Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જાણો, ગુજરાતની એ જગ્યા, જ્યાં પથ્થરમાંથી પારસ બનાવાય છે..!

સાપ્તી : શિલ્પકારનું સર્જન કરતી સંસ્થાસુરેન્દ્રનગરના ધાંગધ્રા અને બનાસકાંઠાના અંબાજી ખાતે 'સાપ્તી' સંસ્થાના કેમ્પસશિલ્પકળા ક્ષેત્રે રોજગારી આપતા 3 મહિના, 6 મહિના અને બે વર્ષના સર્ટિફિકેટ કોર્ષતાલીમાર્થીઓને નિઃશુલ્ક રહેવા-જમવાની વ્યવસ્થા સાથે શૈક્ષણિક કીટ આધુનિક સુવિધાથી સજ્જ વર્ગખંડો, વર્કશોપ્સ, કોતરણીકામ માટે ખુલ્લી જગ્યાસેન્ડસ્ટોન, માર્બલ, ગ્રેનાઇટ ઉપરાંત સ્થાનિક પથà
જાણો  ગુજરાતની એ જગ્યા  જ્યાં પથ્થરમાંથી પારસ બનાવાય છે
  • સાપ્તી : શિલ્પકારનું સર્જન કરતી સંસ્થા
  • સુરેન્દ્રનગરના ધાંગધ્રા અને બનાસકાંઠાના અંબાજી ખાતે "સાપ્તી" સંસ્થાના કેમ્પસ
  • શિલ્પકળા ક્ષેત્રે રોજગારી આપતા 3 મહિના, 6 મહિના અને બે વર્ષના સર્ટિફિકેટ કોર્ષ
  • તાલીમાર્થીઓને નિઃશુલ્ક રહેવા-જમવાની વ્યવસ્થા સાથે શૈક્ષણિક કીટ 
  • આધુનિક સુવિધાથી સજ્જ વર્ગખંડો, વર્કશોપ્સ, કોતરણીકામ માટે ખુલ્લી જગ્યા
  • સેન્ડસ્ટોન, માર્બલ, ગ્રેનાઇટ ઉપરાંત સ્થાનિક પથ્થરોને કંડારવાની અપાય છે તાલીમ
  • થીયરી, ડ્રોઈંગ, ડિઝાઈનીંગ વગેરેનો અભ્યાસક્રમમાં સમાવેશ
  • ઔદ્યોગિક અને શૈક્ષણિક પ્રવાસ માટે બસની સુવિધા 
  • સ્ટોન ક્રાફ્ટ અને ડિઝાઈનના બે વર્ષના સર્ટિફિકેટ કોર્ષ જેની લધુતમ લાયકાત 10 પાસ
  • સ્ટોન ક્રાફ્ટ અને ડિઝાઈનના 6 મહિનાના સર્ટિફિકેટ કોર્ષમાં લધુતમ લાયકાત 10 પાસ
  • લેથ ઓપરેશન અને સ્ટોન પ્રોડક્ટ ડિઝાઈન 3 મહિનાના કોર્ષમાં લધુતમ લાયકાત 8 પાસ
  • જો 18 વર્ષ થયેલ હોય તો ધોરણ 8 પાસ ઉમેદવારને પણ પ્રવેશ 
  • તાલીમ પુર્ણ કરવા પર  સરકાર માન્ય પ્રમાણપત્ર
શું આપ જાણો છો કે ગુજરાતમાં એવી પણ સંસ્થાઓ છે કે જ્યાં શિલ્પકલા (sculpture)ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા શિલ્પકારોને નિ:શુલ્ક શૈક્ષણિક તાલીમ આપવામાં આવે છે ?  આ સંસ્થાનું નામ છે - સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનિંગ  ઈન્સ્ટીટ્યૂટ (Stone Artisan Park Training Institute) (સાપ્તી). આ સંસ્થામાંથી ગુજરાત સહિત દેશભરમાંથી 1200થી વધુ વિદ્યાર્થીઓ તાલીમબદ્ધ થઈ ચૂક્યા છે.
પથ્થરમાંથી પારસમણી બનાવે એવા શિલ્પકારોનું ઘડતર
 આ છે ધાંગધ્રા ખાતે આવેલ સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ. એટલે કે "સાપ્તી". જ્યાં પથ્થરમાંથી પારસમણી બનાવે એવા શિલ્પકારોનું ઘડતર કરવામાં આવે છે. અહિં ભારતભરમાંથી આવેલા વિદ્યાર્થીઓ પથ્થર કંડારવાની તાલીમ લઈને પોતાનું ઘડતર કરી રહ્યા છે.. 

