Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિશ્વના 10 દેશોના મૂર્તિકારોએ અંબાજી ધ્વજ વંદન કાર્યક્રમમાં ભાગ લીધો

આજે દેશભરમાં 74માં ગણતંત્ર દિવસ (Republic Day)ની ઉજવણી (Celebrations)કરવામાં આવી રહી છે.આજે સમગ્ર દેશમાં દેશવાસીઓ ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે અને આખા ગુજરાતમાં અને દેશભરમાં તમામ ગામથી શહેરોમા દવજ વંદન કાર્યક્રમમાં લોકો જોડાઇ દેશભકિતના રંગે રંગાઈ ગયા છે.અંબાજી (Ambaji) ગુજરાતનું સૌથી મોટું શકિતપીઠ છે. આ શકિતપીઠ ખાતે પણ વિવિઘ શાળાઓમાં અને વિવિઘ સ્થળોએ દવજ વંદન કાર્યક્રમમાં લોકો જોડાà
વિશ્વના 10 દેશોના મૂર્તિકારોએ અંબાજી ધ્વજ વંદન કાર્યક્રમમાં ભાગ લીધો
આજે દેશભરમાં 74માં ગણતંત્ર દિવસ (Republic Day)ની ઉજવણી (Celebrations)કરવામાં આવી રહી છે.આજે સમગ્ર દેશમાં દેશવાસીઓ ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે અને આખા ગુજરાતમાં અને દેશભરમાં તમામ ગામથી શહેરોમા દવજ વંદન કાર્યક્રમમાં લોકો જોડાઇ દેશભકિતના રંગે રંગાઈ ગયા છે.અંબાજી (Ambaji) ગુજરાતનું સૌથી મોટું શકિતપીઠ છે. આ શકિતપીઠ ખાતે પણ વિવિઘ શાળાઓમાં અને વિવિઘ સ્થળોએ દવજ વંદન કાર્યક્રમમાં લોકો જોડાયા હતા.અંબાજી ખાતે પણ 19 જાન્યુઆરી થી 7 ફેબ્રુઆરી સુધી અંબાજી ખાતે પ્રથમ ઇન્ટરનેશનલ શિલ્પોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અંબાજી ખાતે 12 મૂર્તિકારો 10 અલગ અલગ દેશોથી અંબાજી ખાતે આવી પહોંચ્યા છે.મૂર્તિકારોની સાથે સાપ્તી દ્વારા પૂરા પાડવામાં આવેલા 26 આસિસ્ટન્ટ રાજસ્થાનના મકરાણા થી આવેલ છે અને તેઓ વિદેશી મૂર્તિકારોને મૂર્તિ બનાવવામાં મદદ કરે છે.

અંબાજી ખાતે પ્રથમ ઇન્ટરનેશનલ શિલ્પોત્સવનું આયોજન 
શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી અરાવલી પર્વતમાળાની વચ્ચે આવેલું જગતજનની જગદંબા માં અંબાનું પ્રાચીન તીર્થ છે. અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં માઇ ભક્તો દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે અંબાજી ખાતે ચાલી રહેલા શિલ્પોત્સવ જોવા પણ આવી રહ્યા છે.

વિશ્વના 10 દેશોના મૂર્તિકારોએ અંબાજી ધ્વજ વંદન કાર્યક્રમમાં ભાગ લીધો
આજે સમગ્ર દેશ 74 મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે ત્યારે અંબાજી ખાતે પ્રથમ આંતરરાષ્ટ્રીય શિલ્પોત્સવમાં પણ 26 જાન્યુઆરી પર્વને લઈને ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગણતંત્ર દિવસના પર્વમાં સાપ્તી સંકુલમાં સવારે ધ્વજ વંદન કાર્યક્રમમાં સાપ્તિનો સ્ટાફ કર્મચારી અધિકારીઓ જોડાયા હતા. સાથે 12 વિદેશી મૂર્તિકારો જે 10 દેશોમાંથી આવ્યા છે તેઓ પણ ગણતંત્ર દિવસમાં હાજર રહીને ગણતંત્ર દિવસ મનાવ્યો હતો. અંબાજી ખાતે પ્રથમ વખત આટલા અલગ અલગ દેશોના વિદેશી મૂર્તિકારો 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસમાં હાજર રહ્યા હતા.કેલોર ટર્નર અમેરિકાએ જણાવ્યું હતું કે અમને ઇન્ડિયા અને ગુજરાત આવીને ઘણું સારું લાગે છે અને આજે અમે 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસમાં અંબાજી ખાતે હાજર રહયા હતા અને અમને ખુબ સારુ લાગ્યું હતું. સાઉથ કોરિયાના ગયુજો ચોઇ એ જણાવ્યું હતું કે અમને પણ ઇન્ડિયા અને ગુજરાત આવી ને પણ ખૂબ જ સરસ લાગ્યું છે. અંબાજી અને ગુજરાતના લોકો ઘણા સારા છે અને આજે અમે દસ દેશોના અલગ અલગ મૂર્તિકારોએ 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસમાં હાજર રહ્યા હતા. અંબાજી સાપ્તી ના પ્રિન્સિપાલ અને સેન્ટર ડાયરેક્ટર નીતિનભાઈ દત્ત પણ હાજર રહ્યા હતા.

વિદેશ થી આવેલા 12 મૂર્તિકાર
  • Sodong Choe, South Korea
  • Oscar Aguirre Comendador,Spain
  • Carole Turner, Usa
  • Zdravko Zdravkov,Bulgaria
  • Alex Labejof, France 
  • Klaus F.Hunsicker,Germany
  • Vasilis Vasili,Greece
  • Elena Saracino,Italy
  • Hiroshi Miyauchi, Japan
  • Hidenori Oi,Japan
  • Eugen Petri,Romania
  •  Gyu Jo Choi,South Korea

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.