ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નરેન્દ્ર મોદીના સમર્થનમાં 197 પૂર્વ જજ અને અધિકારીઓનો ખુલ્લો પત્ર, જાણો બંગાળ હિંસા વિશે શું કહ્યું?

દેશના 'નફરતની રાજનીતિ' પર ભૂતપૂર્વ અધિકારીઓના એક જૂથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યાના થોડા દિવસો બાદ હવે ભૂતપૂર્વ ન્યાયાધીશો અને સૈન્ય અધિકારીઓના એક અન્ય જૂથે વળતો પ્રહાર કર્યો છે.  8 નિવૃત્ત ન્યાયાધીશો, 97 અધિકારીઓ અને 92 ભૂતપૂર્વ સૈન્ય અધિકારીઓ સહિત 197 પ્રબુદ્ધ લોકોએ દેશમાં હિંસા અને પક્ષપાતી રાજકારણના મુદ્દાને લઈને વડાપ્રધાન મોદીને ખુલ્લો પત્ર લખ્યો છે. જેમાં આ લોકોએ à
03:30 PM Apr 30, 2022 IST | Vipul Pandya
દેશના 'નફરતની રાજનીતિ' પર ભૂતપૂર્વ અધિકારીઓના એક જૂથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યાના થોડા દિવસો બાદ હવે ભૂતપૂર્વ ન્યાયાધીશો અને સૈન્ય અધિકારીઓના એક અન્ય જૂથે વળતો પ્રહાર કર્યો છે.  8 નિવૃત્ત ન્યાયાધીશો, 97 અધિકારીઓ અને 92 ભૂતપૂર્વ સૈન્ય અધિકારીઓ સહિત 197 પ્રબુદ્ધ લોકોએ દેશમાં હિંસા અને પક્ષપાતી રાજકારણના મુદ્દાને લઈને વડાપ્રધાન મોદીને ખુલ્લો પત્ર લખ્યો છે. જેમાં આ લોકોએ કહ્યું કે દેશમાં એક ખાસ એજન્ડા હેઠળ જે પક્ષપાતી રાજનીતિ થઈ રહી છે તેને સ્વીકારી શકાય નહીં. આ માટે જરૂરી છે કે જે લોકો હિંસા પર રાજનીતિ કરે છે તેમને ખુલ્લા પાડવામાં આવે. 
આ 197 લોકો દ્વારા લખાયેલો આ પત્ર 108 ભૂતપૂર્વ અધિકારીઓ દ્વારા લખવામાં આવેલા અગાઉના પત્રનો જવાબ માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ 108 ભૂતપૂર્વ અધિકારીઓએ દેશમાં વધી રહેલા સાંપ્રદાયિક તણાવને લઇને વડાાપ્રધાવને ખુલ્લો પત્ર લખ્યો હતો. ત્યારે હવે આ 197 લોકોએ તેમના પત્રને એજન્ડાયુક્ત અને પક્ષપાતી ગણાવ્યો છે. સાથે જ એવું પણ કહ્યું કે દેશમાં કેટલાક લોકો હિંસાના નામે માત્ર રાજનીતિ કરી રહ્યા છે.
'જૂનો પત્ર મોદી વિરોધી અભિયાનનો ભાગ '
197 લોકોએ લખેલા આ પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે  જૂનો પત્ર રાજકીય રીતે પ્રેરિત છે અને મોદી સરકાર વિરુદ્ધ ચાલતા અભિયાનનો એક ભાગ છે. જેથી સરકારના વિરોધમાં જનમત ઉભો કરી શકાય. તેમને નથી લાગતું કે CCG દ્વારા લખવામાં આવેલો પત્ર ઇમાનદારીથી પ્રેરિત છે. ભાજપની તાજેતરની ચૂંટણીની જીતનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે CCGનો પત્ર એ નરેન્દ્ર મોદી સાથે રહેલા જન સમર્થન સામેની પોતાની નિરાશા દૂર કરવાન એક ઉપાય છે. 
બંગાળની હિંસા પર મૌન શા માટે?
વડાપ્રધાન મોદીને લખેલા આ પત્રમાં ભૂતપૂર્વ ન્યાયાધીશો, નિવૃત્ત અધિકારીઓ અને સશસ્ત્ર દળોના ભૂતપૂર્વ અધિકારીઓએ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછીની હિંસા પર સીસીજીના મૌનની ટીકા કરી હતી અને તેમણે કહ્યું કે તેનું આ વલણ તેમની મંશા પર ઘણા સવાલો ઉભા કરે છે. આ ઉપરાંત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને નવી દિલ્હીમાં રામ નવમી, હનુમાન જયંતિ અને અન્ય તહેવારો દરમિયાન હિંસાની ઘટનાઓ પર તેમના મૌનની ટીકા કરી છે. સાથે જ CCGના સભ્યો પર દેશ અને સમાજના ભાગલા પાડવા સહિતના આક્ષેપો કર્યા છે.
અમે દેશના તમામ યોગ્ય વિચાર ધરાવતા નાગરિકોને અપીલ કરીએ છીએ કે તેઓ આ લોકોને બેનકાબ કરો. દેશની જનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છે અને તાજેતરની વિધાનસભા ચૂંટણીના પરિણામોએ તે ફરી એકવાર સાબિત કરી દીધું છે. જો કે સીસીજી જેવા ગૃપ સરકારની વિરુદ્ધમાં લકોને ભડકાવવાનું અભિયાન ચલાવે છે. જો કે વાસ્તવિકતા તો એ છે કે ભાજપ શાસિત રાજ્યોમાં સાંપ્રદાયિક હિંસામાં ગણો ઘટાડો થયો છે.
Tags :
BJPBureaucratGujaratFirstNarendraModiPolitics
Next Article