અલકચલાણું
'ત્રણ વાર યાદ કરાવ્યું પણ બીચારો બહુ કામમાં... તમે જઈને બામ લાવી દોને.' 'મારી આંખે કાચું તેમાં પડી ગયો ત્યારથી વહુએ દાદરા ઉતરવાની ના પાડી છે... તારાથી ચલાતુંય નથી. બેસ. એ બીચારી રેસ્ટોરન્ટ અને ફિલ્મના રઘવાટમાં થાળી ઢાંકવાનું ભૂલી ગઈ લાગે છે. લાવને ખીચડી ચડાવી દઊં. એમાં કઈ મોટી વાત!'આવી નાની વાતો ભૂલી જતા 'બીચારા' દીકરાઓને પોતાના માબાપને પહેલી તારીખે એકબીજાને ઘેર મૂકી આવવાનું મોટું કામ બ
"ત્રણ વાર યાદ કરાવ્યું પણ બીચારો બહુ કામમાં... તમે જઈને બામ લાવી દોને."
"મારી આંખે કાચું તેમાં પડી ગયો ત્યારથી વહુએ દાદરા ઉતરવાની ના પાડી છે... તારાથી ચલાતુંય નથી. બેસ. એ બીચારી રેસ્ટોરન્ટ અને ફિલ્મના રઘવાટમાં થાળી ઢાંકવાનું ભૂલી ગઈ લાગે છે. લાવને ખીચડી ચડાવી દઊં. એમાં કઈ મોટી વાત!"
આવી નાની વાતો ભૂલી જતા "બીચારા" દીકરાઓને પોતાના માબાપને પહેલી તારીખે એકબીજાને ઘેર મૂકી આવવાનું મોટું કામ બરોબર યાદ રહેતું.
***
સુષમા શેઠ.
Advertisement