ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દુશ્મનના રડારમાં ના પકડાય તેવું સ્વદેશી એટેક હેલિકોપ્ટર ભારતે બનાવ્યું, જાણો વિશેષતા

આજનો દિવસ દેશના એર-પાવર અને ડિફેન્સ સેક્ટર (Defense Sector)માં આત્મનિર્ભર બનવાની દિશામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (LACH)ને સોમવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh)ની હાજરીમાં વાયુસેના (Air Force)માં ઔપચારિક રીતે સામેલ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે ભારતીય વાયુસેનાનું પહેલું સ્વદેશી એટેક એલસીએચ હેલિકોપ્ટર જોધપુરમાં  બોર્ડર નજીક તૈનાત કરવામાં આવશે અને સોમવારે એક સૈન્ય સમારોહમાà
04:15 AM Oct 03, 2022 IST | Vipul Pandya
આજનો દિવસ દેશના એર-પાવર અને ડિફેન્સ સેક્ટર (Defense Sector)માં આત્મનિર્ભર બનવાની દિશામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (LACH)ને સોમવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh)ની હાજરીમાં વાયુસેના (Air Force)માં ઔપચારિક રીતે સામેલ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે ભારતીય વાયુસેનાનું પહેલું સ્વદેશી એટેક એલસીએચ હેલિકોપ્ટર જોધપુરમાં  બોર્ડર નજીક તૈનાત કરવામાં આવશે અને સોમવારે એક સૈન્ય સમારોહમાં સંરક્ષણ મંત્રી પોતે એલસીએચ એરફોર્સને સોંપશે.
કમિટીએ 15 સ્વદેશી હેલિકોપ્ટર ખરીદવાની મંજૂરી આપી હતી
પીએમ મોદીની આગેવાની હેઠળની કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS) એ આ વર્ષે માર્ચમાં 15 સ્વદેશી લાઇટ એટેક હેલિકોપ્ટર (LCH) ખરીદવાની મંજૂરી આપી હતી. આ હેલિકોપ્ટર HAL પાસેથી 3387 કરોડમાં ખરીદવામાં આવ્યા છે. જેમાંથી 10 હેલિકોપ્ટર વાયુસેના માટે અને 05 ભારતીય સેના  માટે છે.

LCH દેશનું પહેલું એટેક હેલિકોપ્ટર છે
સેનાએ સ્વદેશી કોમ્બેટ હેલિકોપ્ટર એલસીએચને તેના શસ્ત્રાગારનો એક ભાગ બનાવ્યો છે. ભારતીય સેનાએ કહ્યું કે HAL એ LCH એવિએશન કોર્પ્સને બે લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર સોંપ્યા છે. એલસીએચ દેશનું પહેલું એટેક હેલિકોપ્ટર છે, જેને સરકારી માલિકીની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
LCH ના ફાયદા શું છે?
લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર એટલે કે એલસીએચ હેલિકોપ્ટરનું વજન લગભગ 6 ટન છે, જેના કારણે તે ખૂબ જ હળવું છે જ્યારે અમેરિકાથી લેવામાં આવેલા અપાચે હેલિકોપ્ટરનું વજન લગભગ 10 ટન છે. ઓછા વજનને કારણે, એલસીએચ તેની મિસાઇલો અને અન્ય શસ્ત્રો સાથે ઉચ્ચ ઊંચાઇવાળા વિસ્તારમાં પણ ટેકઓફ અને લેન્ડિંગ કરી શકે છે. એલસીએચ એટેક હેલિકોપ્ટર 'મિસ્ટ્રાલ' એર-ટુ-એર મિસાઈલ અને એર-ટુ-ગ્રાઉન્ડ મિસાઈલથી સજ્જ છે જે ખાસ ફ્રાન્સથી મેળવેલી છે. એલસીએચમાં 70 એમએમના 12-12 રોકેટના બે પોડ્સ છે. આ સિવાય એલસીએચમાં 20 એમએમની ગન લગાવવામાં આવી છે, જે 110 ડિગ્રીમાં કોઈપણ દિશામાં ફેરવી શકે છે. કોકપિટની તમામ વિશેષતાઓ પાયલટના હેલ્મેટ પર દર્શાવવામાં આવે છે.