ધાંગધ્રા અને અંબાજીમાં તાલીમ
સાપ્તી ધાંગધ્રા અને અંબાજી ખાતે સેન્ડ સ્ટોન, માર્લબ, ગ્રેનાઈડ ઉપરાંત અન્ય સ્થાનિક પથ્થરોને કંડારવાની રોજગારલક્ષી તાલીમ  આપવામાં આવી રહી છે. જેમાં થિયરી ડિઝાઈનથી લઈને પથ્થરને કંડારવાની વિધિવત તાલીમ આપવામાં આવી રહી છે.
બહારના રાજ્યોમાંથી પણ આવે છે લાભાર્થી
 વર્ષ 2009થી શરુ થયેલી આ સંસ્થામાં ગુજરાતની સાથે અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓના પણ તેમની કારકિર્દીને બહેતર બનાવવા કૌશલ્યવર્ધન કરી ચૂક્યા છે. ઉત્તરપ્રદેશનાં ભદોહી જિલ્લાનાં ગોપીગંજથી આવેલા આર્યન વિશ્વકર્મા આવા જ એક લાભાર્થી છે.

વિદ્યાર્થીઓને સારી પ્રેરણા મળે છે
લાભાર્થીઓ કહે છે કે  અમારે ત્યાં કોલેજમાં શિલ્પકલા શીખવાડવામાં આવતી નથી. અહીં જેમની પાસે પૈસા નથી તેઓ પણ શિલ્પકલાને સારી રીતે શીખી શકે છે. તેઓ કહે છે કે અહીં રહેવા ખાવાની પણ સારી સુવિધા છે અને સારા શિક્ષકો છે જે તેમને સારી પ્રેરણા અને પ્રોત્સાહન આપે છે. 
આધુનિક સુવિધાથી સજ્જ વર્ગખંડો
આ "સાપ્તી" સંસ્થા ખાતે આધુનિક સુવિધાથી સજ્જ વર્ગખંડો, વર્કશોપ્સ, કોતરકામ માટે ખુલ્લી જગ્યા, હોસ્ટેલ, ભોજનાલય-આહારગૃહ, કોન્ફરન્સ રૂમ, કોમ્પ્યુટર લેબ, લાયબ્રેરી, ડિસ્પ્લે ગેલેરી સહિતની માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે, જેનો લાભ વિદ્યાર્થીઓને મળી રહ્યો છે. 
તમામ સુવિધા
ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા તાલીમાર્થીઓને સાપ્તી કેન્દ્ર ખાતે રહેવા-જમવાની વ્યવસ્થા, જરૂરી સાધનો, સ્ટેશનરી કીટ, શૈક્ષણિક કીટ, યુનિફોર્મ સહિતની સામગ્રી વિનામુલ્યે આપવામાં આવે છે..સંસ્થામાં શિલ્પકળા ક્ષેત્રે રોજગારી આપતા 3 મહિના, 6 મહિના અને બે વર્ષના સર્ટિફિકેટ કોર્ષ ચાલે છે. જેમાં પ્રવેશ મેળવવા માટે લધુતમ લાયકાત ધોરણ 8 પાસ અને ધોરણ 10 પાસ છે અને જેમાં સ્ટોન ક્રાફ્ટ અને લેથ ઓપરેશન અને સ્ટોન પ્રોડક્ટ ડિઝાઈન કોર્સ ચલાવવામાં આવે છે. 
ગુજરાતની સ્ટોન ઈન્ડસ્ટ્રીઝની ક્ષમતા-વર્ધન કરવાનો ઉદ્દેશ
 "સાપ્તી"નો ઉદ્દેશ ગુજરાતની સ્ટોન ઈન્ડસ્ટ્રીઝની ક્ષમતા-વર્ધન કરવાનો તો છે, જ સાથે સાથે તે ગુજરાતની કળા અને સ્થાપત્યના સમૃદ્ધ વારસાને વિસ્તારવાનો પણ છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.