Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગબ્બર અખંડ જ્યોત ખાતે તિરંગા કલરના ફૂલોનો શણગાર કરાયો

શક્તિ ભક્તિ અને આસ્થા નું ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી (Ambaji) ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી શક્તિપીઠ દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું જગત જનની જગદંબા માં અંબાનું પ્રાચીન અને પૌરાણિક તીર્થ છે. આજે સમગ્ર દેશ 74 માં ગણતંત્ર દિવસ (Republic Day)ની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ગુજરાતના તમામ ગામ શહેરમàª
ગબ્બર અખંડ જ્યોત ખાતે તિરંગા કલરના ફૂલોનો શણગાર કરાયો
શક્તિ ભક્તિ અને આસ્થા નું ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી (Ambaji) ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી શક્તિપીઠ દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું જગત જનની જગદંબા માં અંબાનું પ્રાચીન અને પૌરાણિક તીર્થ છે. આજે સમગ્ર દેશ 74 માં ગણતંત્ર દિવસ (Republic Day)ની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ગુજરાતના તમામ ગામ શહેરમાં પણ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી છે. અંબાજી શક્તિપીઠ થી ત્રણ કિલોમીટર દૂર આવેલા ગબ્બર પર્વત ટોચ પર માં અંબા ની અખંડ જ્યોત આવેલી છે. આ અખંડ જ્યોતના દર્શન કરવા દેશ-વિદેશમાંથી મારી ભક્તો મોટી સંખ્યામાં આવે છે ત્યારે આજે 26 જાન્યુઆરી પર્વને લઈને અખંડ જ્યોતની આસપાસ તિરંગાના ત્રણ કલર નો ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો.

અખંડ જ્યોત આસપાસ તિરંગા કલરના કેસરી સફેદ અને લીલા કલરના ફૂલોનો શણગાર કરવામાં આવ્યો
ગબ્બર મા અંબાનું અતિ પ્રાચીન શક્તિપીઠ છે. ગબ્બર ચાલતા જવાના 999 પગથિયાં છે અને ઉતરવાના 765 પગથિયાં છે. ભક્તો અંબાજી માતાજીના દર્શન કર્યા બાદ ગબ્બર પર્વત ખાતે અખંડ જ્યોતના દર્શન કરવા અચૂક આવતા હોય છે ત્યારે આજે મોટી સંખ્યામાં માઈ ભક્તો ગબ્બર ખાતે આવ્યા હતા અને અખંડ જ્યોતના દર્શન કર્યા હતા. ગબ્બર ખાતે આવેલી અખંડ જ્યોત વર્ષોથી પ્રજવલે છે. આજે ગબ્બર પર્વત ખાતે આવેલા મા અંબાની અખંડ જ્યોત આસપાસ તિરંગા કલરના કેસરી સફેદ અને લીલા કલરના ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. 26 જાન્યુઆરી અને 15 મી ઓગસ્ટના રોજ દર વર્ષે મા અંબાની અખંડ જ્યોત આસપાસ તિરંગામાં આવતા કલરો ના ફૂલોનો શણગાર કરવામાં આવે છે. વહેલી સવારે ગબ્બર પર્વત ખાતે મા અંબા ની મંગળા આરતી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને આરતીનો લાહવો લીધો હતો. આગામી ફેબ્રુઆરી માસમાં ૧૨ થી ૧૬તારીખ ના રોજ ગબ્બર પરિક્રમા મહોત્સવ યોજાવાનો છે. અંબાજી ખાતે દેશભરમાંથી અને વિદેશમાંથી ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે આજે ગબ્બર ખાતે પણ મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. અંબાજી ગબ્બર ખાતે તાજેતરમાં બોલીવુડના જાણીતા અભિનેતા મનોજ જોશી પણ આવ્યા હતા અને તેમને સાયમ આરતીમાં પણ ભાગ લીધો હતો.

ગબ્બર ખાતે માઈ ભક્તો નવરાત્રી પર્વમાં ચાલતા આવે છે
ગબ્બર ખાતે માઈ ભક્તો નવરાત્રી પર્વમાં ચાલતા આવે છે અને અખંડ નવરાત્રી કરતા હોય છે ત્યારે અંબાજી આવતા ભક્તો ગબ્બર શક્તિપીઠની મુલાકાત પણ અચૂક લેતા હોય છે. ચાલતા જવાના રસ્તા પર માતાજીનો ઝુલો પણ આવેલો છે માતાજીના ઝુલાના દર્શન કરવાથી અંબાજીની યાત્રા સફળ થતી હોય તેવું પણ પુરાણોમાં લખેલ છે. ગબ્બર ખાતે પ્રાચીન નવદુર્ગા માતાજીનું મંદિર પણ આવેલું છે અને ગબ્બર તો જ ખાતે કાળભૈરવ બટુક ભૈરવ મંદિરની વચ્ચે માં અંબાની અખંડ જ્યોત વર્ષોથી પ્રજવલે છે. ગબ્બર ખાતે મા અંબા ના રથના દર્શન પણ ભક્તો કરતા હોય છે અને પારસ પીપળીના પણ દર્શન કરતા હોય છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.