અમરેલી યુથ કોંગ્રેસનો અનોખો વિરોધ: ભરતી પરીક્ષાનું યોજ્યું બેસણું
રાજ્યભરમાં 13મી ફેબ્રુઆરીએ યોજાનારી બિનસચિવાલય ક્લર્કની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવતા ઉમેદવારોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. મહત્વનું છે કે, ચારવર્ષમાં આ ચોથીવાર પરીક્ષા મોકૂફ રહ્યી છે. સોશિયલ મીડિયા પર પણ પરીક્ષા મુદ્દે ઘણાં મીમ્સ પણ વાયરલ થયાં છે અને વિરોધ થઈ રહ્યો છે. અમરેલી જિલ્લા યુવા કોંગ્રેસે આ નિર્ણયનો અનોખો વિરોધ કર્યો હતો. અમરેલી યુવા કોંગ્રેસે જિલ્લàª
રાજ્યભરમાં 13મી ફેબ્રુઆરીએ યોજાનારી બિનસચિવાલય ક્લર્કની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવતા
Advertisement
ઉમેદવારોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. મહત્વનું છે કે, ચારવર્ષમાં આ ચોથીવાર પરીક્ષા મોકૂફ રહ્યી છે. સોશિયલ મીડિયા પર પણ પરીક્ષા મુદ્દે ઘણાં મીમ્સ પણ વાયરલ થયાં છે અને વિરોધ થઈ રહ્યો છે. અમરેલી જિલ્લા યુવા કોંગ્રેસે આ નિર્ણયનો અનોખો વિરોધ કર્યો હતો. અમરેલી યુવા કોંગ્રેસે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભરતી પરીક્ષાનું બેસણું રાખી અને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
Advertisement
મોટી સંખ્યામા યુથ કોંગ્રેસના હોદેદારો અને યુવકો એકઠા થયાં
શુક્રવારે અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભરતી પરીક્ષાનું બેસણું યોજી સરકારને સદબુદ્ધિ આવે તે માટે પ્રાર્થના પણ કરી હતી. અમરેલી જિલ્લામા યુથ કોંગ્રેસે જિલ્લા મધ્યસ્થ કોંગ્રેસ કાર્યાલય ખાતે મોટી સંખ્યામા યુથ કોંગ્રેસના હોદેદારો અને યુવકો એકઠા થયાં હતાં. કાર્યકરોએ અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પરીક્ષાના બેસણાનો કાર્યક્રમ યોજી અંતમા 2 મિનિટનું મૌન પાળી અને રાજય સરકારને ભગવાન સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના સાથે સુત્રોચાર પણ કર્યા હતાં.
અર્જુન મોઢવાડિયાએ પણ દર્શાવી નારાજગી
કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરીને સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, પોતાના ઉમેદવારોના સેટિંગની વ્યવસ્થા ના થતા રાજ્યની ભાજપ સરકારે ભરતી પરીક્ષા રદ્દ કરાવી છે. કોંગ્રેસ પાર્ટી ઉમેદવારોના ભવિષ્ય સાથે રમત નહીં રમવા દે, સરકારે ભરતી કરવી જ પડશે અને નિષ્પક્ષ રીતે કરવી પડશે. ત્યારે શુક્રવારે અમરેલી જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા સરકાર સામે સુત્રોચ્ચાર કરીને યુવકો દ્વારા રોષ વ્યકત કરી વિરોધ દર્શાવ્યો છે.
Advertisement