Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગોંડલમાં આઇસર ચાલકે ફુલ સ્પીડમાં આવી તોડ્યુ ફાટક, રાજકોટ-સોમનાથ ટ્રેન 10 મીનિટ ઉભી રહી

ગોંડલ શહેરના ગુંદાળા રોડ પર આવેલા રેલ્વેનું  ફાટક નંબર 38 બંધ કરતી સમયે આવેલી આઇસર ચાલકે ફાટક ને તોડી પાડ્યું હતું. ફાટક મેને આઇસર ચાલકનો પીછો કરવા પ્રયાસ કર્યો પરંતુ  આઇસર ચાલક નાસી છૂટ્યો હતો. ટ્રેનના ડ્રાઈવરની સમય સુચકતાથી ફાટક નજીક ટ્રેનને ઉભી રાખી દેવામાં આવી હતી.ફાટક પાસે ટ્રેનને સિગ્નલ ન મળતા ટ્રેનને રોકી દેવામાં આવી ગુંદાળા રોડ પર આવેલ રેલ્વેનું  ફાટક નંબર 38 બંધ કરતી સમયà«
07:30 AM Jan 17, 2023 IST | Vipul Pandya
ગોંડલ શહેરના ગુંદાળા રોડ પર આવેલા રેલ્વેનું  ફાટક નંબર 38 બંધ કરતી સમયે આવેલી આઇસર ચાલકે ફાટક ને તોડી પાડ્યું હતું. ફાટક મેને આઇસર ચાલકનો પીછો કરવા પ્રયાસ કર્યો પરંતુ  આઇસર ચાલક નાસી છૂટ્યો હતો. ટ્રેનના ડ્રાઈવરની સમય સુચકતાથી ફાટક નજીક ટ્રેનને ઉભી રાખી દેવામાં આવી હતી.
ફાટક પાસે ટ્રેનને સિગ્નલ ન મળતા ટ્રેનને રોકી દેવામાં આવી 
ગુંદાળા રોડ પર આવેલ રેલ્વેનું  ફાટક નંબર 38 બંધ કરતી સમયે આઇસર ચાલક ફૂલ સ્પીડ માં આવીને રસ્તો પસાર કરવા જતાં ફાટક ને તોડી પાડી આઇસર ચાલક નાસી છૂટ્યો હતો ટ્રેન રેલ્વે સ્ટેશન થી નીકળી ચુકી હતી ટ્રેનના ડ્રાઈવરને ધ્યાનમાં આવતા ડ્રાઈવરે ટ્રેનને ફાટક નજીક ઉભી રાખી હતી. 
રાજકોટથી સોમનાથની ટ્રેન 
રાજકોટ થી સોમનાથ જતી ટ્રેન 09513 સવારે 9 વાગ્યે ગોંડલ ગુંદાળા ફાટક પાસે રેલ્વે ટ્રેક પરથી નીકળવાની હતી તે સમયે ફાટક બંધ થતાં સમયે આઇસર ચાલક ફૂલ સ્પીડ માં આવી જતા ફાટક ને તોડી પાડ્યું હતું. ઓન ડ્યુટી ગેઇટ મેને આઇસર ચાલકનો પીછો કર્યો હતો પરંતુ આઇસર ચાલક ભાગી છૂટ્યો હતો. ગોંડલ રેલ્વે સ્ટેશન થી નીકળેલી ટ્રેનને ફાટક પાસે સિગ્નલ ના મળતા ટ્રેન રોકી દેવામાં આવી હતી એક્સ્ટ્રા ફાટક બંધ કરીને ટ્રેનને સિગ્નલ મળતા જ ટ્રેન સોમનાથ તરફ રવાના થઈ હતી.
આ પણ વાંચો ઃ  દારૂડિયા પતિના ત્રાસથી કંટાળેલી પત્નીએ પતિની કરી હત્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
driverGondalGujaratFirsticerRailwaycrossingRajkot-Somnathtrainstopped
Next Article