Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હિપ્પોએ બાળકને મોઢામાં લઇ ગળવાનો પ્રયાસ કર્યો, પથ્થરો વરસાવાતા બાળકને બહાર ઓક્યો

યુગાન્ડામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આફ્રિકાના આ દેશમાં એક હિપ્પોપોટેમસે બે વર્ષના બાળકને ગળવાનો પ્રયાસ કર્યો હતો. આ બાળક  તળાવના કિનારે રમી રહ્યો હતો ત્યારે હિપ્પોએ તેને મોંમા લઇને ગળી જવાનો પ્રયાસ કર્યો..દરમ્યાન ત્યાં હાજર એક વ્યક્તિએ તેના પર પથ્થરો વરસાવતા હિપ્પોએ ગભરાઇને બાળકને બહાર ઓકી દીધો હતો તળાવના કિનારે બાળક રમી રહ્યો હતો તે સમયની ઘટના  મીડિયા રિપોર્ટ્સ અનુàª
11:49 AM Dec 17, 2022 IST | Vipul Pandya
યુગાન્ડામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આફ્રિકાના આ દેશમાં એક હિપ્પોપોટેમસે બે વર્ષના બાળકને ગળવાનો પ્રયાસ કર્યો હતો. આ બાળક  તળાવના કિનારે રમી રહ્યો હતો ત્યારે હિપ્પોએ તેને મોંમા લઇને ગળી જવાનો પ્રયાસ કર્યો..દરમ્યાન ત્યાં હાજર એક વ્યક્તિએ તેના પર પથ્થરો વરસાવતા હિપ્પોએ ગભરાઇને બાળકને બહાર ઓકી દીધો હતો 
તળાવના કિનારે બાળક રમી રહ્યો હતો તે સમયની ઘટના 
 મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બે વર્ષનો પોલ ઇગા યુગાન્ડામાં લેક એડવર્ડ પાસે રમી રહ્યો હતો. બાળકને ગળી જવાના ઈરાદાથી હિપ્પો તળાવમાંથી બહાર આવ્યો અને તેણે બાળકને  પોતાના મોઢામાં લઇ લીધો. જો કે તે બાળકને  ગળી જાય તે પહેલાં, સ્થાનિક નાગરિક ક્રિસ્પાસ બગોન્જાએ હિપ્પો પર એક પછી એક પથ્થરો વરસાવ્યા હતા. પત્થરોના ઘાથી ઘાયલ હિપ્પો ડરી ગયો અને ડરથી તેણે બાળકને મોંમાંથી બહાર ફેંકી દીધો 
બાળકને હિપ્પોના દાંતથી ઇજા પહોંચી 
આ પછી બગોંજાએ બાળકને તળાવમાંથી બહાર કાઢ્યો, પરંતુ બાળકને હિપ્પોપોટેમસના દાંતથી ઈજા થઈ હતી. બગોંજા તરત જ તેને હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અને હડકવાની રસી આપ્યા બાદ પોલને તેના પરિવારના સભ્યોને સોંપવામાં આવ્યો હતો. તેની હાલત ખતરાની બહાર હોવાનું સામે આવ્યું છે. 
આ પ્રકારની ઘટના પહેલીવાર બની 
યુગાન્ડાની પોલીસના જણાવ્યા અનુસાર, આ પ્રકારની આ પહેલી ઘટના છે જેમાં એડવર્ડ લેકના કિનારે કોઈ હિપ્પોએ બાળકને ગળવાનો પ્રયાસ કર્યો હોય. જોકે ક્રિસ્પાસ બગોંજાની હિંમતને કારણે બાળકનો જીવ બચી ગયો હતો.
આ પણ વાંચોઃ એન્જેલીના જોલીએ યુએન રેફ્યુજી એજન્સીના વિશેષ દૂત પદેથી આપ્યું રાજીનામું, સંસ્થાઓ સાથે હવે તે સીધા જોડાશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
boyGujaratFirstHippoKidspitsstonesswallows
Next Article