Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુનેગારોને થથરાવતા IPS અધિકારીઓને સ્વરુપવાન યુવતીએ થથરાવ્યા, પોલીસ તંત્રમાં ગરમાવો

4 IPS અધિકારીઓને હની ટ્રેપમાં ફસાવાયા?સમગ્ર ઘટના બહાર આવતા પોલીસ બેડામાં ખળભળાટઘોડેસવારી શીખવા આવતી સ્વરુપવાન મહિલાએ અધિકારીઓને ફસાવ્યાની ચર્ચાગાંધીનગર કરાઇ પોલીસ એકેડેમી (Gandhinagar Karai Police Academy) માં ઘોડેસવારી શીખવા આવતી સ્વરુપવાન મહિલાએ 4 IPS અધિકારીઓને પ્રેમજાળ (Honey Trapping)માં ફસાવ્યા હોવાની ચર્ચા શરુ થતાં પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. મધ્યપ્રદેશની આ સ્વરુપવાન યુવતીએ ઘોડેસવારી (Horse Riding)ની
09:43 AM Dec 27, 2022 IST | Vipul Pandya
  • 4 IPS અધિકારીઓને હની ટ્રેપમાં ફસાવાયા?
  • સમગ્ર ઘટના બહાર આવતા પોલીસ બેડામાં ખળભળાટ
  • ઘોડેસવારી શીખવા આવતી સ્વરુપવાન મહિલાએ અધિકારીઓને ફસાવ્યાની ચર્ચા
ગાંધીનગર કરાઇ પોલીસ એકેડેમી (Gandhinagar Karai Police Academy) માં ઘોડેસવારી શીખવા આવતી સ્વરુપવાન મહિલાએ 4 IPS અધિકારીઓને પ્રેમજાળ (Honey Trapping)માં ફસાવ્યા હોવાની ચર્ચા શરુ થતાં પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. મધ્યપ્રદેશની આ સ્વરુપવાન યુવતીએ ઘોડેસવારી (Horse Riding)ની ટ્રેનિંગના નામે ઘોડેસવારીના શોખીન 4 IPS અધિકારીને જાળમાં ફસાવી કરોડો રુપિયા ખંખેર્યા હોવાની વાત બહાર આવી છે.
આમ તો 6 IPS અધિકારી આ હની ટ્રેપમાં ફસાયા હતા પણ 2 અધિકારીને ગંધ આવી જતાં તેમણે યુવતી સાથે સંપર્ક કાપી નાખ્યો હતો અને બચી ગયા હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.ભલભલા ગુનેગારોને થથરાવી દેતાં આ IPS અધિકારીઓ સ્વરુપવાન યુવતીની જાળમાં આખરે તો કેવા ફસાઇ ગયા તેની ચર્ચા પોલીસ બેડામાં ચાલી રહી છે. ખાસ કરીને ગાંધીનગરમાં આ ચર્ચાએ ભારે ઉત્તેજના જગાવી છે. આ યુવતી કોણ છે તે જાણવા માટે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ અંદરો અંદર એકબીજાને પુછતાં રહે છે. જો કે સહુ આ અધિકારીઓ વિશે જાણતા હોવા છતાં મૌન રહેવાનું પસંદ કરે છે. 

અધિકારીઓને માયાજાળમાં ફસાવાનો પ્રયાસ
ઇતિહાસમાં જોવા મળ્યું છે કે ઋષિમુનિઓના તપને ભંગ કરવા માટે સ્વરૂપવાન મહિલાનો ઉપયોગ કરાતો હતો અને આજે પણ 21મી સદીમાં આવું જ કંઈક બની રહ્યું છે. જેમાં અધિકારીઓને માયાજાળમાં ફસાવવા માટે સ્વરૂપવાન મહિલાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાતમાં પોલીસ વિભાગમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતા કેટલાક આઇપીએસ અધિકારીઓને પણ આ જ પ્રકારે માયાજાળમાં ફસાવવાનો પ્રયાસ થયો છે.

