Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પ્રેમ કે મોહ?

'ના કહેતી હતી તો ય પરદેશ    મોકલ્યો..પૈસા ખર્ચતા ડોક્ટર તો અહીં   પણ  બનાવી  શક્યા હોત.' સમાચાર જોતાં વ્યોમા ગુસ્સાથી કાંપતા સ્વરે શબ્દોના ગોળીબાર કરતી રહી..ચિંતા તો મીતેશને પણ હતી જ. ત્યાં રીંગ વાગતા, ઝડપથી મીતેશે  ફોન ઉઠાવીને એક ડૂસકાં સાથે કહ્યું, તું આવી જા. તારી ઈચ્છા પુરી કરીશું બસ.'સામે છેડે જવાબમાં કોઈ બોલી રહ્યું હતું,  'તું તારા પપ્પાને કહે તો ખરો કે હું પણ અહીં છું.'ચિંતિત મીતેશ
05:46 AM Jul 12, 2022 IST | Vipul Pandya
"ના કહેતી હતી તો ય પરદેશ    મોકલ્યો..પૈસા ખર્ચતા ડોક્ટર તો અહીં   પણ  બનાવી  શક્યા હોત." સમાચાર જોતાં વ્યોમા ગુસ્સાથી કાંપતા સ્વરે શબ્દોના ગોળીબાર કરતી રહી..
ચિંતા તો મીતેશને પણ હતી જ. ત્યાં રીંગ વાગતા, ઝડપથી મીતેશે  ફોન ઉઠાવીને એક ડૂસકાં સાથે કહ્યું, તું આવી જા. તારી ઈચ્છા પુરી કરીશું બસ."
સામે છેડે જવાબમાં કોઈ બોલી રહ્યું હતું,  'તું તારા પપ્પાને કહે તો ખરો કે હું પણ અહીં છું.'
ચિંતિત મીતેશે 'રોંગ નંબર' કહી ફોન મૂકી દીધો.
Tags :
GujaratFirstMicrofictionShortStories
Next Article