15 વર્ષની મહેનત બાદ હેલિકોપ્ટર તૈયાર કરાયું
કારગિલ યુદ્ધ પછી ભારતે એલસીએચ સ્વદેશી એટેક હેલિકોપ્ટર તૈયાર કરવાનું મન બનાવી લીધું હતું. કારણ કે તે સમયે ભારત પાસે એવું એટેક હેલિકોપ્ટર નહોતું જે 15-16 હજાર ફૂટની ઊંચાઈએ જઈને દુશ્મનના બંકરોને નષ્ટ કરી શકે. આ પ્રોજેક્ટને 2006માં મંજૂરી આપવામાં આવી હતી. છેલ્લા 15 વર્ષની મહેનત બાદ આ લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર તૈયાર કરવામાં આવ્યું છે.
અપાચે અને એલસીએચ વચ્ચે શું તફાવત છે?
ભારતે ભલે તાજેતરમાં અમેરિકા પાસેથી અત્યંત અદ્યતન એટેક હેલિકોપ્ટર અપાચે ખરીદ્યું હોય, પરંતુ અપાચેને કારગિલ અને સિયાચીનના શિખરો પર ટેક-ઓફ અને લેન્ડિંગમાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અત્યંત હળવા હોવાને કારણે અને ખાસ રોટર હોવાને કારણે, LCH આવા ઊંચા શિખરો પર પણ તેનું મિશન પાર પાડી શકે છે.

વિશેષતા શું છે?
LCHમાં એવા સ્ટીલ્થ ફિચર્સ છે કે તે દુશ્મનના રડારમાં આસાનીથી પકડાશે નહીં. જો દુશ્મનનું હેલિકોપ્ટર અથવા ફાઇટર જેટ તેની મિસાઇલને LCH પર લૉક કરે છે, તો તે તેને ડોજ પણ કરી શકે છે. તેનું શરીર બખ્તરબંધ છે જેથી તેના પર ગોળીબારની કોઈ ખાસ અસર ન થાય. બુલેટ પણ રોટર્સ પર કોઈ અસર કરશે નહીં.
LAC પર પણ પ્રથમ પસંદગી
ભારતીય વાયુસેના માટે સંપૂર્ણ રીતે તૈયાર થતા પહેલા આ સ્વદેશી એલસીએચ હેલિકોપ્ટરનું ટ્રાયલ સિયાચીન ગ્લેશિયરથી રાજસ્થાનના રણ સુધી કરવામાં આવ્યું છે. આ દરમિયાન એલસીએચમાં પૂરતા પ્રમાણમાં ઇંધણ અને હથિયારો પણ રોકાયેલા હતા. વાયુસેનામાં ઔપચારિક રીતે જોડાતા પહેલા જ પૂર્વ લદ્દાખને અડીને આવેલા LAC પર બે LCH હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા હતા.

ટ્રાયલ ટેસ્ટ કરાયો 
આ મિશન માટે ટેસ્ટ પાયલોટને વિશેષ જવાબદારી સોંપવામાં આવી હતી. જવાબદારી આકાશમાંથી તેના એટેક હેલિકોપ્ટર વડે જમીન પરના લક્ષ્યને નષ્ટ કરવાની હતી. આ માટે તેણે આકાશમાં એટલે કે ટ્રાયલ-ટેસ્ટનું અનુકરણ કરવું પડ્યું. જે તેણે સફળતાપૂર્વક કર્યું. આ એટેક હેલિકોપ્ટરને આકાશમાંથી આગનો વરસાદ કરીને દુશ્મન સેનાની ટેન્ક અને આતંકવાદીઓના ઠેકાણાઓને નષ્ટ કરવા માટે બનાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો-- રાષ્ટ્રપતિશ્રી દ્રોપદી મુર્મૂ આજથી ગુજરાતના 2 દિવસના પ્રવાસે
Tags :
GujaratFirstIndianAirForceLCHHelicopterRajnathSinh
Next Article