુદ્ધ કાર્યવાહી કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે મંગળવારે અધિકારીઓ રાજધાની દિલ્હી સ્થિત મીડિયા ઈન્સ્ટિટ્યૂટની ઓફિસે પહોંચ્યા હતા. હાલ તપાસ ચાલુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અધિકારીઓ કેટલીક માહિતીની ખરાઈ કરવા પહોંચ્યા છે. તાજેતરના સમયમાં બીબીસી ગુજરાતના રમખાણો અને રશિયા-યુક્રેન યુદ્ધ પર બનેલી વિડીયો સીરીઝના કારણે સમાચારમાં છે.
(સીબીડીટી)ના અધિકારીઓએ પુષ્ટિ કરી
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)ના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે અધિકારીઓ બીબીસીની દિલ્હી ઓફિસમાં હાજર છે. અધિકારીઓએ કહ્યું, 'આ સર્વે છે, દરોડો નથી.' અન્ય એક અધિકારીએ કહ્યું કે કેટલીક અનિયમિતતાઓના ઇનપુટ્સના આધારે બીબીસી સાથે સંબંધિત કેટલાક કેસોની તપાસ કરવામાં આવી રહી છે. “આ ગેરરીતિઓ શોધવા માટે સર્વેક્ષણો હાથ ધરવામાં આવે છે. ગેરરીતિ જાણી જોઈને કરવામાં આવી હતી કે કેમ તે સર્વે બાદ જ સ્પષ્ટ થશે.
ઓફિસને સંપૂર્ણ રીતે સીલ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આવકવેરા વિભાગના અધિકારીઓએ ઓફિસને સંપૂર્ણ રીતે સીલ કરી દીધી છે. તે જ સમયે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તમામ કર્મચારીઓને ઘરે જવા માટે કહેવામાં આવ્યું છે. સૂત્રોને ટાંકીને જણાવવામાં આવી રહ્યું છે કે મીડિયા ઈન્સ્ટિટ્યૂટની લંડન ઓફિસને પણ ઈન્કમ ટેક્સની આ કાર્યવાહીની જાણકારી આપવામાં આવી છે.
આઈટી વિભાગના અધિકારીઓ પણ મુંબઈ ઓફિસ પહોંચ્યા
સર્વે માટે દિલ્હી ઉપરાંત આવકવેરા વિભાગના અધિકારીઓ પણ મુંબઈમાં ઓફિસ પહોંચી ગયા છે. મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે કર્મચારીઓના ફોન છીનવી લેવામાં આવ્યા છે.
દેશમાં અઘોષિત ઈમરજન્સીઃ કોંગ્રેસ
કોંગ્રેસે આવકવેરા વિભાગની કાર્યવાહી પર નિશાન સાધ્યું છે અને તેને બીબીસી ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ બાદ બદલો ગણાવ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરીને કહ્યું કે, 'પહેલા બીબીસી ડોક્યુમેન્ટ્રી આવી, તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. હવે ITએ BBC પર દરોડા પાડ્યા છે. અઘોષિત કટોકટી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Next Article