Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'સલામત જાઓ, પ્રશિક્ષિત જાઓ' અભિયાન, PM MODI સ્મારક ટપાલ ટિકિટ જાહેર કરશે

વિદેશ મંત્રાલય (Ministry of External Affairs)દ્વારા 'સલામત જાઓ પ્રશિક્ષિત જાઓ' અભિયાન અંતર્ગત એક સ્મારક ટપાલ ટિકિટ (Postage Stamp) જાહેર કરવામાં આવશે. વિદેશમાં રોજગાર અર્થે જતા નાગરિકો સુરક્ષિત અને કાયદાકીય ચેનલનો ઉપયોગ કરે, તેના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ રીતે વિદેશ જતા પ્રવાસીઓ નિર્વિધ્ન રીતે ત્યાં જઇ શકશે અને એકીકૃત થઇને તેમની કાર્યક્ષમતા વધારી શકશે. મંત્રાલયના અનો
 સલામત જાઓ  પ્રશિક્ષિત જાઓ  અભિયાન  pm modi સ્મારક ટપાલ ટિકિટ જાહેર કરશે
વિદેશ મંત્રાલય (Ministry of External Affairs)દ્વારા 'સલામત જાઓ પ્રશિક્ષિત જાઓ' અભિયાન અંતર્ગત એક સ્મારક ટપાલ ટિકિટ (Postage Stamp) જાહેર કરવામાં આવશે. વિદેશમાં રોજગાર અર્થે જતા નાગરિકો સુરક્ષિત અને કાયદાકીય ચેનલનો ઉપયોગ કરે, તેના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ રીતે વિદેશ જતા પ્રવાસીઓ નિર્વિધ્ન રીતે ત્યાં જઇ શકશે અને એકીકૃત થઇને તેમની કાર્યક્ષમતા વધારી શકશે. મંત્રાલયના અનોખા અભિયાનને વધુ વેગ આપવા માટે, 9મી જાન્યુઆરીએ 17મા પ્રવાસી ભારતીય દિવસના અવસરે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એક ટપાલ ટિકિટ જાહેર કરશે, જે આ વિષયને સમર્પિત હશે. 

પ્રવાસી શ્રમિકો છેતરપિંડીનો શિકાર
પ્રવાસી શ્રમિકોનો નબળો વર્ગ અત્યારે ગેરકાયદે રીતે ચાલતી પ્રવૃત્તિઓના લીધે છેતરપિંડીનો શિકાર બની રહ્યો છે, જેમાં ખાસ કરીને ખાડી દેશોમાં જતા નાગરિકોની સંખ્યા વધારે છે.  તેમાં કામદારો, ઘરમાં કામ કરતા શ્રમિકો, ગૃહિણીઓ, ડ્રાઇવર, રેસ્તરાંમાં કામ કરતા શ્રમિકો અને અન્ય બ્લૂ કોલર જોબ શ્રેણીમાં આવતા લોકોને નબળો વર્ગ ગણવામાં આવે છે. 1983ના ઇમિગ્રેશન એક્ટ (સ્થળાંતર અધિનિયમ) અંતર્ગત તેમની ભરતી કરવામાં આવે છે. તેમની સાથે અવારનવાર છેતરપિંડી થતી હોવાથી વિદેશ મંત્રાલય ચિંતિત છે અને આ પ્રકારે ગેરકાયદે ચાલતી ચેનલોના ખતરા અંગે વિદેશ મંત્રાલય પ્રવાસીઓને જાગૃત કરવાની વિવિધ કામગીરી કરી રહ્યું છે. 

ઇ-માઇગ્રેટ પોર્ટલ દ્વારા જ વિદેશમાં રોજગાર માટે સ્થળાંતર કરો
વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યુ કે, “વર્ષ 2015 થી ઇ-માઇગ્રેટ સિસ્ટમના આગમન સાથે અને પ્રવાસી શ્રમિકના કલ્યાણને ધ્યાનમાં રાખીને, ECR સ્થળાંતર કરનારાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ માત્ર વૈધાનિક માધ્યમો એટલે કે ઇ-માઇગ્રેટ પોર્ટલ દ્વારા જ વિદેશમાં રોજગાર માટે સ્થળાંતર કરે. આ પોર્ટલ 200,000 થી વધુ વિદેશી નોકરીદાતાઓ અને 2500 થી વધુ નોંધાયેલા ભરતી એજન્ટો ધરાવે છે. પોર્ટલ પર અધિકૃત અને બિન-અધિકૃત ભરતી એજન્સીઓની યાદી પણ છે.
ભારતીય નોકરી શોધનારાઓને સચેત કરવાના પ્રયાસ
સલામત અને કાયદાકીય માધ્યમો પર માહિતીનો પ્રસાર કરી શકાય અને વિદેશી રોજગારની તકોના લાભમાં વધારો કરી શકાય તે માટે મંત્રાલય અનેક રાજ્ય સરકારો અને સંબંધિત હિતધારકો સાથે પણ સંકલન કરી રહ્યું છે. વિદેશોમાં ભારતીય મિશનો પણ છેતરપિંડી અને ગેરકાયદેસર ચેનલો દ્વારા નકલી નોકરીની ઓફર વિશે સલાહ દ્વારા ભારતીય નોકરી શોધનારાઓને સચેત કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.