Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મામલો 'સાહેબ'નો..ગુમ થયેલા જૂતા શોધવા કામે લાગી ત્રણ-ત્રણ એજન્સી, જાણો ચોંકાવનારો કિસ્સો

રેલવે ઓફિસરની પુત્રીના જૂતા ગુમ થઇ ગયા હતામુસાફરીમાં જૂતા ગુમ થતાં તપાસત્રણ ત્રણ એજન્સી તપાસમાં જોતરાઇઉત્તર પ્રદેશથી ઓડિસા સુધી તપાસ થઇ એક મહિના પછી જૂતા મળ્યા રેલવે અધિકારી (Railway Officer)ની પુત્રીના જૂતા (shoes) મુસાફરી દરમિયાન ગુમ થઇ જતાં તેને શોધવા માટે ત્રણ ત્રણ એજન્સી કામે લાગી હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. 10 હજાર રુપિયાના આ જૂતા શોધવા એજન્સીઓને ભારે મહેનત કરવી પડી હતી. ઉà
મામલો  સાહેબ નો  ગુમ થયેલા જૂતા શોધવા કામે લાગી ત્રણ ત્રણ એજન્સી  જાણો ચોંકાવનારો કિસ્સો
  • રેલવે ઓફિસરની પુત્રીના જૂતા ગુમ થઇ ગયા હતા
  • મુસાફરીમાં જૂતા ગુમ થતાં તપાસ
  • ત્રણ ત્રણ એજન્સી તપાસમાં જોતરાઇ
  • ઉત્તર પ્રદેશથી ઓડિસા સુધી તપાસ થઇ 
  • એક મહિના પછી જૂતા મળ્યા 
રેલવે અધિકારી (Railway Officer)ની પુત્રીના જૂતા (shoes) મુસાફરી દરમિયાન ગુમ થઇ જતાં તેને શોધવા માટે ત્રણ ત્રણ એજન્સી કામે લાગી હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. 10 હજાર રુપિયાના આ જૂતા શોધવા એજન્સીઓને ભારે મહેનત કરવી પડી હતી. ઉત્તર પ્રદેશથી લઇને ઓડિસા સુધી જૂતા શોધવા માટે મહેનત કરાઇ હતી. દેશમાં નોકરશાહી કેટલી હદ સુધી પ્રભાવિત કરે છે તેનો આ ચોંકવાનારો બનાવ જોવા મળ્યો છે. 
 મામલો સાહેબને લગતો
વાત જાણે એમ છે કે રેલવેના એક વરિષ્ઠ અધિકારીની પુત્રીના પગરખા મુસાફરી દરમિયાન ગુમ થઈ ગયા હતા. આ બનાવ બાદ સમગ્ર વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. મામલો સાહેબને લગતો હતો એટલે આખો રેલ્વે વિભાગ બૂટની શોધમાં લાગી ગયો. સઘન શોધખોળ શરૂ કરવામાં આવી હતી. કંઈ જાણી શકાયું ન હતું, તેથી આ અભિયાનમાં GRP, RPAF અને IRCTCને પણ તૈનાત કરવામાં આવ્યા હતા. આ અંગે જીઆરપીમાં એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી હતી. લગભગ એક મહિના સુધી ત્રણેય એજન્સીઓ જૂતા શોધવામાં વ્યસ્ત હતી. યુપીથી ઓડિશા સુધી સ્ક્રુટીની કરવામાં આવી હતી. લગભગ એક મહિના પછી જૂતા વિશે શું જાણવા મળ્યું તે જાણીને તમે પણ દંગ રહી જશો.
સહપ્રવાસી પર જૂતા ચોરવાની શંકા
વાસ્તવમાં, ઓડિશામાં તૈનાત ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ) વતી ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે તેમની પુત્રી 3 જાન્યુઆરીએ લખનૌ મેઇલના એસી ફર્સ્ટ કોચ દ્વારા દિલ્હીથી લખનૌ જઈ રહી હતી. પ્રવાસ દરમિયાન તેમના જૂતા ચોરાઈ ગયા હતા. ડીઆરએમની પુત્રીને તેની મહિલા સહ-પ્રવાસી પર જૂતાની ચોરી કરવાની શંકા હતી.
1 મહિનાની મહેનત પછી જૂતા મળ્યા
આ પછી ત્રણેય એજન્સીઓ જૂતાની શોધમાં દિવસ-રાત લાગી ગઈ હતી. લગભગ એક મહિના પછી, તે મહિલા મળી આવી જે ડીઆરએમની પુત્રીની બાજુમાં બર્થ પર હતી. જાણવા મળ્યું કે તે વ્યવસાયે ડૉક્ટર છે અને તેણે ભૂલથી ડીઆરએમની પુત્રીના જૂતા પહેરી લીધા હતા. મહિલા ડોક્ટરે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે 4 જાન્યુઆરીની સવારે જ્યારે ટ્રેન બરેલી સ્ટેશન પહોંચી ત્યારે તેણે ઉતાવળમાં ખોટું જૂતું પહેર્યું હતું. આ પછી મહિલાએ ડીઆરએમની પુત્રીના જૂતા પરત કર્યા. જૂતાની કિંમત 10,000 રૂપિયા જણાવવામાં આવી રહી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.