અધિકારીઓને કર્યા બ્લેકમેઇલ
પોલીસ તંત્રમાં ચર્ચાતી વિગતો મુજબ ગાંધીનગરની કરાઈ એકેડેમીમાં છેલ્લા થોડાક મહિનાઓ પહેલા મધ્યપ્રદેશની અગાઉ એક સ્વરૂપવાન યુવતી ઘોડે સવારીની ટ્રેનીંગ માટે આવી હતી. કરાઈ એકેડમીમાં હાજર આઇપીએસ અને ટ્રેનિંગ લઈ રહેલા કેટલાક આઈપીએસ અધિકારીઓ આ સ્વરૂપવાન મહિલાનો શિકાર બની ગયા હોવાની ચર્ચા આઇપીએસ એસોસીએશનમાં ટોક ઓફ ધી ટાઉન બની છે. યુવાન IPSના સંપર્કમાં આ યુવતી આવ્યા બાદ બંને એકબીજાની નિકટ આવ્યા હતા અને ત્યારબાદ આ યુવતીએ અધિકારીને બ્લેકમેઇલ કરવા માડી હતી.
6 IPS ને ફસાવ્યા હોવાની ચર્ચા
ત્યારબાદ માહિતી બહાર આવી હતી કે આ યુવતીએ અન્ય 4 IPSને પણ પોતાના શિકાર બનાવ્યા છે. આ હની ટ્રેપને લઈને આઇપીએસ અધિકારીઓ ફ્રેશ ટાઈમ કોલ મારફતે એકબીજાને પૂછી રહ્યા છે કે કોણ છે આ મહિલા અને કયા અધિકારી હની ટ્રેપમાં આવી ગયા છે. યુવતી છ જેટલા IPS અધિકારીઓને પોતાની માયાજાળમાં ફસાવી ચૂકી છે જેમાંથી સદનસીબે બે જેટલા IPS અધિકારીઓ આ માયાજાળનો ભોગ બનતા બચી ગયા છે.
રોકડ અને મોંઘા ફોન આપ્યા
પોલીસ તંત્રમાં સંભળાઇ રહ્યું છે કે યુવતીએ અધિકારીઓ પાસેથી રોકડ અને મોંઘા દાટ ફોન પણ માંગ્યા હતા અને આંધળા થયેલા આ આઈપીએસ અધિકારીઓએ iPhone જેવા ફોન પણ ગિફ્ટમાં આપ્યા હતા અને તે જ iPhone વડે આ સ્વરૂપવાન મહિલાએ અધિકારી અને પોતાની અંગત પળોના ફોટોગ્રાફ્સ પણ પાડ્યા હતા.

આધાર પુરાવા સામે આવ્યા નથી
જો કે તમામ બાબતોના કોઈપણ પ્રકારના આધાર પુરાવા સામે આવ્યા નથી અને ભવિષ્યમાં પણ ક્યારે આવવાના પણ નથી માટે કહેવાય છે ને કે અમુક કિસ્સાઓ હંમેશા માટે પુરાવા વિના જ ન્યાય માટે વલખા મારતા રહી જતા હોય છે પરંતુ પોલીસ વિભાગ એક એવો વિભાગ છે કે જ્યાં બનતી નાનામાં નાની બાબતો આજે નહીં તો ભવિષ્યમાં પણ બહાર આવતી જ હોય છે અને આ સ્વરૂપવાન મહિલા કાંડની વાતો પણ આજે તે જ પ્રકારે બહાર આવીને ઢોલ પીટી રહી છે.
સ્વરૂપવાન મહિલાનો શિકાર આઈપીએસ અધિકારીઓ કેવી રીતે બન્યા.

સાપે છછુંદર ગળ્યો હોય તેવો ઘાટ
સ્ત્રીની સુંદરતા તમામ લોકોને આકર્ષિત કરતી જ હોય છે અને આ જ કિસ્સામાં પણ એવું જ બન્યું જેમાં સ્વરૂપવાન મહિલાએ પહેલા ઘોડેસવારી કરી બાદમાં હવે ભણેલા ગણેલા આઈપીએસ અધિકારીઓ પર સવારી કરી રહી છે.અધિકારીઓને પોતાની પ્રેમરૂપી માયાજાળમાં એવા તરબદોળ કરી દીધા કે હવે જાણે કે સાપે છછુંદર ગળ્યો હોય તેવો ઘાટ સર્જાઈ ગયો છે કારણ કે આ સ્વરૂપવાન મહિલા નું બેકગ્રાઉન્ડ ભોગ બનેલા અધિકારીઓને પણ ખ્યાલ નથી. માટે હવે આ ભોગ બનેલા આઈપીએસ અધિકારીઓ જાયે તો કહા જાય તેવી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirsthoneytrapIPSpolice
Next Article