Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારત કોઇના પણ દબાણમાં નહીં આવે--એસ જયશંકર

વિદેશ મંત્રી (Foreign Minister) એસ. જયશંકરે (S Jaishankar) શનિવારે કહ્યું હતું કે પાકિસ્તાનથી ઉદ્ભવતા આતંકવાદ અને ચીન સાથેની આક્રમક સીમાપાર અથડામણ સામે ભારત (India)ની વળતી પ્રતિક્રિયાએ દર્શાવ્યું છે કે દેશ કોઈના દબાણને વશ થશે નહીં. તેમણે કહ્યું કે દેશ તેની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ શક્ય પગલાં લેશે. 2019ની ઘટનાનો ઉલ્લેખ કરતા જયશંકરે કહ્યું કે પુલવામા આતંકવાદી હુમલાના જવાબમાં વાયુસેના દ્વારા કરવà
ભારત કોઇના પણ દબાણમાં નહીં આવે  એસ જયશંકર
Advertisement
વિદેશ મંત્રી (Foreign Minister) એસ. જયશંકરે (S Jaishankar) શનિવારે કહ્યું હતું કે પાકિસ્તાનથી ઉદ્ભવતા આતંકવાદ અને ચીન સાથેની આક્રમક સીમાપાર અથડામણ સામે ભારત (India)ની વળતી પ્રતિક્રિયાએ દર્શાવ્યું છે કે દેશ કોઈના દબાણને વશ થશે નહીં. તેમણે કહ્યું કે દેશ તેની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ શક્ય પગલાં લેશે. 2019ની ઘટનાનો ઉલ્લેખ કરતા જયશંકરે કહ્યું કે પુલવામા આતંકવાદી હુમલાના જવાબમાં વાયુસેના દ્વારા કરવામાં આવેલા બાલાકોટ એર સ્ટ્રાઈક દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો.
હજારો સૈનિકો દેશની રક્ષા કરી રહ્યા છે
શનિવારે સાંજે ચેન્નાઇમાં તમિલ સાપ્તાહિકની 53મી વર્ષગાંઠને સંબોધતા વિદેશ મંત્રીએ કહ્યું, "ચીન આજે ઉત્તરી સરહદો પર મોટા પાયે દળોને લાવીને અમારી સરહદોનું ઉલ્લંઘન કરીને યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે. કોવિડ-19 હોવા છતાં, અમારો પ્રતિભાવ મજબૂત અને નિર્ધારિત હતો. હજારોની સંખ્યામાં તૈનાત આપણા સૈનિકોએ મુશ્કેલ વિસ્તારોમાં આપણી સરહદોની રક્ષા કરી હતી અને તેઓ હજુ પણ (સીમાઓની રક્ષા) પૂરી તૈયારી સાથે કરી રહ્યા છે.

 બાલાકોટ એરસ્ટ્રાઈક એ ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે
તેમણે કહ્યું, “રાષ્ટ્રીય સમૃદ્ધિના ઘણા પાસાઓ છે અને રાષ્ટ્રીય સુરક્ષા નિઃશંકપણે મૂળભૂત પાયો છે. આ સંદર્ભે તમામ દેશોની કસોટી કરવામાં આવે છે, પરંતુ અમારી સામે ઉગ્રવાદથી લઈને સરહદ પારના આતંકવાદ સુધીની ઘણી સમસ્યાઓ હતી. બાલાકોટ એરસ્ટ્રાઈક એ ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે.
ભારત કોઇના પણ દબાણને વશ નહીં થાય
જયશંકરે કહ્યું, "ભારત એક એવો દેશ છે જે કોઈના દબાણને વશ નહીં થાય અને તેની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બધું જ કરશે."
જો વિભાજન ના થયું હોત તો ભારત સૌથી મોટો દેશ હોત
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જો 1947માં દેશનું વિભાજન ન થયું હોત તો ભારત ચીન નહીં પણ વિશ્વનો સૌથી મોટો દેશ હોત. તેમણે કહ્યું, “તમને આશ્ચર્ય થશે કે વિદેશ મંત્રી આ બધી વાતો કેમ કરી રહ્યા છે. મારા વિદેશ પ્રવાસ દરમિયાન, મેં ઘણા વિકસિત દેશોને પૂરી પાડવામાં આવેલ અમારી (કોવિડ-19) રસીઓ અને અમારા ટેક્નોલોજી-સક્ષમ શાસન વિશે વખાણ સાંભળ્યા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.

×