Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટીયાને મળ્યું એક્સટેન્શન, 31 જાન્યુઆરી સુધી રહેશે કાર્યરત

ગુજરાત રાજ્યના વર્તમાન પોલીસ વડા આશિષ ભાટીયા (DGP)ને સરકાર દ્વારા આઠ મહિનાનું એક્ટેન્શન આપવામાં આવ્યું છે. આશિષ ભાટીયાનો કાર્યકાળ 31 મેના રોજ પુરો થતો હતો. એટલે કે 31 મેના દિવસે તેઓ નિવૃત થતા હતા. જો કે હવે તેમને આઠ મહિનાનું એક્સટેન્સન મળ્યા બાદ 31 જાન્યુઆરી 2023 સુધી સેવામાં રહેશે. જેનો સીધો અર્થ એ થાય છે કે 2022ની વિધાનસભા ચૂંટણી પણ ભાટીયાના નેતૃત્ત્વ હેઠળ થશે.આમ તો ઘણા લાંબા સમયથી આ વાતની ચ
05:10 AM May 29, 2022 IST | Vipul Pandya
ગુજરાત રાજ્યના વર્તમાન પોલીસ વડા આશિષ ભાટીયા (DGP)ને સરકાર દ્વારા આઠ મહિનાનું એક્ટેન્શન આપવામાં આવ્યું છે. આશિષ ભાટીયાનો કાર્યકાળ 31 મેના રોજ પુરો થતો હતો. એટલે કે 31 મેના દિવસે તેઓ નિવૃત થતા હતા. જો કે હવે તેમને આઠ મહિનાનું એક્સટેન્સન મળ્યા બાદ 31 જાન્યુઆરી 2023 સુધી સેવામાં રહેશે. જેનો સીધો અર્થ એ થાય છે કે 2022ની વિધાનસભા ચૂંટણી પણ ભાટીયાના નેતૃત્ત્વ હેઠળ થશે.
આમ તો ઘણા લાંબા સમયથી આ વાતની ચર્ચા અને અટકળો ચાલતી હતી. ગુજરાત રાજ્યના પોલીસ વડાની હોટ સીટ કોને ફાળવાશે તેને લઈને છેલ્લા કેટલાય સમયથી પોલીસ વિભાગમાં અટકળો ચાલી રહી હતી. માત્ર પોલીસ વિભાગ જ નહીં પણ રાજકીય નેતાઓને આ વાતમાં ઘણો રસ હતો, કારણ કે વિધાનસભાની ચૂંટણી હવે માથે આવીને ઉભી છે. ત્યારે આ તમામ અટકળોનો અંત આવ્યો છે અને ફરી એક વખત ‘ગુજરાત ફર્સ્ટ’ના અહેવાલ પર મહોર લાગી છે. ‘ગુજરાત ફર્સ્ટ’ વધુ એકવખત સમાચારમાં અગ્રેસર રહ્યું છે, કારણ કે અમે એક મહિના પહેલા જ આ અંગે અહેવાલ આપ્યો હતો. જેના પર હવે મહોર લાગીગઇ છે.
કેન્દ્ર સરકારની  કેબિનેટની એપોઇમેન્ટ કમિટી દ્વારા આશિષ ભાટીયાના એક્સટેન્શનનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ભાટીયાને ગુજરાતના ડીજીપી તરીકે આઠ મહિનાનું એક્સટેન્શન મળ્યું છે. હવે આશિષ ભાટીયા નવી સરકારના ગઠન સુધી DGP રહેશે.  ઉલ્લેખનીય છે કે આશિષ ભાટીયા 1985ની બેચના આઇપીએસ અધિકારી છે. જેમની 31 જુલાઇ 2020ના રોજ ગુજરાતના ડીજીપી તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. 
Tags :
AshishBhatiagetsextensionDGPAshishBhatiaDGPAshishBhatiaextensionGujaratGujaratDGPGujaratDGPextensionGujaratFirstઆશિષભાટીયાઆશિષભાટીયાએક્સટેન્શન
Next Article