Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહીસાગરના કયા વિસ્તારમાં કેનાલ ગાયબ થઇ ગઇ? જાણો

મહીસાગર (Mahisagar) જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા વિસ્તારમાં ખેડૂતોને પિયતનું પાણી આપતી કેનાલ (Canal) જમીન પરથી ગાયબ થતાં ખેડૂતો કેનાલ ખાતાના અધિકારીઓ પાસે થી ખેડૂતોની સંપાદિત કરેલ જમીન પાછી માગી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.ખેડૂતોએ જમીન પાછી આપવા રજૂઆત મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા વિસ્તારમાં આવેલી કડાણા કેનાલ જમીન પરથી ગાયબ થતાં પિયત માટે ખેડૂતોને પાણી  મળતું નથી. ખેડૂતો કેનà
મહીસાગરના કયા વિસ્તારમાં કેનાલ ગાયબ થઇ ગઇ  જાણો
મહીસાગર (Mahisagar) જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા વિસ્તારમાં ખેડૂતોને પિયતનું પાણી આપતી કેનાલ (Canal) જમીન પરથી ગાયબ થતાં ખેડૂતો કેનાલ ખાતાના અધિકારીઓ પાસે થી ખેડૂતોની સંપાદિત કરેલ જમીન પાછી માગી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.
ખેડૂતોએ જમીન પાછી આપવા રજૂઆત 
મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા વિસ્તારમાં આવેલી કડાણા કેનાલ જમીન પરથી ગાયબ થતાં પિયત માટે ખેડૂતોને પાણી  મળતું નથી. ખેડૂતો કેનાલ ખાતા ના અધિકારીને આવેદન પત્ર પાઠવી કેનાલમાં આપેલી સંપાદિત જમીન પાછી લેવા માંગણી કરી રહ્યા છે. 
ભ્રષ્ટ તંત્ર સામે કાર્યવાહી કરવા માગ
 કેનાલ ખાતાના ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા પૈસા ખાઈને કેનાલ બિલ્ડરોને વેચી મારી મોટી કમાણી કરી ખેડૂતોને પેટ ઉપર પાટુ મારી રહયા છે ત્યારે આવા અધિકારી અને બિલ્ડરો સામે સરકાર કાયદેસર ની કાર્યવાહી કરે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.

કેનાલની જમીન પર મકાનો બની ગયા 
લુણાવાડા તાલુકાના માળિયા મોટા કારવા, દલુખડીયા સોનેલા સહિત ના ગામો ના ખેડૂતો ને પિયત માટે પાણી મળી રહે તે હેતુ થી ખેડૂતો પાસેથી જમીન સંપાદિત કરી સરકાર દ્વારા કેનાલ બનાવી કડાણા ડેમ મારફતે  પાણી આપવામાં આવી રહયું છે ત્યારે બીજી તરફ સરકાર અને ખેડૂતો સાથે અન્યાય કરી કેનાલ ખાતાના ભ્રષ્ટ અધિકારી કેનાલ ને બિલ્ડરો ને વેચી મારી રહ્યા છે અને બિલ્ડરો દ્વારા જમીન પરથી કેનાલ ગાયબ કરી કેનાલ ઉપર મોટા મોટા મકાનો બનાવી દેવામાં આવ્યા છે, જેથી ખેડૂતોને સીંચાઇ માટે પાણી નથી મળી રહયું,  જેના કારણે ખેતી પર નિર્ભર ખેડૂતો ની કફોડી હાલત થવા પામી છે જેથી તમામ ગામના ખેડૂતો ભેગા મળી કેનાલ ખાતાની ઓફિસે જઈ કેનાલ ના અધિકારી ને આવેદન પત્ર પાઠવી ખેડૂતો એ કેનાલ બનાવવા આપેલી પોતાની જમીન પરત લેવા માંગણી કરી છે તેમજ કેનાલના અધિકારી અને બિલ્ડરો સામે સરકાર કર્યદેસરની કાર્યવાહી કરે અને મીલીભગત કરી કેનાલ ને જમીન ઉપરથી ગાયબ થઈ છે તેની યોગ્ય તપાસ ની ખેડૂતો માંગ કરી રહ્યા છે. 
Advertisement
Tags :
Advertisement

.