Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભૂપેન્દ્ર પટેલ સરકારમાં આ જીલ્લા અને જ્ઞાતિનું રહ્યું સમીકરણ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં(Gujarat assembly election) ભવ્ય અને પ્રચંડ વિજય બાદ આજે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) શપથ લીધા છે. તેમની સાથે 16 ધારાસભ્યોએ પણ મંત્રી તરીકેના શપથ લીધા છે. ગુજરાત (Gujarat)માં દાદાના હુલામણા નામે ઓળખાતા ભૂપેન્દ્ર પટેલ સતત બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે. મૃદુભાષી ગણાતા ભૂપેન્દ્ર પટેલની આ સરકારનું પ્રધાન મંડળ સૌથી નાનુ પ્રધાન મંડળ છે. અનુભવી તથà
ભૂપેન્દ્ર પટેલ સરકારમાં આ જીલ્લા અને જ્ઞાતિનું રહ્યું સમીકરણ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં(Gujarat assembly election) ભવ્ય અને પ્રચંડ વિજય બાદ આજે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) શપથ લીધા છે. તેમની સાથે 16 ધારાસભ્યોએ પણ મંત્રી તરીકેના શપથ લીધા છે. ગુજરાત (Gujarat)માં દાદાના હુલામણા નામે ઓળખાતા ભૂપેન્દ્ર પટેલ સતત બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે. મૃદુભાષી ગણાતા ભૂપેન્દ્ર પટેલની આ સરકારનું પ્રધાન મંડળ સૌથી નાનુ પ્રધાન મંડળ છે. 

અનુભવી તથા યુવા ચહેરાઓને અપાયુ સ્થાન
ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળમાં તમામ જ્ઞાતિગત સમીકરણો પણ ધ્યાનમાં રખાયા છે. નવા પ્રધાન મંડળમાં નવા અને અનુભવી તથા યુવા ચહેરાઓને પણ સ્થાન અપાયું છે. દાદાના નવા પ્રધાન મંડળમાં 3 પાટીદાર અને 5 OBC ધારાસભ્યો સામેલ છે. પ્રધાન મંડળમાં માત્ર એક મહિલાને જ સ્થાન અપાયું છે તથા 3 એસટી અને 2 એસસી ચહેરાને પણ સ્થાન મળ્યું છે. 

આ સમાજને મળ્યું પ્રતિનિધીત્વ 
નવા મંત્રી મંડળમાં કડવા પટેલ, લેઉઆ પટેલ, આહિર સમાજ, કોળી સમાજ, દલિત સમાજ, આદિવાસી સમાજ, ક્ષત્રીજ સમાજને સ્થાન અપાયું છે. આ ઉપરાંત ઓબીસી સમુદાય, કોળી પટેલ  બક્ષીપંચ, જૈન સમાજને પણ સ્થાન આપાયું છે. 
Advertisement

કોંગ્રેસી ગોત્રના 3 ચહેરાને સ્થાન 
આ પ્રધાન મંડળમાં કોંગ્રેસી ગોત્રના 3 મોટા ચહેરાને પણ સ્થાન મળ્યું છે. જેમાં રાઘવજી પટેલ, કુંવરજી અને બળવંતસિંહનો સમાવેશ થાય છે. 

આ જીલ્લાને મળ્યું સ્થાન 
આ પ્રધાન મંડળમાં સુરત જીલ્લાના 3 ધારાસભ્ય, રાજકોટ જીલ્લાના 2, મહેસાણા, વલસાડ, જામનગર, દ્વારકા, ભાવનગર, મહિસાગર, પાટણ, દાહોદ, અમદાવાદ, અરવલ્લી અને તાપી જીલ્લાના પણ એક એક મંત્રીનો સમાવેશ થાય છે. 
મુખ્ય દંડકની પણ નિમણૂક 
ઉપરાંત વડોદરાના રાવપુરાના ધારાસભ્ય બાળુ શુક્લાને મુખ્ય દંડક તરીકે નિમણૂક કરાઇ છે જ્યારે ત્રણ નાયબ દંડક બનાવાયા છે જેમાં ડાંગના વિજય પટેલ, બોરસદના રમણસિંહ સોલંકી અને અમરેલીના કૌશિક વેકરીયાનો સમાવેશ થાય છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.