ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, કૃષ્ણાને મળી તક
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રણ ODI શ્રેણીની છેલ્લી મેચ ત્રિનિદાદના પોર્ટ
ઓફ સ્પેનના મેદાન પર રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય
લીધો હતો. ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં માત્ર એક ફેરફાર કરવામાં આવ્યો છે. અવેશ
ખાનની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણ તક મળી છે. અર્શદીપ સિંહને વનડેમાં પદાર્પણ કરવા
માટે થોડી રાહ જોવી પડશે. આ સાથે જ વેસ્ટ ઈન્ડિઝની પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ ફેરફાર
કરવામાં આવ્યા છે. ભારતે પ્રથમ બે મેચ જીતીને સીરીઝ જીતી લીધી છે અને આજે ટીમ ઈન્ડિયાની
નજર યજમાન ટીમનો સફાયો કરવા પર રહેશે. શિખર ધવન એન્ડ કંપની આજે બેન્ચ સ્ટ્રેન્થ
ચકાસવા પર નજર રાખશે.
ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવન -
શિખર ધવન (સી), શુભમન ગિલ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (ડબ્લ્યુ), દીપક હુડા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ, પ્રસિદ્ધ કૃષ્ણ
વેસ્ટ ઈન્ડિઝ પ્લેઈંગ ઈલેવન -
શાઈ હોપ (wk), બ્રાન્ડોન કિંગ, કેસી કાર્ટી, શમરાહ બ્રૂક્સ, નિકોલસ પૂરન (c), કાયલ મેયર્સ, જેસન હોલ્ડર, કીમો પોલ, અકીલ હોસેન, હેડન વોલ્શ, જેડન સીલ્સ