Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મને પહેલા જ ખબર હતી કે ધોની ક્રિકેટમાંથી લેવાનો છે સન્યાસ, આ વાત મે મારી પત્નીને પણ નહોતી કરી...

ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટનમાં મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) નું નામ આવે છે. આજે ભલે ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નથી, પરંતુ આજે પણ ફેન્સ તેને ઘણા સમયે યાદ કરતા રહે છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટ, 2020 ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, ત્યારે સમગ્ર ક્રિકેટ સમુદાય ચોંકી ઉઠ્યો હતો. પરંતુ બીજી તરફ ભારતના ભૂતપૂર્વ ફિલ્ડિંગ àª
મને પહેલા જ ખબર હતી કે ધોની ક્રિકેટમાંથી લેવાનો છે સન્યાસ  આ વાત મે મારી પત્નીને પણ નહોતી કરી
ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટનમાં મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) નું નામ આવે છે. આજે ભલે ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નથી, પરંતુ આજે પણ ફેન્સ તેને ઘણા સમયે યાદ કરતા રહે છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટ, 2020 ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, ત્યારે સમગ્ર ક્રિકેટ સમુદાય ચોંકી ઉઠ્યો હતો. પરંતુ બીજી તરફ ભારતના ભૂતપૂર્વ ફિલ્ડિંગ કોચ આર શ્રીધર (Former Fielding Coach R Sridhar) ધોનીના આ નિર્ણયથી સહેજ પણ ચોંક્યા નહોતા. આ અંગે તેમણે ઘણા ખુલાસા પોતાના પુસ્તક 'કોચિંગ બિયોન્ડ - માય ડેઝ વિથ ધ ઈન્ડિયન ક્રિકેટ ટીમ' (Coaching Beyond - My Days with the Indian Cricket Team) માં આ ખુલાસો કર્યો છે.
ધોની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ ક્યારે રમી?
ભારતીય ટીમના ભૂતપૂર્વ ખેલાડી અને સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ગણતરી ભારતના શ્રેષ્ઠ કેપ્ટનોમાં થાય છે. માહી દુનિયાનો એક માત્ર કેપ્ટન છે જેણે ICCની ત્રણેય ટ્રોફી જીતી છે. વળી બીજી તરફ ધોનીએ ન માત્ર ટીમને ખિતાબ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી પરંતુ ઘણા ખેલાડીઓને તૈયાર પણ કર્યા. યુવા ટીમ ઈન્ડિયાએ ધોનીની કપ્તાનીમાં વર્ષ 2007નો પ્રથમ T20 વર્લ્ડ કપ જીત્યો હતો. અને 2011માં ભારતે 28 વર્ષ બાદ 50 ઓવરનો વર્લ્ડ કપ જીત્યો હતો. વર્ષ 2013માં ધોનીએ ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને આ ત્રિપુટી પુરી કરી હતી. ધોનીએ વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તેણે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ 2019 50 ઓવરના વર્લ્ડ કપમાં રમી હતી. જોકે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ફિલ્ડિંગ કોચ આર.કે. શ્રીધરે પોતાના પુસ્તકમાં જણાવ્યું છે કે ધોનીએ વાસ્તવમાં ઈશારામાં કહ્યું હતું કે તેણે તેની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ રમી છે. ધોનીએ રિષભ પંત સાથેની વાતચીતમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. શ્રીધરે પોતાના પુસ્તકમાં બંને વિકેટકીપર વચ્ચેની વાતચીત વિશે જણાવ્યું છે. શ્રીધરે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપ સેમીફાઈનલના રિઝર્વ ડે પર બંને વચ્ચે થયેલી વાતચીત વિશે જણાવ્યું છે.
ભૂતપૂર્વ ફિલ્ડિંગ કોચ આર.કે. શ્રીધરે પુસ્તકમાં કર્યો મોટો ખુલાસો
શ્રીધરે તેમના પુસ્તક- 'કોચિંગ બિયોન્ડ- માય ડેઝ વિથ ધ ઈન્ડિયન ક્રિકેટ ટીમ'માં લખ્યું છે કે, 'હું હવે જાહેર કરી શકું છું કે મને ખબર પડી છે કે ધોની તેની છેલ્લી મેચ રમી ચૂક્યો છે. ભલે તેણે તે જાહેર ન કર્યું. ચાલો હું તમને કહું કે મને આ કેવી રીતે ખબર પડી. વર્લ્ડ કપ 2019માં ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઇનલના રિઝર્વ ડેની સવારે નાસ્તો કરવા માટે માન્ચેસ્ટર પહોંચનાર હું એકમાત્ર વ્યક્તિ હતો. હું કોફી પી રહ્યો હતો, પછી એમએસ ધોની અને રિષભ પંત અંદર આવ્યા. તેમણે પોતાનો સામાન ઉપાડ્યો અને મારી સાથે ટેબલ પર બેઠા અને મારી સાથે જોડાયા. ત્યારબાદ રિષભ પંતે ધોનીને હિન્દીમાં કહ્યું, 'ભાઈ, કેટલાક છોકરાઓ એકલા લંડન જવાની યોજના બનાવી રહ્યા છે. તમે રસ ધરાવો છો?' ત્યારે ધોનીએ કહ્યું, 'ના, રિષભ, હું મારી ટીમ સાથે મારી છેલ્લી બસ સફરને ચૂકવા માંગતો નથી.' વધુમાં શ્રીધરે કહ્યું કે, 'મેં આ વાતચીત અંગે કોઈની સાથે વાત કરી નહોતી. તે વ્યક્તિ (ધોની)ના સન્માનને ધ્યાનમાં રાખીને મેં કોઈને કંઈ કહ્યું નથી. મેં રવિ શાસ્ત્રી કે અરુણને કહ્યું નહોતું. એટલું જ નહીં, મેં મારી પત્નીને પણ કંઈ કહ્યું નહોતું.
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ભારતને 18 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. તે મેચમાં ધોનીએ ભારતીય ટીમ માટે ઉપયોગી ઇનિંગ રમી હતી. ધોનીએ 72 બોલમાં 50 રન બનાવ્યા હતા. તે રન આઉટ થયો હતો. જ્યારે તે આઉટ થયો ત્યારે ભારતને 9 બોલમાં 24 રનની જરૂર હતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.