Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હવે તમે ઘરે બેઠા 24 ટિકિટ બુક કરાવી શકશો, IRCTCએ બુકિંગ મર્યાદા વધારી

રેલવે યાત્રીઓ માટે મોટા રાહતના સમાચાર છે. જો તમે ટ્રેનની ટિકિટ ઓનલાઈન બુક કરાવો છો, તો હવે તમને એક મહિનામાં વધુ ટિકિટ બુક કરવાની તક મળશે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ એક યુઝર આઈડીથી મહત્તમ 12 ટિકિટ બુક કરવાની મર્યાદા વધારીને 24 ટિકિટ કરી છે.રેલ્વે મંત્રાલયના 6 જૂનના પ્રકાશન મુજબ, સોમવારે, તેણે તેની વેબસાઇટ/એપ પર આધાર સાથે લિંક ન હોય તેવા યુઝર આઈડીથી એક મહિનામાં મà
03:01 PM Jun 06, 2022 IST | Vipul Pandya
રેલવે યાત્રીઓ માટે મોટા રાહતના સમાચાર છે. જો તમે ટ્રેનની ટિકિટ ઓનલાઈન બુક કરાવો છો, તો હવે તમને એક મહિનામાં વધુ ટિકિટ બુક કરવાની તક મળશે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ એક યુઝર આઈડીથી મહત્તમ 12 ટિકિટ બુક કરવાની મર્યાદા વધારીને 24 ટિકિટ કરી છે.રેલ્વે મંત્રાલયના 6 જૂનના પ્રકાશન મુજબ, સોમવારે, તેણે તેની વેબસાઇટ/એપ પર આધાર સાથે લિંક ન હોય તેવા યુઝર આઈડીથી એક મહિનામાં મહત્તમ 6 ટિકિટ બુક કરવાની મર્યાદા વધારીને 12 ટિકિટ કરી છે. તે જ સમયે, આધાર લિંક્ડ ID પર એક મહિનામાં મહત્તમ 12 ટિકિટ બુક કરવાની મર્યાદા વધારીને 24 ટિકિટ કરવામાં આવી છે.
આધાર કેવી રીતે લિંક કરવું - જાણો

સૌથી પહેલા IRCTC ની અધિકૃત ઈ-ટિકિટિંગ વેબસાઈટ irctc.co.in પર જાઓ.
આ પછી તમારે તમારો યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને લોગ ઈન કરવું પડશે.
હવે હોમ પેજ પર, 'માય એકાઉન્ટ સેક્શન' પર જાઓ અને 'આધાર કેવાયસી' પર ક્લિક કરો.
તે પછી આધાર લિંકના વિકલ્પ પર ક્લિક કરો.
આધાર લિંકના વિકલ્પ પર ક્લિક કરવાથી, આધાર કાર્ડ સાથે નોંધાયેલા મોબાઇલ નંબર પર OTP આવશે.
આ OTP દાખલ કરો અને વેરિફિકેશન કરો.
આ પછી તમારી KYC પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.
આધાર સંબંધિત માહિતી જોયા પછી, નીચે લખેલ 'વેરીફાઈ' પર ક્લિક કરો.
આ પછી તમારા મોબાઈલ પર એક મેસેજ આવશે કે KYC વિગતો સફળતાપૂર્વક અપડેટ થઈ ગઈ છે.
Tags :
BookingGoodNewsGujaratFirstIRCTCRailway
Next Article