Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'ફાયર 'છે RRR રાજામૌલી ફરી એક વાર સિલ્વર સ્ક્રીન પર છવાયા

એસએસ રાજામૌલીની ફિલ્મ RRR આજે રિલીઝ થઈ ગઈ છે. બાહુબલી પછી RRR રાજામૌલીની બીજી ફિલ્મ છે. ચાલો જાણીએ કે રામચરણ અને જુનિયર એનટીઆરની આ ફિલ્મ કેવી છે. ભારતમાં પૌરાણિક કથાઓ કે ઐતિહાસિક ઘટનાઓ પર ઘણી ફિલ્મો બની છે, પરંતુ ઐતિહાસિક ઘટનાઓ સાથે પૌરાણિક વાર્તાનું મિશ્રણ કરીને પડદા પર જાદુ સર્જવાનું કૌશલ્ય અને પ્રતિભા ફક્ત એસએસ રાજામૌલીની ફિલ્મોમાં જ દેખાય છે. ફિલ્મ RRR પણ આ જાદુની એક છડી લાગી રહી છà«
 ફાયર  છે rrr રાજામૌલી ફરી એક વાર સિલ્વર સ્ક્રીન પર છવાયા
એસએસ રાજામૌલીની ફિલ્મ RRR આજે રિલીઝ થઈ ગઈ છે. બાહુબલી પછી RRR રાજામૌલીની બીજી ફિલ્મ છે. ચાલો જાણીએ કે રામચરણ અને જુનિયર એનટીઆરની આ ફિલ્મ કેવી છે. ભારતમાં પૌરાણિક કથાઓ કે ઐતિહાસિક ઘટનાઓ પર ઘણી ફિલ્મો બની છે, પરંતુ ઐતિહાસિક ઘટનાઓ સાથે પૌરાણિક વાર્તાનું મિશ્રણ કરીને પડદા પર જાદુ સર્જવાનું કૌશલ્ય અને પ્રતિભા ફક્ત એસએસ રાજામૌલીની ફિલ્મોમાં જ દેખાય છે. ફિલ્મ RRR પણ આ જાદુની એક છડી લાગી રહી છે. રાજામૌલીએ બાહુબલીમાં મહાભારતની ઝલક બતાવી છે.  સાથે જ  તેમની નવી ફિલ્મ RRRમાં પણ જ્યાં તે એકતરફ  બ્રિટિશ યુગની વાર્તા વર્ણવે છે, તો સાથે જ  રામાયણની ઝલક પણ બતાવે છે.
 
 RRR ફિલ્મ રિવ્યુ 
આરઆરઆરની વાર્તા બે ક્રાંતિકારીઓની આસપાસ વણાયેલી છે. આ ફિલ્મમાં રણચરણે સીતારામ રાજુની ભૂમિકા ભજવી હતી અને જુનિયર એનટીઆરએ ભીમનું પાત્ર ભજવ્યું હતું. સીતારામ રાજુ અને ભીમા બેસ્ટ ફ્રેન્ડ છે. દેશ માટે લડતા તેમના જીવનમાં અનેક તોફાનો પણ આવે છે. એસએસ રાજામૌલીએ ફિલ્મમાં બંનેના સંઘર્ષને ખૂબ જ સુંદર રીતે બતાવવાનો પ્રયાસ કર્યો છે.  રામ (રામચરણ) બ્રિટિશ સરકારનો પોલીસ અધિકારી છે. જેનું કામ ક્રાંતિકારીઓને પકડવાનું અને સજા કરવાનું છે, જોકે રામ પણ અહીં એક મિશન માટે છે.  બીજી તરફ કોમરા ભીમ (એનટીઆર જુનિયર) જંગલમાં રહે છે, જે તેના આદિવાસી સમુદાયની એક છોકરીને અંગ્રેજોના હાથમાંથી બચાવા માટે જંગલ છોડીને દિલ્હી આવે છે. અહીં રામ અને ભીમ મિત્રો છે, પરંતુ બાદમાં બંને એકબીજાની સામે પડેલા જોવા મળશે. વાર્તાનો અંત રામાયણના કાવતરામાં જોવાં મળે છે., જ્યાં રામ, સીતા અને હનુમાન અંગ્રેજોની લંકાનો કેવી રીતે  નાશ કરે છે. 
 
ઘણા દ્રશ્યો પર તમે તાળીઓ પાડવા માટે મજબૂર થઈ જશો
નિર્દેશનની વાત કરીએ તો રાજામૌલીએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે દર્શકોનું દિલ કેવી રીતે જીતવું.  550 કરોડના મેગા બજેટમાં બનેલી આ ફિલ્મના ઘણા દ્રશ્યો પર તમે તાળીઓ પાડવા માટે મજબૂર થઈ જશો. ખાસ કરીને રામચરણ અને જુનિયર એનટીઆરની એન્ટ્રી પર ખાસ. ફિલ્મમાં રામ આખી ભીડ સામે લડવા આવે છે. જ્યાં  બ્રિટિશ હવેલીમાં જંગલી પ્રાણીઓ સાથે ભીમનો હુમલો, અગ્નિ અને પાણી સાથે રામ અને ભીમની પ્રતીકાત્મક લડાઈના સીન તમને ફરી એક વાર ફિલ્મ રિવાઇન્ડ કરીને જોવાં મજબૂર કરી દેશે.અજય દેવગન અહીં રામનો પિતા બન્યો છે, જેને રામે પોતે જ મારી નાખે છે, તે સિક્રેટ જાણવા માટે તમારે થિયેટરમાં  જવું પડશે.  
સિનેમેટોગ્રાફી અને લાર્જર ધેન લાઇફ સીન્સ
રાજામૌલી તેમની જબરદસ્ત સિનેમેટોગ્રાફી માટે જાણીતા છે. આખી ફિલ્મ તમને એક અલગ દુનિયામાં લઈ જાય છે. સિનેમેટોગ્રાફર કે.કે. સેન્થિલ કુમાર દ્વારા સિનેમેટોગ્રાફી અને લાર્જર ધેન લાઇફ સીન્સનું ઉત્કૃષ્ટ સંયોજ આ ફિલ્મનું જીવન છે. ફિલ્મ પહેલા હાફમાં દર્શકોને મોહિત કરવામાં સફળ રહી છે. જે માટે શ્રીકર પ્રસાદનું ચુસ્ત એડિટિંગ એવું છે કે ઈન્ટરવલમાં પણ બહાર જવાનું મન થતું નથી. જ્યારે સેકન્ડ હાફ ક્યાંક થોડો વેરવિખેર લાગે છે. રામના અવતારમાં રામચણ જામે છે. ફિલ્મમાં સીતા બનનાર આલિયા ભટ્ટ માટે આ રોલમાં કંઈ ખાસ નહોતું. હા, અજય દેવગનની એન્ટ્રી જોઈને ચોક્કસથી સીટી વગાડવાનું મન થાય.
 
પાવરપેક્ડ એક્શન અને ફુલ બોડી ઈમોશન
રામચરણ અને એનટીઆરના ચાહકો માટે આ ફિલ્મ એક ટ્રીટ છે. આ ફિલ્મમાં બંનેએ એકબીજાને જબરદસ્ત ટક્કર આપી છે. સાઉથના બંને સુપરસ્ટાર જુગલબંધી સાથે પાવરપેક્ડ એક્શન અને ફુલ બોડી ઈમોશન જોવા મળશે.  સિનેમાપ્રેમીઓને તે ચોક્કસ ગમશે. ઓછી સ્ક્રીન સ્પેસ મળવા છતાં અજય દેવગણ પોતાની છાપ છોડી જાય છે.  બ્રિટિશ શાસક આલીશાન ડૂડી તરીકે સ્કોટ રે સ્ટીવનસન અને તેની પત્ની લેડી સ્કોટે તેમના નકારાત્મક પાત્રને એટલી સારી રીતે જીવ્યા છે કે તમે ખરેખર તેમને નફરત કરો છો. આલિયા ભટ્ટ માટે ફિલ્મમાં કંઈ નવું કરવાનું નહોતું. તેના સિવાય બીજું કોઈ હોત તો બહુ ફરક ન પડત. અજય દેવગનની પત્ની સરોજિની તરીકે શ્રેયા શરણ, છત્રપતિ શેખર, મકરંદ દેશપાંડેએ પોતપોતાના પાત્રો સાથે સંપૂર્ણ ન્યાય કર્યો છે.
RRR ટ્વિટર  રિવ્યુ:  ટ્વિટર પર RRRના નામે ઘણા હેશટેગ વાયરલ થઈ રહ્યા છે. એક યુઝરે આ ફિલ્મને માસ્ટરપીસ ગણાવી છે. આરઆરઆરનો પ્રારંભિક ભાગ જોનારા લોકોનું કહેવું છે કે રામચરણના જોરદાર અભિનયથી ફિલ્મમાં જીવ આવ્યો છે. આ સાથે લોકોએ એસએસ રાજામૌલીના નિર્દેશનની પ્રશંસાના પુલ બાંધ્યા છે. રામચરણ અને જુનિયર એનટીઆરની ફિલ્મને દર્શકોને 'માસ્ટરપીસ' લાગી રહી છે,બાહુબલી ફેમ ડિરેક્ટર એસએસ રાજામૌલીની મોસ્ટ વેઇટેડ ફિલ્મ RRR સિનેમાઘરોમાં આવી ચૂકી છે. ફિલ્મનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોઈ રહેલા લોકો ટ્વિટર પર સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકોમાં ટ્રિપલ આર (RRR મૂવી રિલીઝ)ને લઈને જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં જુનિયર એનટીઆર અને રામ ચરણ જેવા મોટા સ્ટાર્સ છે. સિનેમાઘરોમાં ફિલ્મ જોવા આવેલા લોકો સોશિયલ મીડિયા પર રામચરણનું જબરદસ્ત પ્રદર્શન જોઈને દંગ રહી ગયા. તે જ સમયે, લોકો જુનિયર એનટીઆર સાથે તેના બોન્ડિંગના પણ વખાણ કરી રહ્યા છે.
Advertisement



Advertisement




Advertisement




Tags :
Advertisement

.